માસિક શિવરાત્રી નાં દિવસે ભોળાનાથ ની પૂજા કરવાથી દરેક મનોકામના થશે પૂર્ણ, જાણો તેનું મહત્વ

હિન્દુ ધર્મમાં માસિક શિવરાત્રી નું વિશેષ મહત્વ માં ગણવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર દર મહા મહિના ની કૃષ્ણ પક્ષની ચોદશ ની તિથિ નાં માસિક શિવરાત્રી આવે છે. આ મહિનાની માસિક શિવરાત્રી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ બુધવાર નાં દિવસે આવી રહી છે માસિક શિવરાત્રી નાં દિવસે ભોળાનાથની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે ધાર્મિક શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ દિવસે ભોળાનાથની પૂજા કરવાથી દરેક મનોકામના ભગવાન ની કૃપાથી પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે ભગવાન ભોળાનાથ ની કૃપાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આજે અમે તમને માસિક શિવરાત્રી નું મહત્વ અને પૂજા વિધિ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જો તમે આ વિધિથી પૂજા કરો છો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
શિવરાત્રી નું મહત્વ
- માસિક શિવરાત્રી ને ખૂબ જ ફળદાયી ગણવામાં આવે છે. જે લોકો નાં વિવાહ થવામાં વિલંબ થતો હોય તેવા લોકો ને માસિક શિવરાત્રિનું વ્રત કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. વ્રત કરવાથી વિવાહ માં આવી રહેલ વિઘ્ન દૂર થાય છે.
- માસિક શિવરાત્રી નાં દિવસે જો તમે વિધિ-વિધાન પૂર્વક પૂજા કરો છો તો તમને કર્જમાંથી મુક્તિ મળે છે.
- માસિક શિવરાત્રી નાં દિવસે વ્રત આરાધના કરવાથી ભગવાન શિવજી જલદી પ્રસન્ન થાય છે અને ભક્તો નાં દરેક કષ્ટ દૂર કરે છે.
- મહા મહિનામાં આવનારી માસિક શિવરાત્રી નું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે એવું માનવામાં આવે છે કે, શિવરાત્રીનો ઉપવાસ રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
માસિક શિવરાત્રી ની પૂજા વિધિ
- માસિક શિવરાત્રીને દિવસે શ્રદ્ધાળુઓ રાત્રિના સમયે જાગીને ભગવાન શિવજીની પૂજા કરે છે
- માસિક શિવરાત્રીને દિવસે સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી અને વ્રતનો સંકલ્પ કરવો.
- માસિક શિવરાત્રી નાં દિવસે નજીક નાં શિવ મંદિરે જઇને શિવજી અને તેમનાં પરિવાર પાર્વતીજી, ગણેશજી કાર્તિકેયજી અને નંદી ની પૂજા કરવી.
- માસિક શિવરાત્રી નાં દિવસે પૂજા દરમ્યાન શિવજી નો દૂધ, સાકર, મધ, દહીં અને જળ થી રુદ્રાભિષેક કરવો.
- માસિક શિવરાત્રી નાં દિવસે શિવલિંગ પર બીલીપત્ર, ધતુરાનું ફૂલ અને શ્રીફળ અર્પણ કરવા.
- ભગવાન શિવજી ની ધૂપ દીપ અને ફળ વગેરે થી પૂજા કરવી.
- માસિક શિવરાત્રી નાં દિવસે ભગવાન શિવજીની પૂજા કર્યા બાદ શિવ પુરાણ, શિવ સ્તુતિ શિવ ચાલીસા અને શિવ શ્લોક નાં પાઠ કરવા.
વ્રત પારણા ની વિધિ
માસિક શિવરાત્રી નાં દિવસે ભક્ત પુરો દિવસ વ્રત રાખે છે. સંધ્યા દરમ્યાન પૂજા કર્યા બાદ ફલાહાર કરવું. એ વાતનું ધ્યાન રાખવું કે, પૂજા કર્યા બાદ જ ફળનું સેવન કરવું, વ્રત નાં દિવસે અન્ન ગ્રહણ કરવું નહીં. માસિક શિવરાત્રી નાં બીજા દિવસે સવાર નાં સમયે જલદી ઉઠી ભગવાન શિવજીની પૂજા કરવી અને દાન કરવું ત્યાર બાદ તમારું વ્રત ખોલવું તમને જણાવી દઈએ કે, ધર્મશાસ્ત્રો અનુસાર માસિક શિવરાત્રી ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જો ઉપરોક્ત જણાવવામાં આવેલ પૂજાવિધિ ભગવાન ભોળાનાથની આરાધના કરવામાં આવે તો તમારી દરેક અધુરી મનોકામના પૂર્ણ થાય છે અને શિવજી ની કૃપા તમારા જીવનમાં બની રહે છે.