માતા સીતા માટે વિવાદિત નિવેદન આપીને ફસાયા, આ અભિનેતા માફી માંગતા કહ્યું કે મને ખબર નથી કે

માતા સીતા માટે વિવાદિત નિવેદન આપીને ફસાયા, આ અભિનેતા માફી માંગતા કહ્યું કે મને ખબર નથી કે

ફિલ્મ તાનાજી માં પોતાના નેગેટિવ રોલ થી દર્શકો નાં હૃદયમાં એક ખાસ જગ્યા બનાવનાર સૈફ અલી ખાન એકવાર ફરી ફિલ્મમાં વિલન ની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. નિર્દેશક ઓમ રાવતની મેગા બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ માં સૈફ અલી ખાન રાવણ ના રાવણ ની ભૂમિકા નિભાવવાનાં છે. ફિલ્મ માં સાઉથ એક્ટર પ્રભાસ ભગવાન રામની ભૂમિકા માં જોવા મળશે. હાલમાં પોતાનાં રોલ વિશે જણાવતા સૈફ અલી ખાને કંઈક એવું કહ્યું કે જેનાથી લોકોની ભાવના ને ઠેસ પહોંચી છે. તેથી સૈફ અલી ખાને પોતાનાં નિવેદનમાટે માફી માંગી છે. સૈફ અલી ખાન ને આપેલ નિવેદનમાં કહ્યું હતું કે મને જણાવવામાં આવ્યું છે કે, મારા એક ઇન્ટરવ્યૂમાં મારા દ્વારા આપવામાં આવેલ નિવેદન ના લીધે લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે, મારો કોઈ ઈરાદો નહોતોકે હું લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડુ. હું ઈમાનદારી પૂર્વક માફી માંગી ને કહું છું કે મેં આપેલું નિવેદન હું પરત લઉં છું. ભગવાન રામ હંમેશા મારા માટે ધાર્મિકતા અને વીરતાનાં પ્રતિક રહ્યા છે. આદિ પુરુષ ની પૂરી ટીમ ની કોશિશ એવી છે કે મહાકાવ્ય કોઈપણ પ્રકારની વિકૃતિ વગર લોકોની સામે રજૂ કરવામાં આવે.

અગાઉના પોતાના એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, રાવણ ‘એક રાક્ષસ રાજા’ ની ભૂમિકા નિભાવી ખૂબ જ દિલચસ્પ છે, અમે તેને મનોરંજનથી ભરપૂર બનાવી દેશું તેમાં તમને જોવા મળશે કે, સીતાજી નાં અપહરણ અને શ્રી રામજી નું રાવણ સાથેનું યુદ્ધ યોગ્ય હતું. કારણ કે લક્ષ્મણજી દ્વારા રાવણ ની બેન સુપ્નખાનું નાક કાપવામાં આવ્યું હતું તેમના આ નિવેદન થી લોકો ખૂબ જ નારાજ છે. જેના કારણે તેઓએ માફીનામું જાહેર કરી અને માફી માગવી પડી.

રાવણ ની ભૂમિકા સૈફ અલી ખાન અને રામની ભૂમિકા જ્યારે પ્રભાસ નિભાવવાના છે. ત્યારે એ પણ જાણવા મળ્યું છે કે, માતા સીતા અને લક્ષ્મણની ભૂમિકા કોણ નિભાવવાનું છે. જોકે પહેલા માતા સીતાની ભૂમિકા અનુષ્કા શર્મા નિભાવાના હતા પરંતુ જાણવામાં આવ્યું છેકે,  અભિનેત્રી કૃતિ સેનન માતા સીતા ની ભૂમિકા માં જોવા મળશે. હાલ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર થોડા મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે. પ્રયત્નો એવા રહેશે કે ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ફિલ્મ રિલીઝ થઈ શકે. નોંધનીય છે કે તાનાજી પછી સેફ અલી ખાન ને લોકો નકારાત્મક ભૂમિકામાં જોવાનું વધુ પસંદ કરે છે. આદિ પુરુષ માં પણ તેમનાં આ નેગેટિવ રોલ ને લોકો કેટલો પસંદ કરે છે તે જોવાનું રહેશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *