નવા વર્ષમાં આ ઉપાયોથી ખુલી જશે ભાગ્ય, થઇ જશે મા લક્ષ્મીની કૃપા

વર્ષ ૨૦૨૦ દરેક વ્યક્તિ માટે મુશ્કેલી ભર્યું રહ્યું છે આ વર્ષે ઘણા લોકોએ વેપાર ક્ષેત્રે ખૂબ જ નુકસાન ઉઠાવ્યું છે તો ઘણા લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી છે. પરંતુ હવે ૨૦૨૦ નાં અંતિમ દિવસો રહ્યા છે અને નવા વર્ષની શરૂઆત થવાની છે. એવામાં ૨૦૨૧ થી દરેક લોકોને ખૂબ જ આશા છે. તો આજે અમે તમને ધન વૃદ્ધિ નાં કેટલાક એવા ઉપાયો જણાવીશું જેનાથી તમને આખું વર્ષ ધનની કમી રહેશે નહીં. ચાલો જાણીએ તે ઉપાયો
ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કરો આ કાર્ય
ઘરની ઉત્તર પૂર્વ દિશા નાં ખૂણામાં ગાય નાં છાણથી લીપણ કરવું ત્યારબાદ દાડમની કલમ થી તે જગ્યા પર ત્રિકોણ બનાવો આ ત્રિકોણ પર તમારી કંપનીનું નામ લખવું અને તેના પર સિંદૂર ચઢાવવું. ત્યારબાદ ત્યાં એક દીપક દીવો કરવો ત્યાં બેસીને પૂરા વિધિ-વિધાન સાથે પૂજા કરવી પૂજા દરમિયાન માં લક્ષ્મી નાં મંત્રોનો જાપ કરવો આ ઉપાય સાત દિવસ સુધી કરવાથી તમને આખું વર્ષ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં
૧ જાન્યુઆરીએ આ ઉપાય કરવો
જો તમારી આજુબાજુ કોઈ ઝાડ હોય તો ત્યાં ચામાચીડિયાનો વાસ હશે. એવા ઝાડ ની એક એક ડાળખી તોડને તમારા ઘર પર લાવી તે ડાળખી નાં બે ટુકડા કરી એક ટુકડો તમારા પૈસા રાખવાનાં સ્થાન પર રાખવો અને બીજો ટુકડો તમારા વ્યવસ્થાએ પ્રતિષ્ઠાન પર રાખવો એટલે કે, દુકાન કે ઓફિસમાં રાખવો. એવું કરવાથી ખૂબ જ લાભ થાય છે આખું વર્ષ ધનની કમી રહેતી નથી.
ઘરની સ્ત્રીઓએ કરવું આ કામ
આખું વર્ષ માતા લક્ષ્મીની આમ લક્ષ્મી નાં આશીર્વાદ મેળવવા માટે નવા વર્ષમાં ઘરની મહિલાઓએ લાલ વસ્ત્રો પહેરવા જોઇએ એવું એટલા માટે કે, લાલ વસ્ત્ર પ્રગતિ અને સુખ સમૃદ્ધિનું પ્રતીક છે આવું કરવાથી સંપત્તિની કમી રહેતી નથી.
પીપળા નાં પાન નો ઉપાય
પીપળા નાં પાનને અભિમંત્રિત કર્યા બાદ તેને કોઈ સારી તિથી પર તમારા પર્સમાં રાખવા આમ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી રહેશે નહીં. માનવામાં આવે છે કે, પીપળા નાં પાનમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. પીપળાના પાનને તેજુરીમાં કે ધન રાખવાની જગ્યા પર રાખવાથી માતા લક્ષ્મી નાં આશીર્વાદ મળી રહે છે અને ધનની કમી રહેતી નથી.
નકામા ખર્ચા થી બચવા માટે
કેટલાક લોકો એવા હોય છે જેની આવક તો સારી હોય છે પરંતુ તેને નકામાં પૈસા બિનજરૂરી ખર્ચાઓ માં જતા રહે છે. એવા લોકોએ ચોખા સાથે જોડાયેલ ઉપાય જરૂર કરવો જોઈએ. એવું એટલા માટે ચોખાને અક્ષત કહેવામાં આવે છે. એટલે કે અક્ષય ફળ દેવા દેનાર વસ્તુ તમે બિનજરૂરી ખર્ચા થી પરેશાન હોવ તો તમારા પર્સમાં ચોખાનાં દાણા રાખવાથી બિનજરૂરી ખર્ચાઓ થશે નહીં.
આ પૈસા ક્યારેય ખર્ચ કરવી નહીં
માતા-પિતાકે ઘર નાં વડીલોએ જે પૈસા આશીર્વાદ રૂપે આપ્યા હોય તેને ખર્ચ કરવા નહી માનવામાં આવે છે કે, તે પૈસાને રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને પર્સ ક્યારેય ખાલી રહેતું નથી. નવા વર્ષમાં ખાસ સમય પર આવી નોટ કે સિક્કાઓને હળદર અને કેસર લગાવી ને પર્સમાં રાખવા તેનાથી બિનજરૂરી પૈસા ખર્ચ થશે નહીં.