નવા વર્ષમાં આ રાશિના જાતકોને પરેશાન કરી શકે છે શનિની સાડાસાતી જાણો તેનાં સંકેતો અને ઉપાય

નવા વર્ષમાં કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતીની શરૂઆત થવાની છે જેનાં કારણે લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ અનુસાર વર્ષ ૨૦૨૧ માં શનિદેવ મકર રાશિમાં રહેશે અને ૨૩ મે ૨૦૨૧ નાં મકર રાશિમાં વક્રી થઈ ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ માં માર્ગી કરશે અને શનિ ગ્રહ નું આ રાશિમાંથી નીકળવાનાં કારણે ધન મકર અને કુંભ રાશિનાં જાતકો પર અશુભ પ્રભાવ પડશે જ્યારે મિથુન અને તુલા રાશિના જાતકો પર પણ થોડો અશુભ પ્રભાવ જોવા મળશે
જીવનમાં શનિની સાડાસાતી શરૂ થવાના સંકેત દેખાવા લાગે છે. આ સંકેતો ની મદદથી તમને ખ્યાલ આવી જાય છે કે આપણા જીવનમાં શનિની સાડાસાતી શરૂ થઈ ગઈ છે. જે લોકોનાં જીવનમાં શનિની સાડાસાતી શરૂ થઈ ગઈ હોય તેઓને વધારે ઊંઘ આવે છે કોઈ કાર્યમાં મન લાગતું નથી. જાતકને વારંવાર લોઢાની વસ્તુથી ઘા લાગે છે. કોઈ ગરીબ વ્યક્તિ સાથે વિવાદ થાય છે. કોર્ટ કચેરી નાં ચક્કર શરૂ થઈ જાય છે. આ ઉપરાંત અચાનક ધન હાનિ પણ થવા લાગે છે અને દરેક કાર્યમાં નુકસાન થાય છે. જો તમારા જીવનમાં પણ એકદમ થી આ બધી વસ્તુઓ થવા લાગી હોય તો તમારે સમજવું કે તમારા જીવનમાં શનિની ખરાબ દશા શરૂ થઈ ગઈ છે. શનિની ખરાબ દશા શરૂ થાય ત્યારે નીચે જણાવેલ ઉપાયો કરવા આ ઉપાયથી શનિ ગ્રહ શાંત રહેશે અને તમારી રક્ષા થશે.
- શનિ ગ્રહને શાંત કરવા માટે શનિવાર નાં દિવસે પીપળાનાં વૃક્ષની પૂજા કરવી પૂજા કરતી વખતે આ વૃક્ષ પર સરસવ નાં તેલનો દીવો કરવો અને કાળી વસ્તુઓ વૃક્ષને અર્પણ કરવી. શનિ સ્ત્રોત નાં પાઠ કરવા.
- કાળી વસ્તુઓ દાન કરવાથી શનિદેવ શાંત થાય છે તેથી શનિવાર નાં દિવસે કાળી વસ્તુ જેમ કે, કપડા, દાળ વગેરે દાન કરવા.
- શનિદેવની પૂજા કરવાની સાથે જ હનુમાન ચાલીસા નાં પાઠ પણ કરવા હનુમાનજીને પણ સરસવ નાં તેલનો દીવો અર્પણ કરવો. ગરીબોની મદદ કરવી અને અનૈતિક કાર્યોથી દૂર રહેવું. કોઈ સાથે વિવાદમાં પડવા થી બચવું.
- શિવજીની પૂજા કરવાથી પણ શનિ ગ્રહ થી રક્ષણ મળે છે અને આ ગ્રહ તમારા અનુકૂળ બની રહે છે.
- શનિવાર નાં દિવસે ગરીબ લોકોને ભોજન કરાવવું.
- નીચે જણાવેલા મંત્રનો જાપ દર શનિવારનાં દિવસે ઘરે અથવા શનિદેવ નાં મંદિરે જઈને કરવા સૌથી પહેલા સરસવ નાં તેલનો દીવો કરવો ત્યારબાદ મંત્ર કરવાનું શરૂ કરવું.
ॐ शन्नो देविर्भिष्ठयः आपो भवन्तु पीतये। सय्योंरभीस्रवन्तुनः।।
शनि मंत्र
कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।