માસિક રાશિફળ માર્ચ ૨૦૨૧ : આ મહિનામાં માં દુર્ગાની કૃપાથી આ ૮ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,

માસિક રાશિફળ માર્ચ ૨૦૨૧ : આ મહિનામાં માં દુર્ગાની કૃપાથી આ ૮ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,

ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે, આવનાર મહિનો આપણા માટે કેવો રહેશે. અમે તમને માર્ચ મહિનાનું રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ.

મેષ રાશિ

આ મહિનામાં કામની જવાબદારી થોડી વધારે રહેશે. આસપાસના લોકો સાથે પણ મતભેદ થવાની સંભાવના છે. બીજાની મજબૂરી ને સમજવી અને સહયોગ કરવો. તમારા ક્રોધ પર કંટ્રોલ રાખવો અને શાંતિથી કામ લેવું. પિતા સાથે મતભેદ દૂર થશે. તમારા સારા કામની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે. તમારે ફક્ત એટલા જ કામની જવાબદારી લેવી જે તમારા માટે કરવું શક્ય હોય. જમીન-મકાન નાં કાર્યોમાં વિઘ્ન આવવાની સંભાવના છે. પરંતુ તમે તમારા પરાક્રમ થી દરેક વિધ્નનું સરળતાથી સમાધાન કરી શકશો.પ્રેમ સંબંધોની બાબતમાં સમય સારો રહેશે. તમારું મન રોમેન્ટિક રહેશે.કારકિર્દીની બાબતમાં આ મહિને તમને પ્રમોશન કે પગાર વધારા નાં સારા સમાચાર મળી શકે છે.સ્વાસ્થ્યની બાબતમાં બ્લડ પ્રેશરની સમસ્યા વાળા લોકોએ સાવધાન રહેવાની જરૂર રહેશે.

વૃષભ રાશિ

આ મહિનો તમારા માટે કેટલીક પરિસ્થિતિઓમાં અચાનકથી પરિવર્તન લાવી શકશે. તમારી આવક અનુસાર જ ખર્ચાઓ કરશો તો સારું રહેશે. ઘર-પરિવારની કોઈપણ બાબત પર મહત્વનો નિર્ણય દરેક સભ્યોએ સાથે મળીને લેવો યોગ્ય રહેશે. માંગલિક કાર્યોનાં વિઘ્નો દૂર થશે અને લાભ ની સ્થિતિ બનશે. રાજનૈતિક બાબતમાં તમારો વિરોધ થઈ શકે છે. તમારા વિશ્વાસ પણ નિયંત્રણ રાખવું ઉત્સાહમાં આવીને કોઈ રોકાણ કરવાથી બચવું. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની સંભાવના છે. આ મહિનામાં પ્રેમ જીવન જીવનારા લોકોની લવ લાઈફ સારી રહેશે. તમે તમારા પાર્ટનરનાં વિચારોમાં ખોવાયેલા રહેશો. કારકિર્દીની બાબતમાં નોકરી સંબંધિત જાતકોને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. દરેક કાર્યમાં પ્રગતિ મળશે. સ્વાસ્થ્યની બાબતમાં પેટનાં દુખાવા સંબંધી સમસ્યા તમને પરેશાન કરી શકેછે . માટે ખાણીપીણીમાં ધ્યાન રાખવું.

મિથુન રાશિ

આ મહિનામાં તમારી સ્થિતિ પર નિયંત્રણ મેળવવાની પૂરી કોશિશ કરશો અને તેમાં તમે સફળતા પ્રાપ્ત કરશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવામાં સફળ રહેશો. તમારા વિચારેલા કામ સમયસર પૂર્ણ થઈ શકશે. તમારી કોઈ જૂની સમસ્યાઓનું સમાધાન મળી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનાનો સમય ખૂબ જ મુશ્કેલ રહેશે. અભ્યાસમાં મન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી રહેશે. આ રાશિના જાતકોનાં પરાક્રમમાં વધારો થશે. પ્રેમ સંબંધી બાબતમાં આ મહિનો તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખવાનું શીખવું બીજાની વાતોમાં આવીને શંકા ન કરવી. અન્યથા તમારા સંબંધો બગડી શકે છે.કારકિર્દીની બાબતમાં વેપાર સાથે જોડાયેલ લોકોને આ મહિનામાં વેપારની ગતિ ધીમી રહેશે.સ્વાસ્થ્યની બાબતમાં વધારે પડતાં તળેલા ખોરાક થી પરેશાની થઇ શકે છે. માટે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોને આ મહિનામાં બિઝનેસ અને કામકાજ સાથે જોડાયેલી દરેક પરેશાની દૂર થશે. વ્યર્થ ભાગદોડ દૂર થશે. તમારા માટે આ મહિનો સારો રહેશે. ઘર પરિવાર નું વાતાવરણ ખુશહાલ  રહેશે. તમારે તમારા કમ્ફર્ટ ઝોન ની બહાર કોઇ નિર્ણય લેવો પડશે. શરૂઆતનાં દિવસોમાં તમને તેનાથી થોડી પરેશાની રહી શકશે. થોડા દિવસો બાદ તમને મોટો આર્થિક લાભ મળી શકે છે. જોકે તમારે ખૂબ જ મહેનત કરવાની જરૂર રહેશે.પ્રેમ સંબંધોની બાબતમાં જીવનસાથીનો આનંદ જોઈને તમે ખૂબ જ પ્રસન્ન રહેશો. એકબીજા સાથે રોમેન્ટીક સમય પસાર કરી શકશો. કારકિર્દીની બાબતમાં વ્યાપારમાં વધારે પરિશ્રમ અને લાભ ઓછો રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં કોઈ જૂની બીમારી પરેશાન કરી શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું.

સિંહ રાશિ

આ મહિનામાં તમને આધ્યાત્મિક પ્રગતિ માટેના સારા અવસર પ્રાપ્ત થશે. તમારે સંયમ અને સાહસને જાળવી રાખવા. ખાસ કરીને ત્યારે જ્યારે બીજા લોકો તમારો વિરોધ કરી રહ્યાં હોય. તમારા જીવનમાં તમારી અને બીજાની ભલાઈ માટે કાર્ય કરવું. જો તમારું કોઇ કામ કામ લાંબા સમયથી રોકાયેલું હશે તે આ મહિનામાં પૂર્ણ થવાની પૂરી સંભાવના છે. પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળી રહેશે. પ્રેમ વિષયની બાબતમાં પ્રેમી જાતકો આ મહિનો ખૂબ જ સારો રહેશે. તમારા પ્રેમમાં વૃદ્ધિ થશે. કારકિર્દીની બાબતમાં નોકરીયાત લોકોને ઇચ્છા મુજબની નોકરી મેળવવા માટે વધારે પ્રયત્નો કરવા પડશે. સ્વાસ્થ્યની બાબતમાં તમને માંસપેશી અને નસ સબંધી પરેશાની થવાની સંભાવના છે

કન્યા રાશિ

તમારી ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. વ્યક્તિગત સમસ્યા હલ થશે. આ મહિનામાં જમીનની ખરીદી કરી શકો છો. રોકાણ સંબંધી કોઈ યોજના બનાવી શકશો. તમારે તમારી જવાબદારીઓને વધારે ગંભીરતાથી પણ લેવી જોઈએ કે જેના લીધે તમને માનસિક તણાવ રહે. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ રહેશે. તમે તમારૂ કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો. પ્રેમ સબંધિત બાબત માં તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવાના દરેક પ્રયત્ન કરશો. કારકિર્દીની બાબતમાં બિઝનેસ સંબંધી કોર્ટ-કચેરીની બાબતમાં તમારો પક્ષ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સંબંધી બાબતમાં સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું. બેદરકારી તમને મોંઘી પડી શકે છે.

તુલા રાશિ

આ મહિનામાં તમારી યોજના બનાવીએ મહેનત કરવાથી પણ વધારે મદદરૂપ સાબિત થઈ શકે છે. તમારે તમારા માટે સમય કાઢવાની જરૂર રહેશે અને તમારી સંભાળ લેવી. તમે જેટલો સમય તમને પોતાને આપશો તેટલો સમય માનસિક શાંતિનો અનુભવ થશે. જોખમ ભરેલ કામથી દૂર રહેવું. વાહન મશીનરી અને અગ્નિ વગેરેનો પ્રયોગ કરતી વખતે સાવધાની રાખવી. તમારા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને વારસાગત સંપત્તિથી લાભ થવાના યોગ બની રહ્યા છે. પ્રેમ સંબંધોની બાબતમાં લવ લાઇફમાં રહેલ તણાવ દૂર થશે. નવા સંબંધની શરૂઆત થશે. કારકિર્દીની બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. તમારા વેપારનો વિસ્તાર થઈ શકશે. સ્વાસ્થ્ય સંબંધી બાબતમાં નાની-મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

આ મહિનામાં તમારા દરેક કાર્ય સમય અનુસાર સારી રીતે પૂર્ણ થઈ શકશે. કોઈ જુનો વાદવિવાદ સામે આવી શકે છે. પરિવારમાં સમસ્યા બની રહેશે. માનસિક પરેશાનીમાં વધારો થશે. નજીકનાં સંબંધો માં અચાનક થી મતભેદ થવાની સંભાવના છે. સંતાનનાં વિવાહ ની બાબતમાં ઉતાવળ ન કરવી. ખોટો નિર્ણય જીવન બદલી શકે છે. તમારું ફોકસ તમારા કામ પ્રત્યે રાખો અને વ્યર્થ ચિંતાઓ થી બચવું.  ઘરનાં વડીલોનો સહયોગ તમને મળી રહેશે.પ્રેમ સંબંધી બાબતમાં તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. કારકિર્દીની બાબતમાં આ મહિનામાં કેરિયરને લઈને કોઈ ગુડ ન્યુઝ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી બાબતમાં આ મહિનો તમારા માટે સારો રહેશે.

ધન રાશિ

આ મહિનો તમારા માટે ખૂબ જ સકારાત્મક અને સાથે જ ઘણી ઘણા પડકારોથી ભરેલ રહેશે. કોઈની પાસેથી ઉધાર લેવાની પરિસ્થિતિ આવી શકે છે. જે લોકોને નોકરી ની લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા તેને રોજગાર પ્રાપ્તિનાં પ્રયાસમાં સફળતા મળશે. તમારા દ્વારા લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયો ફાયદાકારક રહેશે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે. પૈસા સંબંધી બાબતમાં સંભાળીને રહેવું. ખર્ચ કરતા પહેલા તમારા બજેટ પ્રત્યે ધ્યાન આપવું.પ્રેમ સંબંધોની બાબતમાં તમારા પાર્ટનર સાથે મતભેદ થવાની સંભાવના છે. કારકિર્દીની બાબતમાં આઈટી અને મેનેજમેન્ટ સેક્ટરમાં લોકોને પ્રગતિનાં યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. હેલ્થ સંબંધી બાબતમાં સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહેવું. તમારી ઉર્જામાં વધારો કરવા માટે દરરોજ યોગ અને વ્યાયામ કરવા.

મકર રાશિ

આ મહિનામાં તમને કંઈક નવું કરવાની તક પ્રાપ્ત થશે જેનાથી કોઈનું સારું થશે. નોકરીમાં પરિવર્તન નાં યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તેના પર તમે કામ કરવાની કોશિશ પણ કરશો. અકારણ વિવાદોથી દૂર રહેવું. પડવા વાગવા અથવા દુર્ઘટનાથી હાનિ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. બિનજરૂરી ખર્ચાઓ માં વધારો થશે. પ્રેમ સંબંધી બાબતમાં લવ લાઇફમાં સારા પરિણામ મળશે. તમારા પાર્ટનર સાથે સંબંધ માં સારો તાલમેળ બની રહેશે. કારકિર્દીની બાબતમાં વ્યવસાયમાં નવી પાર્ટનરશીપ ની યોજના સફળ થઇ શકશે. સ્વાસ્થ સંબંધી બાબતમાં આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે. વધારે કાર્યબોજ તમારા પર ના લાવવો.

કુંભ રાશિ

બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળી રહેશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલવું. પરેશાની અને ચિંતા પર ધ્યાન આપવાને બદલે તમારા આત્મવિશ્વાસને મજબૂત રાખીને કોઈ હલ શોધવાનો પ્રયાસ કરવો. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. જેનાથી તમને પરેશાની થઇ શકે છે. રોજગાર પ્રાપ્તિ માટેના પ્રયત્નો સફળ થશે. તમને પ્રગતિનાં નવા માર્ગો મળી રહેશે. વેપારમાં લાભ ના યોગ બની રહ્યા છે. જીવનમાં પ્રેમ અને શાંતિ બનાવી રાખવા માટે તમારા જીવનસાથી પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. કારકિર્દીની બાબતમાં તમારા વેપારનો વિસ્તાર થશે. આવકનાં નવા સાધનો મળી રહેશે.સ્વાસ્થ્ય સંબંધી બાબતમાં કેટલાક લોકોને લોહી સંબંધિત બિમારી થઇ શકે છે.

મીન રાશિ

આ મહિનામાં કેટલાક લોકો તમારી પાસે પોતાનું કામ નીકળવાની કોશિશ કરી શકે છે તેથી સાવધાન રહેવું. કામને જેટલું ટાળશો તેટલો  જ કામનો બોજ તમારા પર આવશે જે ભવિષ્યમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. કાર્ય સંબંધી નિર્ણય સમજી વિચારીને લેવો. આ મહિનામાં સંતાન નાં કારણે ચિંતા અને તણાવ બની રહેશે. કાર્યસ્થળ પર પ્રશંસા રહેશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું. સંતાન પક્ષ નો સહયોગ પ્રાપ્ત થઇ શકશે. પ્રેમ સંબંધોની બાબતમાં આ મહિનો સામાન્ય રહેશે. તમે ઇન્ટરનેટનાં માધ્યમથી તમારા પાર્ટનર સાથે જોડાયેલા રહેશો.કેરિયરની બાબતમાં નોકરીયાત લોકોને પ્રમોશન પ્રાપ્ત થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય અંગે ની બાબત માં આંખ સંબંધિત રોગથી મુશ્કેલી થઈ શકે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *