નવા વર્ષમાં અપનાવો આ ૫ વાસ્તુ ટીપ્સ, ક્યારેય નહીં રહે ધનની કમી

નવું વર્ષ આવવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ૨૦૨૦ નાં વર્ષમાં દરેક વ્યક્તિએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેથી દરેક વ્યક્તિ ૨૦૨૧ ની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. નવા વર્ષ ને ખાસ બનાવવા માટે લોકોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે લોકોએ નવા વર્ષના સ્વાગત કરવા માટે પોતાના ઘરને સજાવવાનું શરૂ કરી દીધું છે. જો તમે પણ નવા વર્ષનું સ્વાગત કરવા માટે ઘર ડેકોરેટ કરવાનો પ્લાનિંગ કરી રહ્યા હોય તો વાસ્તુ શાસ્ત્ર નો ખ્યાલ અવશ્ય રાખવો. કહેવામાં આવે છે કે, એવું કરવાથી નવા વર્ષની શરૂઆત ફક્ત સારી જ નહીં પરંતુ આર્થિક રૂપથી પણ લાભકારી થાય છે. જાણો ઘર નવા વર્ષનું સ્વાગત કરવા ઘર ને કઈ રીતે સજાવવું જોઈએ.
આ રંગ નો કરો ઉપયોગ
નવા વર્ષના સ્વાગત માટે સૌથી પહેલાં ઘરની સાફ સફાઈ કરવી ઘરનાં દરેક ખૂણા અને દીવાલો ને સારી રીતે સાફ કરવી. જો તમે ઘણા ટાઈમથી કલર ન કરાવ્યો હોય તો દીવાલો ને કલર પણ કરાવો વાસ્તુ અનુસાર ઘરમાં લાઇટ પેઈન્ટ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે.
મુખ્ય દરવાજાને સજાવવો
નવા વર્ષના સ્વાગત માટે મેઈન ગેઇટ ને સારી રીતે સજાવવો. વાસ્તુ અનુસાર મેઈન ગેઇટ સામે ગંદકી અશુભ માનવામાં આવે છે. તેથી ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેય ડસ્ટબિન રાખવું જોઈએ નહીં.
બંધ પડી ગયેલ ઘડિયાળ
જો તમારા ઘરમાં બંધ પડી ગયેલ કે ખરાબ ઘડિયાળ હોય તો તેને તરત જ રીપેર કરાવી અથવા બદલી નાખવી કહેવામાં આવે છે કે, ઘરમાં બંધ પડેલી ઘડીયાળ રાખવાથી ખરાબ સમય ની શરૂઆત થઈ જાય છે. તેની સાથે જ કોઈપણ ઈલેક્ટ્રીક સામાન જો તૂટેલો હોય તો તેને નવું વર્ષ આવે તે પહેલા ઘરની બહાર મુકી દેવો જોઈએ.
પ્લાન્ટ લગાવો
ઘરને સજાવવા માટે તમે પ્લાન્ટ નો પણ સમાવેશ કરી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર માં પ્લાન્ટ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધ્યાન રહે કે, ઘરના આંગણામાં ગુલ્લર નો છોડ ક્યારેય પણ ન લગાવવો જોઈએ.
તૂટેલા વાસણોને દૂર કરવા
નવા વર્ષના સ્વાગત કરવા માટે પહેલા રસોઈમાંથી તૂટેલા વાસણ હોય તો તેને દૂર કરવા કહેવામાં આવે છે કે, રસોઈમાં તૂટેલા વાસણ રાખવાથી ઘરમાં બરકત રહેતી નથી.