મોઢામાં જોવા મળે આ પ્રકાર નાં લક્ષણો થઈ જાવ સાવધાન, થઇ શકે છે મોઢાનાં કેન્સરનું જોખમ

વર્તમાન સમયમાં લોકો ની જીવનશૈલી એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે, કોઈપણ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય નું બિલકુલ ધ્યાન રાખતું નથી. સમયની સાથે-સાથે લોકો ઘણા પ્રકારની બીમારીઓ થી પીડાતા હોય છે. આમ તો બધી જ બીમારીઓ ખૂબ જ ખતરનાક હોય છે. પરંતુ આ બીમારીઓમાં કેન્સર જેવી બીમારી જીવલેણ બની શકે છે. હંમેશા કેન્સરનું નામ પડતા જ બધા લોકો ગભરાઇ જાય છે. કેન્સર શરીરનાં કોઈપણ ભાગમાં થઈ શકેછે. મોઢાનું કેન્સર પણ થઈ શકે છે. જેને ઓરલ કેન્સર પણ કહેવામાં આવે છે. આ કેન્સરનું જોખમ સૌથી વધારે ભારતમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ભારતમાં વધારે પ્રમાણમાં લોકો ગુટકા, મસાલા, તમાકુ વગેરેનું સેવન કરે છે.
પરંતુ એવું નથી કે તમાકુ નું સેવન કરવાવાળા લોકોને જ મોઢાનું કેન્સર થાય. જી હા, કેન્સર કોઈપણ ને થઈ શકે છે. જો મોઢા નું કેન્સર થાય તો શરૂઆતમાં અમુક સામાન્ય સંકેત જોવા મળે છે. આજે અમે તમને મોઢા નાં કેન્સર નાં શરૂઆત નાં લક્ષણો કયા કયા છે અને કોને મોઢા નાં કેન્સર નું જોખમ વધારે રહે છે. અને તેનાથી બચવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.
મોઢા નાં કેન્સરનાં શરૂઆત નાં લક્ષણો
મોઢા ની અંદર સફેદ દાગ અને નાના-મોટા ઘાવ એ મોઢા નાં કેન્સર નાં લક્ષણો હોઈ શકેછે.મોઢા ની અંદર સફેદ ઘાવ અને ધબ્બા જો લાંબા સમય સુધી રહે તો આગળ જઈને મોઢા નાં કેન્સર ની સમસ્યા થઈ શકે છે. જો કોઈ વસ્તુ મોઢા માંથી પસાર કરવામાં તકલીફ થતી હોય અને મોઢા માંથી દુર્ગંધ આવતી હોય અવાજ માં પરિવર્તન લાગતો હોય અને અવાજ વારંવાર બેસી જવાની તકલીફ થતી હોય તો તે મોઢા નાં કેન્સર નાં લક્ષણો હોઈ શકે છે.
કયા લોકોને મોઢા નાં કેન્સરનું જોખમ વધારે રહેછે
- જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો ને મોઢા નાં કેન્સરનું જોખમ વધારે રહે છે.
- જો મોઢાની સફાઈ સારી રીતે કરવામાં ન આવે તો લાંબા સમય પછી મોઢા ને લાગતાં રોગો અને મોઢા કેન્સર ની શક્યતા રહે છે.
- જે લોકો ગુટખા પાન સોપારી તમાકુ જેવી વસ્તુઓ નું સેવન કરે છે, તેવા લોકોને મોઢા નાં કેન્સર નું જોખમ વધારે રહે છે.
- બીડી, સિગારેટ, શરાબ ,ગાંજા વગેરે નું સેવન કરવાવાળા લોકો ને પણ મોઢા નાં કેન્સર નું જોખમ વધારે રહે છે.
મોઢા નાં કેન્સર થી બચવા માટે શું કરવું જોઈએ
- જો તમે મોઢા નાં કેન્સર થી બચવા માંગતા હોય તો ધૂમ્રપાન અને નશા થી દૂર રહો.
- તમારા મોઢા ની સારી રીતે સફાઈ કરવી દાંત અને મોઢા ની સારી રીતે દિવસમાં બે વાર સફાઈ કરવી જોઈએ જેથી તમે મોઢા નાં કેન્સર થી બચી શકોછો.
- જો મોઢા ની અંદર કોઈપણ પ્રકાર નાં ફેરફાર જોવા મળે તો તુરંતજ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ.
- કોલ્ડ્રિંક્સ, પેકિંગ માં મળતી વસ્તુઓ અને જંક ફૂડ નું સેવન કરવું જોઇએ નહીં.
- જો તમે ફળ, શાકભાજી અને સલાડનું સેવન કરો છો તો તેને સારી રીતે સાફ કરી ઉપયોગ માં લેવું.