માર્કેટ માં આવી ગઈ છે ૨૨ હજાર રૂપિયા ની અજીબોગરીબ પેન્ટી, જાણો તેની ખૂબી વિશે

ફેશન નાં નામ પર આજકાલ લોકો ખબર નહીં શું શું પહેરી લે છે. જોકે ફેશન પણ સૌની પોતપોતાની પસંદની હોય છે. કોઈ ને કોઈ વસ્તુ સારી લાગે છે, તો બીજાને તેજ વસ્તુ બક્વાસ લાગે છે. આ લેટેસ્ટ ડેનિમ અંડરવિયર ની જ વાત કરીએ તોઅત્યાર સુધી ડેનિમ જીન્સ પેન્ટ અને જેકેટ માર્કેટ માં મળતા હતા. પરંતુ હવે ફેશન બ્રાન્ડ વાય પ્રોજેકટે તેની અંડરવિયર લોન્ચ કરી છે. આ પેન્ટી તેમને મહિલાઓ માટે લોન્ચ કરી છે. કંપની એ તેને પેન્ટીજ નહીં જેંટીજ નામ આપ્યું છે. તેને તમે જીન્સ અને અંડરવિયર બંને રીતે પહેરી શકો છો. તે બે રંગમાં નેવી બ્લુ અને બ્લેક માં લોન્ચ થઈ છે. પહેલા કંપની આ પ્રોડકટ માટે છોકરીઓ નાં ક્રેઝને જોવા માંગતી હતી. જો તેની માંગ વધી અને તે પોપ્યુલર થાય તો તેને છોકરાઓ માટે પણ બનાવવામાં આવશે.
આ અલગ પેન્ટી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેની પસંદ અને નાપસંદ ને લઈને બધાનાં ઓપિનિયન મળી રહ્યા છે. ઘણા લોકોને આ વિચાર ખૂબ જ પસંદ આવ્યો છે. ત્યાં જ ઘણા લોકો તેને જોઈને જ રિજેક્ટ કરે છે.લોકોનું કહેવું છે કે આ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. ઘણા લોકોએ કહ્યું છે કે આ પહેરવામાં ખૂબ જ આરામદાયક છે. જો જીન્સ પહેરી એ તો ખૂબ જ પરેશાન થઈ જઈએ છીએ એવામાં આને આખો દિવસ સરળતા થી પહેરી શકાય છે. તેની કિંમતની વાત કરીએ તો તમને ખૂબ જ મોંઘી પડી શકે છે. વાય પ્રોજેક્ટ કંપની એ આની કિંમત ૨૨ હજાર રૂપિયા રાખી છે. હવે શા સામાન્ય અંડરવિયર ની વાત કરીએ તો ૨૨ હજારની કિંમતમાં તમે ડઝનો ખરીદી શકો છો. ત્યાં જ જીન્સ થી બનેલ આ અંડરવિયર ૨૨ હજાર રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ૧ જ મળે છે.
તમને જણાવી દઈએ કે, વાય પ્રોજેક્ટ કંપની હંમેશા ની જેમ પોતાનાં યુનિક આઈડીયા થી બનેલા જ કપડાઓ લોન્ચ કરે છે. આ પહેલા તેમણે ડીટેચબલ જીન્સ બનાવી હતી. ત્યારે તેનો ખૂબ જ મજાક બન્યો હતો.હવે જોવાની વાત એ છે કે, જીન્સ થી બનેલી આ પેન્ટી કોણ કોણ ખરીદે છે. જોકે, તમે એ વાત નો આઈડિયા કેવી રીતે લગાવશો કે, આ ૨૨ હજાર રૂપિયા ની પેન્ટી ખરીદવાનું કોણ પસંદ કરશે.