મકરસંક્રાંતિ નાં દિવસે આ ઉપાયો કરવાથી થશે ભાગ્ય નો ઉદય સૂર્યદેવની અપાર કૃપા વરસશે

મકરસંક્રાંતિ નો તહેવાર ૧૪ જાન્યુઆરી એટલે કે ગુરુવાર નાં દિવસે ઉજવવામાં આવશે શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ નું ખૂબ જ વિશેષ મહત્વ ગણવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિ નાં સૂર્યદેવતા દક્ષિણાયન થી ઉત્તરાયણ થાય છે. સૂર્ય ભગવાનનું ઉતરાયણ થવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્ર અનુસાર જો મકરસંક્રાંતિ નાં દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો જીવનમાં ધનની કમી રહેતી નથી. આ ઉપાયોથી સુખ-સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મીની કૃપા હંમેશાં રહે છે.
ધાર્મિક માન્યતા અનુસાર મકરસંક્રાંતિ નાં દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી અને દાન કરવાની પણ પરંપરા છે. આજે અમે તમને મકરસંક્રાંતિ નાં દિવસે કયા ઉપાયો કરવા થી તમારા ભાગ્ય નો ઉદય થઈ શકે છે અને તમારા જીવનની દરેક પરેશાની દૂર થઈ શકે છે તેના વિશે જાણકારી આપી રહ્યા છીએ.
સૂર્ય દેવની ઉપાસના જરૂર કરવી
સૂર્ય દેવ ની ઉપાસના કરવાથી ભગવાન સૂર્ય દેવ નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મકરસંક્રાંતિ નાં દિવસે સૂર્યદેવને અર્ધ્ય આપવું. અને સૂર્ય નાં મંત્રો નો જાપ કરવા. મકરસંક્રાંતિ નાં દિવસે સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું.બની શકે તો મકરસંક્રાંતિ નાં દિવસે પ્રવિત્ર નદી માં સ્નાન કરવું. અને સાથેજ બ્રાહ્મણો ને ભોજન કરાવવું. ભોજન બાદ સામર્થ્ય મુજબ દક્ષિણા આપવી.
મહાલક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરવા માટે
મકરસંક્રાંતિ નાં દિવસે શુભ મુહૂર્તમાં માં લક્ષ્મી ની પૂજા કરવી.એક બાજોઠ પર માં લક્ષ્મી ની મૂર્તિ સ્થાપિતકરવી ત્યારબાદ ધનની દેવી લક્ષ્મીજીને સામે એક ઘી નો દીવો કરવો અને એક તલ નાં તેલનો દીવો કરવો.એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, તમારે દેશી ઘી નો દીવો ડાબી તરફ અને તલ નાં તેલનો દીવો જમણી બાજુ રાખવો. સાંજના સમયે તલ નાં તેલનો દીવો ઘર નાં ઉબરાપર રાખવો અને ઘી નો દીવો તુલસી નાં ક્યારે પર રાખી દેવો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ધન અને સફળતા પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.મકરસંક્રાંતિ નાં દિવસે માં લક્ષ્મી ની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ગરીબો ને તલ અને ગોળ ની વસ્તુઓ દાન કરવી.