મોઢાની દુર્ગંધથી લઇને અનિદ્રા સુધી રાહત પહોચાડે છે જાયફળ, જાણો જાયફળ નાં ફાયદાઓ

દરેક નાં રસોડામાં જે તેજાનાં મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી એક જાયફળ પણ છે તેનાથી રસોઈનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને તેનાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. સાથે જ ભોજનમાં સુગંધ પણ સારી આવે છે. જાયફળ નાં એટલા ગુણ છે કે, તે ફક્ત રસોઈ પૂરતા જ સીમિત નથી શારીરિક બિમારીઓ થી લઇને ત્વચા સંબંધી સમસ્યા સુધી તેનું સેવન અને લેપ કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. ઘણા પ્રકારનાં પોષક તત્વો જેમ કે તાંબુ, મેગ્નેશિયમ, વિટામિન બી ૧ અને વિટામીન બી ૬ વગેરે તેમાં પ્રચુર માત્રામાં હોય છે માટે શિયાળાની સીઝનમાં આપણા વડીલો જાયફળનો ઉપયોગ કરતા હતા. તમને જાયફળ નાં સેવન કરવાથી અને લેપ લગાવવાથી મળતા ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.
અશુદ્ધિઓ દૂર કરે છે
શરીરમાં જે અશુદ્ધિઓ હોય છે જાયફળનું સેવન કરવાથી તે શરીરની બહાર નીકળી જાય છે. કિડની અને લીવર માં જે ઝેરીલા પદાર્થ રહે છે તેને બહાર કાઢવા માટે જાયફળ ઉપયોગી બને છે. જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો જાયફળનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે. એન્ટી બેક્ટેરિયલ ગુણ જાયફળ માં હોય છે જેનાથી મોઢા માં કેટલાક ખરાબ જીવાણુઓ હોય છે તેને તે દૂર કરે છે અને સાથે જ દુર્ગંધ પેદા કરનાર જીવાણુઓને પણ નષ્ટ કરે છે અને મોઢામાં થી આવતી દુર્ગંધ ની સમસ્યાથી રાહત મળે છે.
જૂની ઇજા નાં નિશાન દૂર કરે છે
ઘણીવાર એવું થાય છે કે વાગવાથી તે જગ્યા પર નિશાન થઇ જાય છે ધાવ તો મટી જાય છે પરંતુ તેના નિશાન વર્ષો સુધી રહી જાય છે ડોક્ટર પાસે જવાથી ઘણી પ્રકારનાં ક્રીમ લગાવવા માટે આપે છે પરંતુ ઘણી વાર ક્રીમ શૂટ નથી કરતા એવામાં જો જાયફળ અને સરસવ નાં તેલનું માલિશ કરવાથી ઇજા નાં નિશાન આછા થઇ જાય છે. અને થોડા જ મહિનાઓમાં ગાયબ થઈ જાય છે.
ખીલ માં રાહત
જાયફળને ઘસીને તેનો રસ નિકાળીને દૂધ સાથે મેળવી તેમાં ગુલાબજળ નાખીને ચહેરા પર લગાવવાથી તેનાથી જાયફળ માં રહેલ એન્ટીવાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોનાં કારણે ચહેરા પર મોજુદ ખીલથી છૂટકારો મળે છે. તેને ચહેરા પર લગાવ્યા બાદ થોડીવાર સૂકાવા દેવું પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો આ રીતે ખીલથી પણ છુટકારો મળશે અને ત્વચા ચમકદાર બને છે.
અનિદ્રામાં લાભ
જે લોકોને રાત નાં ઊંઘ ન આવવાના કારણે ખૂબ જ પરેશાની હોય છે તેવા લોકોએ માટે જાયફળ ખૂબ જ ઉપયોગી બની શકે છે. તેના માટે ફક્ત એટલું જ કરવાનું છે કે, જાયફળ ને ઘસીને તેનો રસ ગરમ દૂધમાં ભેળવી રાત નાં સૂતા પહેલા તે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. સૌથી મોટી વાત એછે કે, તેનાથી તમને માનસીક શાંતી પણ મળશે અને તણાવથી પણ મુક્તિ મળશે.
પેરેલિસિસ માં ફાયદો
જાયફળ પેરેલિસિસ માં ખૂબ ફાયદો પહોંચાડે છે. જે લોકોને પેરેલિસિસનો પ્રભાવ શરીર નાં જે અંગ પર થયો હોય ત્યાં જાયફળ પાણી સાથે ઘસીને રોજ લેપ કરવામાં આવે તો તેનાથી ખૂબ જ જલ્દી ચમત્કારિક પરિણામ જોવા મળે છે. તમારે તેનો લેપ બેથી ત્રણ મહિના સુધી નિયમિત રૂપે ધીરજ સાથે કરવો ત્યારબાદ પૂરી સંભાવના રહેશે કે ધીરે ધીરે તમારા અંગો કામ કરવાનું શરૂ કરી દેશે. આ રીતે જાયફળ નાં ઉપયોગથી શરીરને ખૂબ જ ફાયદાઓ મળી શકે છે.