મની પ્લાન્ટ થી પણ વધારે પાવરફુલ છે આ છોડ, ઘરમાં લગાવવાથી ખેંચાઇ આવશે પૈસા

મની પ્લાન્ટ થી પણ વધારે પાવરફુલ છે આ છોડ, ઘરમાં લગાવવાથી ખેંચાઇ આવશે પૈસા

પરિવારની ખુશી અને સુખ-સમૃદ્ધિ માટે ઘરની અંદર રહેલ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ આધાર પર વાસ્તુશાસ્ત્ર બન્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યા પર રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે. ચીનમાં પણ વાસ્તુશાસ્ત્ર ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ત્યાં વાસ્તુશાસ્ત્ર ને ફેંગશુઈ કહેવામાં આવે છે.ફેંગશૂઈમાં છોડ અને ગેજેટ્સ પણ આવે છે. આ પ્રકારની ઘણી ખાસ વસ્તુઓ ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જી માં વધારો થાય છે. જ્યારે સકારાત્મક ઊર્જા વધે છે ત્યારે ઘરમાં ધન ઝડપથી આવવા લાગે છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં ક્રાસુલા નો છોડ લગાવો ખૂબ જ શુભ ગણાય છે. ક્રાસુલા ને કુબેરાક્ષી અને ધન કુબેર પણ કહેવામાં આવે છે.

એવી માન્યતા છે કે, આ છોડને ઘરમાં લગાવવાથી ધનલાભ પ્રાપ્ત થાય છે. જોકે આ છોડને લગાવતી વખતે ઘણી ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ક્રાસુલા એક ઘેરા લીલા રંગનો અને મખમલી છોડ છે. અને તેનાં પાન પહોળા હોય છે. તે ધાસની જેમ ફેલાય છે. તે જમીન અથવા કૂંડામાં પણ લગાવી શકાય છે.આ છોડને લગાવવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી. આ છોડ તડકા અથવા છાયામાં ક્યાંય પણ લગાવી શકાય છે. તે જ્યાં પણ લગાવવામાં આવે ત્યાં તે ફેલાવા લાગે છે. આ છોડને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર જ પાણી આપવું પડે છે. ફેંગશૂઈ અનુસાર આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પર ડાબી બાજુ માં લગાવો જોઈએ.

આમ આ છોડને મુખ્યત્વે એવી જગ્યા પર લગાવવામાં આવે છે કે, જ્યાં સૂર્યની કિરણો તેના પર પડે. આ છોડને લઈને માન્યતા છે કે, તે પોતાની તરફ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. જ્યારે ઘરમાં વધારે પોઝિટિવ એનર્જી હોય છે ત્યારે ધન પણ આપોઆપ જ આકર્ષિત થઈને આવે છે. તેથી આ છોડ ને ધન ખેચી લાવનાર છોડ પણ કહેવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર જે વ્યક્તિ પોતાનાં ઘરમાં ક્રાસુલા નો છોડ લગાવે છે તેનાં ઘરમાં આર્થિક સમસ્યા રહેતી નથી. તેના ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે. આ છોડ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. તેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જ રહે છે.આ છોડને ઘરમાં લગાવવાથી ધન પ્રાપ્ત થાય છે સાથે જ પરિવારમાં સુખ શાંતિ પણ કાયમ  રહે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં આ છોડ અવશ્ય લગાવવો જોઈએ

.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *