માથાના દુખાવાથી છો પરેશાન, તો આ ૩ યોગાસનથી માથાના દુખાવાની સમસ્યામાંથી મેળવો છુટકારો

યોગ દ્વારા શારીરિક અને માનસિક તકલીફ દૂર કરી શકાય છે. માથાના દુખાવાની તકલીફ દૂર કરવા માટે તમે યોગનો સહારો લઈ શકો છો. નિયમિત રૂપથી યોગ કરવાથી તમે શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહી શકો છો. વૈજ્ઞાનિકો દ્વારા આ વાતની ખાતરી કરવામાં આવેલી છે કે યોગ દ્વારા તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. માથાના દુખાવાની વાત કરીએ તો યોગની મદદથી તમારા માથાના દુખાવાની તકલીફમાંથી તમે દૂર થઈ શકો છો. તેની સાથે તમે તમારા શરીરની બીજી ઘણી બધી તકલીફો ઓછી કરી શકો. હવે પ્રશ્ન એ છે કે માથાના દુખાવાની તકલીફને દૂર કરવા માટે કયો યોગ સાચો છે. તમે જો આ વાતથી અજાણ્યા છો તો આવો આ લેખના માધ્યમથી તમને જણાવી દઈએ.
સુપ્ત વીરાસન
વીરાસન શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે, જેનો મતલબ સુતા-સુતા આસન કરો. આ આસન માથાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સંબંધથી પ્રકાશિત એક વૈજ્ઞાનિક શોધમાં કહેવામાં આવે છે કે માઈગ્રેનમાં પણ રાહત મેળવવાના યોગમાં સુપ્ત વીરાસનનું નામ સામેલ છે. તેવામાં સુપ્ત વીરાસનને માથાના દુખાવાનો યોગ કહેવામાં આવે છે.
યોગ કરવાની પ્રક્રિયા
આ આસનને કરવા માટે પાથરણું અથવા મેટ પાથરીને વજ્રાસનની મુદ્રામાં બેસો. તેના પછી શ્વાસ લેતા શરીરને પાછળની તરફ લઈ જાઓ અને હાથની કોણીને સામે જમીન પર ટટ્ટાર રાખો. આ આસન પીઠ જમીન પર રહેશે અને સાથળ પંજા પર હોવા જોઈએ. તેના પછી જેટલું થઈ શકે માથાને પાછળ તરફ લઈ જાઓ.
પાદંગુષ્ઠાસન
આ શબ્દ સંસ્કૃત ભાષાના બે શબ્દોથી બનેલો છે. જેમાં પહેલો શબ્દ પદ એટલે પગ અને બીજો શબ્દ અંગુસ્ત એટલે અંગુઠો છે. આસનને કરતા સમયે વ્યક્તિ એક પગનાં સહારે શરીરને સંભાળશે. હાલમાં આ આસનની પુષ્ટિ કરવાં માટે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વૈજ્ઞાનિક શોધમાં આવી નથી.
યોગ કરવાની પ્રક્રિયા
આ આસન ને તાડાસનની જેમ કરવામાં આવે છે. જેના પછી શ્વાસ છોડવાનો હોય છે અને હાથના પંજાના સહારે બેસીને ધ્યાન કરવાનું હોય છે. એક પગને ઉપાડીને બીજા પગના જાંઘ પર રાખો અને બંને હાથોને જોડીને પોતાને ઉપરની તરફ ઉઠાવો. આ સમયે તમે પડી શકો છો એટલા માટે તમે દિવાલનો ટેકો લઈ શકો છો. થોડી સેકન્ડ આ સ્થિતિમાં રહો. આ આસનને તમે ૫ થી ૧૦ મિનિટ સુધી કરી શકો છો.
બાલાસન
આ આસન પણ બે શબ્દો સાથે બનેલો છે. પહેલો શબ્દ બાલ અને બીજો શબ્દ આસન છે. બાલનો મતલબ છોકરાઓ અને આસનનો મતલબ મુદ્રા છે. એટલા માટે આ આસનને અંગ્રેજીમાં ચાઇલ્ડ પોઝ નામ આપવામાં આવ્યું છે. આ આસન કરવાથી લોહીની ખામી દૂર થાય છે, સાથે સાથે જ માથાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.
બાલાસન યોગ કરવાની વિધિ
આસનને કરવા માટે સૌથી પહેલા યોગ મેટ પાથરીને વજ્રાસનની મુદ્રામાં બેસો. ત્યારબાદ લાંબો શ્વાસ લો. તેના પછી બંને હાથને સીધા માથા ઉપર લેતા જાઓ. શ્વાસ છોડતા આગળની તરફ નમો. આ સમયે ધ્યાન રાખો કે પોતાની હિપ્સ એડી સાથે ના ઉઠવી જોઈએ. સામે ઝૂકવા સમયે હથેળીઓ, કોણી અને માથાને જમીન સાથે અડાડીને રાખો. આ મુદ્રામાં થોડી સેકન્ડ રહી શકો તે માટે પ્રયાસ કરો. ત્યારબાદ શ્વાસ લો અને છોડવાની પ્રક્રિયા ચાલુ રાખો. શરૂઆતમાં આ આસન ૫ થી ૧૦ મિનિટ માટે કરી શકો છો.