નવા વર્ષમાં આ ૪ રાશિના જાતકો પર પડી રહી છે રાહુ ની કૃપાદ્રષ્ટિ, જાણો તેમાં તમારી રાશી તો નથી ને

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય અનુસાર પોતાની ચાલ બદલે છે. દરેક રાશિઓ પર તેનો પ્રભાવ અવશ્ય પડે છે. જ્યોતિષ નાં જાણકારોનું કહેવું છે કે, ક્યારેય કોઈ ગ્રહ ખરાબ હોતો નથી પરંતુ તેનાથી મળતું ફળ શુભ અશુભ હોય છે. જ્યોતિષ અનુસાર રાહુ વર્તમાન સમયમાં વૃષભ રાશિ માં ગોચર કરી રહ્યા છે. અને આવનાર વર્ષ ૨૦૨૧ માં પણ રહું વૃષભ રાશિ માં જ રહેશે તમને જણાવી દઈએ કે, રહું વૃષભ રાશી નાં સ્વામી ગણવામાં આવે છે કન્યા રાશિમાં ઉચ નાં અને મીન રાશિમાં નીચ નાં ગણવામાં આવે છે. જો તે પોતાની રાશિ પરિવર્તન કે ગોચર કરે છે તેનો દરેક રાશિઓ પર પ્રભાવ પડે છે. ૨૦૨૧ માં આ રાશિઓ પર રાહુની થશે કૃપા દ્રષ્ટિ
કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકો માટે રાહુ શુભ સાબિત થશે. તમારા જીવન ની સકારાત્મક બાબતો સામે આવી શકશે. તમારી આવક નાં સાધનોમાં વધારો થશે. તમારા શત્રુઓને પરાજિત કરી શકશો. કોર્ટ-કચેરી નાં કામકાજમાં સફળતા મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે જેનાથી તમે આનંદ અનુભવશો. અગાઉ કરેલ રોકાણમાંથી ભારે પ્રમાણમાં લાભ થશે. વાહન સુખની પ્રાપ્તિ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોને રાહુનું શુભ ફળ પ્રાપ્ત થશે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધ કરી રહ્યા હતા તેને સારી નોકરી મળવાની સંભાવના છે. વેપાર માટે લાભદાયી રહેશે અચાનકથી ફસાયેલા નાણા પરત મળી શકશે. કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તાલમેલ બની રહેશે. સામાજિક ક્ષેત્રે માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમારી કોઈ અધુરી યોજના પૂર્ણ થઈ શકશે. જમીન મકાન અંગે ચાલી રહેલ વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. માતા-પિતાનાં આશીર્વાદ મળી રહેશે
કન્યા રાશિ
કન્યા રાશિવાળા લોકો ને રાહુથી સારુ શુભ પરિણામ પ્રાપ્ત થશે ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. માનસિક ચિંતા દૂર થશે. નવવિવાહિત લોકો ને રાહુ નું શુભ ફળ પ્રાપ્ત થશે સંતાન પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ નું મન અભ્યાસમાં કેન્દ્રિત થઈ શકશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. મુશ્કેલ પરિસ્થિતિઓ થી છુટકારો મળશે ધર્મ-કર્મ નાં કામમાં મન પરોવાયેલું રહેશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે રાહુ વરદાન રૂપ સાબિત થશે. તમારા પરાક્રમ માં વધારો થશે. તમારૂ દરેક કાર્ય આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરી શકશો. તમારી અંદર નવી ઉર્જા મહેસૂસ કરશો. અચાનક ધનપ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે પરિવારના લોકો નો સંપૂર્ણ સહયોગ મળી રહેશે. ભાઈ-બહેનોની સાથે ચાલી રહેલ મતભેદ દૂર થશે. તમારી અધૂરી ઈચ્છા પુર્ણ થશે. પ્રેમ સંબંધમાં તમે ભાગ્યશાળી સાબિત થશો. વિવાહયોગ્ય લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.