માત્ર ફાયદા જ નહીં ગ્રીન ટી નાં વધુ પડતા સેવનથી થઈ શકે છે, આ ગંભીર સમસ્યાઓ

માત્ર ફાયદા જ નહીં ગ્રીન ટી નાં વધુ પડતા સેવનથી થઈ શકે છે, આ ગંભીર સમસ્યાઓ

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે સારી છે. તેને ભોજન પહેલા, ભોજન પછી અથવા દિવસમાં ગમે તેટલી વાર તમારું મન થાય ત્યારે પીતા રહેવું જોઈએ. ગ્રીન ટી વિશે આવી બધી વાતો તમે પણ સાંભળી હશે. કેટલાક લોકો માને છે કે ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે અને આ લીધે તેઓ આખા દિવસમાં કોણ જાણે કેટલા કપ ગ્રીન ટી પીઈ જાય છે. તે વાતમાં કોઈ શંકા નથી કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે સારી છે. પરંતુ જ્યારે તેને વધારે પ્રમાણમાં પીવામાં આવે છે ત્યારે તે નુકશાનકારક થઈ જાય છે. હા, ગ્રીન ટી નું સેવન જરૂર કરતાં વધારે કરવાથી ફાયદાને બદલે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તો આજે આ પોસ્ટમાં અમે તમને ગ્રીન ટી નાં ફાયદાઓ વિશે નહી પરંતુ  ગેરફાયદાઓ વિશે જણાવીશું.

ગ્રીન ટી થી થતા નુકસાન

દરરોજ ગ્રીન ટી નું વધારે પડતું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા થવા લાગે છે. સ્વસ્થ રહેવા માટે સારી અને ૭ થી ૮ કલાકની ઊંઘ કરવી ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં ગ્રીન ટીનું સેવન ખૂબ જ ઓછું કરવું.

શરીરમાં આયર્ન ની ઉણપ

ગ્રીન ટીનાં વધુ પડતા સેવનનાં કારણે શરીરમાં આયર્નની ઉણપ આવી જાય છે. શરીરમાં આયર્નની ઉણપ થઈ જાય તો ઘણા રોગો થવાનું જોખમ રહે છે.

શરીરમાં નબળાઈ

 

વધારે ગ્રીન ટી પીવાથી ભૂખ પણ ઓછી લાગે છે. જો તમને ભૂખ ઓછી લાગે તો તમે ઓછું જમો છો અને તમે ઓછું જમશો તો તેમને નબળાઈ વધારે લાગશે. તેથી જો તમે ફીટ રહેવા ઈચ્છતા હોવ તો મર્યાદિત માત્રામાં જ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.

ગર્ભવતી મહિલાઓ પર અસર 

ગ્રીન ટીનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને નુકસાન થાય છે. વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો કસુવાવડ નું જોખમ પણ રહે છે.

કીડની પર અસર

 

એ વાત પણ સામે આવી છે, કે વધારે પડતાં ગ્રીન ટીનાં સેવનથી કિડનીમાં પથરીની સમસ્યા પણ થાય છે. ગ્રીન ટી માં જોવાં મળતા ઓકસૈલિક એસીડ થી કિડનીમાં પથરી થવાની શક્યતા રહે છે. તેથી કાળજીપૂર્વક ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *