મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે આ અભિનેતા, રાજનેતા નાં રૂપમાં કરશે ધમાકેદાર એન્ટ્રી

હિન્દી ફિલ્મ નાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન નાં નકશા પર ચાલતા તેમનાં દીકરા અભિષેક બચ્ચને પણ ફિલ્મોમાં જ કામ કરવાનો નિર્ણય લીધો હતો. અને વર્ષ ૨૦૦૦ માં અભિષેકે ફિલ્મ રિફ્યુજી થી બોલિવૂડમાં પોતાની એન્ટ્રી કરી હતી. પરંતુ ૨૦ વર્ષ નાં કેરિયરમાં હજી સુધી તે પોતાના માતા-પિતાની જેમ પ્રસિદ્ધિ મેળવી શક્યા નથી. પરંતુ તેમના પ્રયાસો હજી સુધી ચાલુ છે. વર્ષ ૨૦૦૦ થી બોલીવુડમાં કેરિયરની શરૂઆત કર્યા બાદ દરેક ને તેમનાથી ખુબજ આશા છે પરંતુ હજી સુધી તેમાં તે સફળ રહ્યા નથી. જોકે તેને ઘણી એવી શાનદાર ફિલ્મો જરૂર કરી છે. અને એક અભિનેતા તરીકે પણ તેમણે સારું કામ કર્યું છે. હવે તે પોતાની એક આગામી ફિલ્મમાં એક દમદાર રોલ નિભાવવા જઈ રહ્યા છે.
જાણકારી મુજબ અભિષેક બચ્ચન આગામી ફિલ્મમાં એક મુખ્યમંત્રી નાં રૂપમાં જોવા મળશે અને ખાસ વાત એ છે કે, તેમની આ ભૂમિકા ઓછુ ભણેલ વ્યક્તિ તરીકે ની રહેશે. આ ફિલ્મનું નામ ‘દસવી’ જણાવવામાં આવી રહ્યું છે આ ફિલ્મ તુષાર જલોટા દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. રાજનેતા નાં રોલમાં અભિષેક ને જોવા માટે તેના ફ્રેન્સ ખૂબ જ આતુર રહેશે. અભિષેક ને રાજનીતિ શૂટ કરશે કે ત્યાં પણ તેને સંઘર્ષ કરવો પડશે. આ વાતની જાણકારી ફિલ્મ રીલીઝ થયા બાદ જ પ્રાપ્ત થશે. જોકે હાલ તો તે તેની આગામી ફિલ્મ ને લઈને ખૂબ જ ચર્ચા છે. જણાવી દે કે, પોતાની આ રાજનીતિ સાથે સંબંધિત આગામી ફિલ્મ માં અભિષેક બચ્ચન એક ભ્રષ્ટ સી એમ ની ભૂમિકા માં જોવા મળશે. તેમાં ભારતીય રાજનીતિને પ્રમુખતા થી દર્શાવવામાં આવશે. અભિષેકે એવા રાજનેતા હશે જેની શૈક્ષણિક યોગ્યતા કોઈ ઊંચી કક્ષાની નહી હોય તે૧૦ ધોરણ ફેઈલ રાજનેતા નાં રોલ માં પડદા પર જોવા મળશે.
તુષાર જલોટા દ્વારા નિર્દેશિત કરવામાં આવેલ આ ફિલ્મ માં શિક્ષણનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને લોકોને તેના પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા છે. રાજનેતા ઓ માટે પણ શિક્ષણ નું માપન હોવું જોઈએ આપણા દેશમાં હંમેશા જોવા મળે છે કે ઓછા ભણેલા લોકો જ રાજનેતા બને છે. આ ફિલ્મ એવા લોકો માટે એક મહત્વપૂર્ણ સંદેશ લઈને આવશે અભિષેક બચ્ચનની આ ફિલ્મ આગ્રા અને દિલ્હી સહિત ઘણી જગ્યાઓમાં શૂટ કરવામાં આવી છે તેની સાથે ફિલ્મમાં અભિનેત્રી તરીકે યામી ગૌતમ જોવા મળશે. અભિનેતા નાં વર્ક ફટ ની વાત કરીએ તો આગામી ફિલ્મ બોબ બિસ્વાસ ને લઈને તે ચર્ચામાં છે નવેમ્બરમાં અભિષેક કલકત્તામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા દિયા અન્નપૂર્ણા ધોષ દ્રારા નિર્દેશિત બોબ બિસ્વાસ માં અભિષેક સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મહત્વપૂર્ણ રોલ માં જોવા મળશે.