મૌની અમાસ નાં દિવસે કરો આ ઉપાયો, દુર થશે દુર્ભાગ્ય

મૌની અમાસ નાં દિવસે કરો આ ઉપાયો, દુર થશે દુર્ભાગ્ય

હિન્દુ ધર્મની મૌની અમાસ નું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. મૌની અમાસ  ૧૧ ફેબ્રુઆરી ના છે. માહ મહિના ની અમાસ ને મૌની અમાસ નામે ઓળખવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં મૌન નું ખૂબ જ મહત્વ ગણવામાં આવેછે. તમને જણાવી દઈએ કે, મૌન એક પ્રકારની તપસ્યા ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ મૌન રહીને જીવન વ્યતીત કરે છે તેને મુનિ કહેવામાં આવે છે. મૌની અમાસ ને પૂર્વજો નાં તહેવાર તરીકે પણ ગણવામાં આવે છે. આ દિવસે દાન, જપ, તપ અને સ્નાન વગેરે નું ખૂબ જ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલ દાન સીધું પૂર્વજોને મળે છે. તમને જણાવી દઈએ કે, આ અમાસ ને મૌની અમાસ કહેવામાં આવે છે આ દિવસે મૌન રહી અને પિતૃઓનું ધ્યાન કરવામાં આવે છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ઉપાયો કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે એટલું જ નહીં પરંતુ દુર્ભાગ્ય થી છુટકારો મળે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે

મૌની અમાસ જગત નાં પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે

તમને જણાવી દઇએ કે, આ અમાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ. પૂજાના સ્થાન પર શ્રીયંત્રની સ્થાપના કરવી જો તમારી પાસે શ્રી યંત્ર ન હોય તો પરેશાન થવાની કોઈ જરૂર નથી તેની જગ્યાએ તમે એક કાગળ પર લાલ શાહી થી યંત્ર બનાવી દેવી લક્ષ્મીજી પાસે રાખીને તેની નિયમિત રૂપથી પૂજા કરવી. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માં લક્ષ્મી નો ઘરમાં વાસ થાય છે અને ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે. આ ઉપાય કરવાથી તમે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીજી નાં પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

ઘરના દરવાજા પર કોડી અને તાંબાનાં સિક્કા લગાવવા

મૌની અમાસ નાં દિવસે કોડીઓ અને એક તાંબાનાં સિક્કાને લાલ દોરામાં લગાવી અને તમારા ઘરનાં મુખ્ય દરવાજા પર લગાવવા આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે અને ઘરની દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થશે.

મૌની અમાસ નાં દિવસે પિતૃઓ નો ફોટો લગાવી

જો તમે લાંબા સમયથી તમારા ઘરમાં પિતૃઓ નો ફોટો લગાવવાનું વિચારી રહ્યા હોય તો તમે મૌની અમાસ દિવસે ઘરમાં ફોટો લગાવી શકો છે આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે. પરંતુ એ વાતનું ધ્યાન રહે કે, પિતૃઓનો ફોટો એ રીતે લગાવવો કે તે દક્ષિણ તરફ જોતા રહે. મૌની અમાસ નાં દિવસે તેમના ચરણ સ્પર્શ જરૂર કરવા.

ઘરમાં ધૂપ કરવો

 

જો તમે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા ઇચ્છતા હોવ તો મૌની અમાસ નાં દિવસે આખા ઘરમાં ગંગા જ છાંટીને ત્યારબાદ કપૂર, લોબાન અને ચંદનનો ધૂપ જરૂર કરવો આ ઉપાય કરવાથી તમારા ઘરની દરેક ખરાબ શક્તિઓનો નાશ થશે.

ઘરના મુખ્ય દરવાજા પર જરૂર કરો આ ઉપાય

મૌની અમાસ નો દિવસ ગુરુવાર નાં દિવસે આવી રહ્યો છે તેથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરી પૂર્વજો નું સ્મરણ કરવું. આ બધું જોઈને તમારા પૂર્વજો જરૂર પ્રસન્ન થશે. મૌની અમાસ નાં દિવસે તમારા ઘરનાં મુખ્ય દરવાજા પર હળદર છાટવાનું ન ભૂલવું. મુખ્ય દરવાજાની સફાઈ કરી અને ત્યાં હળદર છાંટવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાયછે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *