મરનાર વ્યક્તિનું મસ્તક ઉત્તર દિશામાં શામાટે રાખવામાં આવે છે, જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

માન્યતા અનુસાર સૂતી વખતે માથું દક્ષિણમાં અને પગ ઉત્તર દિશામાં રાખવા જોઈએ. તેનું કારણ એ છે કે, કોઈ સામાન્ય ચુંબક શરીર સાથે બાંધવામાં આવે તો આપણા શરીરની પેશીઓને વિપરીત અસર કરે છે. જ્યારે સામાન્ય ચુંબક શરીર પર વિપરિત અસર કરી શકે છે, તો વિચારો કે ઉત્તર દિશા નાં કુદરતી ચુંબક થી આપણા મન, મગજ અને આખા શરીર પર કેટલો વપરિત પ્રભાવ પાડી શકે.જો કે તમે નોંધ કરી હશે કે, મરનાર વ્યક્તિ ને ઉત્તર દિશાની તરફ રાખવામાં આવે છે. તે મૃત્યુ સાથે જોડાયેલી પરંપરામાંની એક પરંપરા છે. આ પરંપરાનું પાલન દરેક વ્યક્તિ કરે છે. પરંતુ તેની પાછળ નું કારણ ઘણા ઓછા લોકો જાણે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કેમ કે, મરનાર વ્યક્તિનું મસ્તક ઉત્તર દિશામાં શા માટે રાખવામાં આવે છે ? ચાલો જાણીએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
આપણું શરીર ભલે નષ્ટ થઈ જાય પરંતુ આત્મા અમર હોય છે. તે કપડાની જેમ શરીર બદલે છે. જ્યારે મરનાર વ્યક્તિ નું શીશ ઉત્તર દિશાની તરફ રાખીએ છીએ ત્યારે જીવ દસમા દરવાજામાંથી નીકળે છે. ચુંબકીય પ્રવાહ પણ હંમેશા દક્ષિણથી ઉત્તર ની તરફ જાય છે. એવું કહેવામાં આવે છે કે, મૃત્યુ પછીની થોડી ક્ષણો માટે મૃતકની આત્મા તેના મગજમાં જીવે છે. એવામાં જ્યારે તેનો જીવ ઝડપથી નીકળી જાય છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય ત્યારે તે પરિસ્થિતિમાં તેનું મુખ ઉત્તર દિશામાં રાખવામાં આવે. જીવ જતી વખતે થતા કષ્ટોથી રાહત મળે છે. તેથી શાસ્ત્રોમાં જીવ જાય તે સમયે વ્યક્તિનું ઉત્તર દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. તેથી વ્યક્તિનાં પ્રાણ જલ્દી અને ઓછા કષ્ટથી નીકળી શકે છે.
જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે તેનું શીશ દક્ષિણ દિશાની તરફ રાખવું જોઈએ. તેનું કારણ એ છે કે, દક્ષિણ દિશા મૃત્યુ નાં દેવતા યમરાજ ની ગણવામાં આવે છે. તેથી મૃતકનું શરીર દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે. તેથી દક્ષિણ દિશામાં રાખીને આપણે તેને મૃત્યુ નાં દેવતા યમરાજ ને સમર્પિત કરીએ છીએ.તમને ખ્યાલ આવી ગયો હશે કે, મૃતક ને હંમેશા ઉત્તરની દિશામાં શા માટે રાખવામાં આવે છે.