નવા વર્ષમાં આ કાર્યો કરવાથી બરકત રહે છે, ચાલો જાણીએ શુ કહે છે જ્યોતિષ

પાછલા વર્ષની પરેશાની આ વર્ષે થોડી ઓછી થઇ ના હોય પરંતુ લોકોએ નવા વર્ષનું સ્વાગત નવી આશાઓ અને ઊર્જા સાથે કર્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, આ વર્ષ તેનાં માટે શુભ સમાચાર લઈને આવે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે ચાલો જાણીએ તે ઉપાયો વિશે
ધનપ્રાપ્તિ માટે નાં ઉપાય
રોજ સવારે અને સાંજે દુર્ગા સ્તુતિ કે માં લક્ષ્મી સ્તોત્ર નાં પાઠ કરવા. જ્યોતિષ મુજબ કહેવામાં આવે છે કે, નિયમિત રૂપથી માં લક્ષ્મીજી નાં પાઠ કરવાથી કે સાંભળવાથી દેવી લક્ષ્મી નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહે છે. તમારા ઘરમાં ધન-ધાન્ય ની કમી રહેતી નથી.જ્યોતિષાચાર્ય મુજબ જે લોકોને ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું હોય તેઓએ નવા વર્ષમાં કોઈ નદી કે તળાવ નાં કિનારે માછલીઓ ને લોટની બનેલી ગોળીઓ ખવડાવવી જોઈએ.
બીમારી થી દૂર રહેવાનો ઉપાય
માનવામાં આવે છે કે, જે વ્યક્તિની કુંડળીમાં ગ્રહો નીચા સ્થાન પર બિરાજમાન થાય છે ત્યારે બીમારીઓનું જોખમ વધારે રહે છે. માનવામાં આવે છે કે, ગુરુવાર નાં દિવસે પલાળેલ ચણાની દાળ અને ગોળ જો બીમાર વ્યક્તિ નાં હાથ થી ગાયોને ખવડાવવામાં આવે તો તેનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. આ ઉપરાંત દુર્ગા સ્તુતિ અને દુર્ગા સપ્તશતી નાં પાઠ કરવાથી નવ ગ્રહ શાંત થાય છે. માન્યતા છે કે, આ પાઠ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે.
માનસિક શાંતિ માટે
જ્યોતિષશાસ્ત્રમાં કહેવા આવ્યું છે કે જે લોકોને મેન્ટલ સ્ટ્રેસ રહે છે તેમણે પોતાના હાથ પર સફેદ રંગનો દોરો બાંધવો.અને પોતાના રૂમમાં કપૂર રાખવું. સાથે જ કોશિશ કરવી કે, આસપાસ વધારે ડાર્ક કલર ના હોય. માનસિક અશાંતિ દૂર કરવા માટે સફેદ અને બદામી રંગના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.
લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે
બૃહસ્પતિદેવ કુંડળીમાં મજબૂત હોય તો લગ્નમાં આવનાર વિધ્ન સમાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ નાં લગ્નમાં વિઘ્નો આવી રહ્યા છે તેઓએ સ્નાન કરવાના પાણીમાં હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. જણાવવામાં આવે છે કે, બૃહસ્પતિ ગ્રહ મજબુત અને ઉચ્ચ સ્થિતિમાં આવે તો જે લોકો ના વિવાહ જલ્દી થવાની સંભાવના વધી જાય છે.