મશરૂમ ખાવાથી થાય છે આ ફાયદાઓ, વિટામિન ડી થી ભરપૂર હોય છે

મશરૂમ ખાવાથી થાય છે આ ફાયદાઓ, વિટામિન ડી થી ભરપૂર હોય છે

મશરૂમ એક એવું શાક છે કે જેને વધારે શાકાહારી લોકો ખાવાનું પસંદ કરે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ તેનાં ધણા ફાયદાઓ પણ છે. તેમાં કેલરીની માત્રા ખુબ જ ઓછી હોય છે તેથી તે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તેમ જ પોષક તત્વોથી ભરપુર હોય છે. મશરૂમ માં પ્રોટીન, વિટામિન ડી, ફાઇબર, એમિનો એસિડ જેમેનીયમ, સેલેનિયમ અને ઝીંક જેવા જરૂરી તત્વો હોય છે.મશરૂમ ને લોકો સલાડ, સૂપ વગેરે રીતે ખાઈ શકે છે. મશરૂમ ની સબ્જી તો ઘણા લોકોની ખૂબ જ ફેવરિટ ડીશ હોય છે. ડેઇલી ડાયટમાં મશરૂમને સામેલ કરવાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ મશરૂમના મહત્વપૂર્ણ ફાયદાઓ વિશે

વિટામીન ડીથી ભરપુર

વિટામીન ડીથી ભરપુર મશરૂમ આપણા શરીરનાં વિકાસ માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે. વિટામિન ડી ની ઉણપ હોય તેવા વ્યક્તિને ઘણાં પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ધણા  ઓછા શાકભાજી છે કે, જેમાંથી વિટામિન ડી ની માત્રા મળી રહે. પરંતુ મશરૂમ વિટામીન ડીથી ભરપુર હોય છે. જો તમે તમારા ડેઇલી ડાયટમાં મશરૂમ નો સમાવેશ કરો છો તો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેશે નહી. વીટામીન-ડીની સૌથી વધુ માત્રા સફેદ અને પોર્ટેબેલા મશરૂમ માંથી મળી રહે છે.

સેલેનિયમ થી ભરપુર

શરીરમાં મશરૂમ એન્ટીએકસીડંટ ની જેમ કામ કરે છે. તે શરીર ને ફ્રી રેડિકલ્સ થી થતા નુકસાનથી બચાવે છે. સાથે જ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. મશરૂમમાં સેલેનિયમ ની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે તે વ્યક્તિને અંદરથી સ્વસ્થ રાખવા માટે કાર્ય કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

 

આજના સમયમાં લોકો વધતા વજનને લીધે ખૂબ જ પરેશાન હોય છે. એવામાં જો તમે વજન ઘટાડવા નાં પ્રયત્ન કરતા હોત તો તમારા ડાયટમાં મશરૂમને અવશ્ય સામેલ કરો. મશરૂમમાં લો કેલરી હોય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે, ૫ સફેદ મશરૂમ કે ૧ પોટેબેલા મશરૂમમાં ફક્ત ૨૦ જેટલી જ કેલરી હોય છે. તે તમારા પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી કારણે તમને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી અને વજન પણ નિયંત્રણમાં રહે છે.ન્યુટ્રીશનનાં મત મુજબ એક બેલેન્સ ડાયટ માટે એક વ્યક્તિએ પોતાનાં ભોજનમાં તેનો ઘણી રીતે સમાવેશ કરી શકે છે. મશરૂમ એક એવી સબ્જી છે જે આસાનીથી દરેક જગ્યાએ મળી રહે છે. અને તેનો ઘણી રીતે તમારા ભોજનમાં સમાવેશ કરી શકાય છે. મશરૂમની કોઈપણ ડીશ બનાવવા માં વધારે સમય પણ લાગતો નથી. તમે તેને સલાડ, સબ્જી કે સૂપ તરીકે પણ લઈ શકો છો.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *