મુકેશ અંબાણી નાં ઘર પાસે ગાડી છોડીને, ઈનોવા કારમાં ભાગ્યો હતો આ વ્યક્તિ, ૨ વાર બદલ્યા ગાડી નાં નંબર

થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીની બિલ્ડીંગની પાસે એક લાવારિસ સ્કોર્પિઓ કાર મળી હતી. જેમાં જીલેટીન અને ધમકી ભર્યો પત્ર રાખેલો હતો. લાવારીસ સ્કૉપિઓને પોલીસે જપ્ત કરી લીધી છે. અને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ ને આ વિષય સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેની તપાસ ચાલુ કરી દીધી છે. આખરે કોણે મુકેશ અંબાણી નાં ઘર પાસે ગાડી છોડી અને આ ધમકી ભર્યો પત્ર લખ્યો છે. અત્યાર સુધી થયેલી તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, આ સ્કોર્પિયો નો ડ્રાઇવર પાછળ ઉભી રહેલી ઈનોવા કારમાં બેસીને ભાગી ગયો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ મુજબ ગાડી ની નંબર પ્લેટ રસ્તામાં ૨ વાર બદલવામાં આવી છે.
જોકે તેના વિશે કોઇ જાણકારી મળી શકી નથી. ક્રાઈમ બ્રાન્ચે ઘટના નાં દિવસની ઘણી સીસીટીવી ફૂટેજ જોઈ છે. પરંતુ અને તેનાં આધારે આરોપીને પકડવા માટે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ઈનોવા કાર માં બે વાર નંબર પ્લેટ બદલવામાં આવી હતી. તેવામાં પોલીસને શંકા છે કે, આ ગાડી ભીવંડી ચોરી કરવામાં આવી હતી. આરોપી થાણા થી આવ્યા અને પાછા થાણા પાસેથી પસાર થયા હતા. શંક નાં આધારે મુંબઇ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને થાણા પોલીસ પણ આ કેસનું ઈન્વેસ્ટીગેશન કરી રહી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ અનુસાર તેમણે જણાવ્યું હતું કે, અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છે. પોલીસની શંક છે કે જે લોકોએ સ્કોર્પિયો કાર માં જીલેટીન છોડ્યું હતું તે માઓવાદી હોઈ શકે છે.
આ તપાસ માટે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ૧૦ ટીમો બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આ બાબતને લઈને પોલીસે ઘણા લોકોની પૂછપરછ કરી છે. અને જે વ્યક્તિ ની સ્કોર્પિઓ કાર હતી. તેનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. સ્કોર્પિયો કાર નાં માલિકે પોલીસને જણાવ્યું હતું કે, રાતના અચાનક તેની કાર ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે તે ગાડી રસ્તામાં છોડીને ટેક્સી લઈને ઘરે આવ્યા હતા. તેમજ બીજા દિવસે ગાડી લેવા માટે ત્યાં ગયા તો ગાડી ત્યાં નહતી. ગાડીના માલિક અનુસાર તેણે તરત જ પોલીસમાં ગાડી ચોરી થયાનો રિપોર્ટ કરાવ્યો હતો. પોલીસ અનુસાર સ્કોર્પિયો કારના નંબર ચોરી થયા બાદ ચાર બદલવામાં આવ્યા હતા.
આરોપીઓએ નંબર પ્લેટ મુકેશ અંબાણીની કંપની અથવા સુરક્ષા ગાડીને મળતી રાખી હતી. આ ઉપરથી ખ્યાલ આવે છે કે, આરોપીઓ ઘણા દિવસથી પ્લાનિંગ કરી રહ્યા હતા. મુંબઈ પોલીસે મંગળવારે આ બાબત પર નિવેદન આપતા કહ્યું હતું કે, જવાબદારીનો દાવો કરતો પત્ર નકલી હોવાનું જણાય છે. હકીકતમાં રવિવારે ટેલિગ્રામ એપ પર પોસ્ટ કરાયેલ એક પત્રમાં જૈશ ઉલ હિન્દ નામની સંસ્થાએ વહન પાર્ક કરવાની જવાબદારી લીધી હતી. જેના પર પોલીસે કહ્યું હતું કે તે દિવસે સાંજે એક અન્ય પત્ર આવ્યો હતો જેમાં એક સમૂહે દાવો કર્યો હતો કે તે અસલી જૈશ ઉલ હિન્દ છે તેમણે અને તેમણે પહેલો સંદેશ મોકલ્યો નહતો અને અંબાણી નાં ઘરની બહાર મળેલ વાહન સાથે તેને કોઇ લેવાદેવા નથી. આ પત્ર પર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, એવું લાગે છે કે આ ફક્ત એક મજાક છે.