મુકેશ અંબાણી એ જણાવ્યું કે સેંકડો નોકરો હોવા છતાં, પોતાનો રૂમ જાતે જ સાફ કરે છે અંબાણી નાં બાળકો

મુકેશ અંબાણી એ જણાવ્યું કે સેંકડો નોકરો હોવા છતાં, પોતાનો રૂમ જાતે જ સાફ કરે છે અંબાણી નાં બાળકો

મુકેશ અંબાણી ફક્ત અમીર વ્યક્તિ ને સફળ ઉદ્યોગપતિ જ નથી પરંતુ એક શાનદાર ફેમિલી મેન પણ છે. જી હા, મુકેશ અંબાણી પોતાની ફેમિલી લાઈફ માં પોતાની પત્ની નીતા અંબાણી માટે યોગ્ય પતિ છે સાથે જ તેનાં બાળકો માટે એક પરિપૂર્ણ પિતા પણ છે. મુકેશ અને નીતા નાં ત્રણ બાળકો છે. એ ત્રણેય બાળકો નો ઉછેર તેઓ એ એવી રીતે કર્યો છે કે, તેઓ એક યોગ્ય વ્યક્તિ બની શકે. જાણવામાં આવે છે કે નીતા અંબાણી પોતાનાં બાળકો માટે ખૂબ જ સ્ટ્રીક છે. તેમજ મુકેશ અંબાણી એ પોતાનાં બાળકો નો ઉછેર એવી રીતે કર્યો છે, જેને સાંભળી ને તમે હેરાન રહી જશો.આમ તો મુકેશ અંબાણી વિશ્વ નાં સૌથી અમીર વ્યક્તિઓ માં સામેલ છે. પરંતુ તેઓ તેમનાં બાળકો ને સ્કૂલે જવા માટે મોંઘી ગાડીઓ નહીં પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ માં બીજા બાળકો ની જેમ જ સ્કૂલે મોકલતા હતા. આથી બાળકો માં ક્યારેય અહંકાર ની ભાવના ન આવે અને તે પોતાને બીજા બાળકો થી કંઈ ખાસ ના સમજે અને આ સમય દરમ્યાન થતી મુશ્કેલીઓ અને પરેશાનીઓ સાથે સામાન્ય માણસ ની જેમ જિંદગી ને નજીકથી સમજી શકે.

Advertisement

 

જાણવામાં આવ્યું છે કે મુકેશ અને નીતા એ તેનાં બાળકો ને ક્યારેય પણ એશો આરામ ની જીંદગી આપી નથી. સેંકડો નોકરો અને લાખ રૂપિયા સુધી પગાર મેળવનાર નોકરો હોવા છતાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી નાં ત્રણેય બાળકો પોતાનાં રૂમ ની સફાઇ પોતે જાતે જ કરતા હતા. એકવાર નીતા અંબાણી એ પોતાના એક ઈન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે જ્યારે તેનાં ત્રણેય બાળકો આકાશ, અંનત અને ઈશા સ્કૂલે જતા હતા ત્યારે તેને એટલા ઓછા પૈસા દેવામાં આવતા હતા કે તેનાં મિત્રો તેની મજાક ઉડાવતા. મુકેશ અને નીતા અંબાણી એ હંમેશા પોતાનાં બાળકો ને લોકો નું સન્માન કરવું અને સાથે જ તમારા કર્તવ્ય ને સમજી અને તમારું કામ જાતે જ કરવું એવું શીખડાવ્યું છે. મુકેશ અંબાણી હંમેશા પોતાને બાળકો ને એ સમજવાની કોશિશ કરતા હતા કે, નૈતિક મૂલ્યો ને પૈસા નું સન્માન કરવું અને ખોટા ખર્ચાઓ થી દૂર રહેવું. આજ કારણે મુકેશ અને નીતા અંબાણી પોતાનાં બાળકો ને પોકેટ મની માટે ફક્ત પાંચ હજાર રૂપિયા જ આપતા હતા. નીતા અંબાણી એ જણાવ્યું હતું કે એક દિવસ અનંત ની પાસે એટલા ઓછા પૈસા પોકેટ મની હતા કે, તેનાં મિત્રો એ કહ્યું કે “તું અંબાણી છે કે ભિખારી” નીતા જણાવે છે કે અંનતે જ્યારે પોતાની સાથે થયેલ આ ઘટના ની વાત તેઓની સામે કરી ત્યારે તેની પાસે તેને સમજાવવા માટે કોઈ તર્ક ન હતું.

દેશ નાં સૌથી અમીર વ્યક્તિ નાં બાળકો હોવા છતાં આકાશ, અનંત અને ઈશા નો એવી  રીતે ઉછેર કરવામાં આવ્યો છે કે તે હંમેશા “ડાઉન ટુ અર્થ રહે” જણાવી દઈએ કે નીતા અંબાણી મુંબઈ ની એક મિડલ ક્લાસ ફેમિલી માં થી આવે છે. અને તેમનો ઉછેર એક અનુશાસિત પરિવારમાં થી થયો છે. નીતા ને તેનાં ઘર ની બહાર જવા માટે પણ પરવાનગી ન હતી. તેમજ તે સ્કૂલ અને કોલેજ નાં  દિવસો માં મુંબઈ ની લોકલ ટ્રેન અને બેસ્ટ બસ માં જતી હતી. નીતા અંબાણી ની ઈચ્છા એક શિક્ષક બનવાની હતી. પરંતુ ભાગ્ય એવું પલટાયુ કે તે દેશ નાં સૌથી અમીર વ્યક્તિ ની પત્ની બની ગઈ. જણવામાં આવે છે કે, લગ્ન પછી નીતા પોતાનાં ત્રણેય બાળકો ને હોમવર્ક પોતે જ કરાવતી હતી. તેમનો પ્રયત્ન હંમેશા એ જ હતો કે, બાળકો ને ધન-દોલત નો નશો ન ચડે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *