નવા વર્ષમાં ધન પ્રાપ્તિ માટે કરો આ અચૂક ઉપાય, ખુશ થઈ જશે માં લક્ષ્મી ની કૃપા

નવા વર્ષમાં ધન પ્રાપ્તિ માટે કરો આ અચૂક ઉપાય, ખુશ થઈ જશે માં લક્ષ્મી ની કૃપા

ધન પ્રાપ્તિ, પ્રગતિ અને સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં કેટલાય ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઉપાયોની મદદથી કોઈ પણ વ્યક્તિ પોતાનાં જીવનમાં ધન પ્રાપ્તિ અને ખુશીઓ મેળવી શકે છે. આ ઉપાય ખૂબ જ અસરકારક છે માટે એકવાર તમે આપ ઉપાય જરૂર કરીને જુવો. નવા વર્ષમાં અચૂક ઉપાય કરવાથી તમારું ભાગ્ય ખુલી જશે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે

નવા વર્ષમાં કરો આ ઉપાય

  • ધન પ્રાપ્તિ અને બીનજરૂરી ધન ખર્ચ રોકવા માટે આ ઉપાય કરવો આ ઉપાય મુજબ દર દર શુક્રવારે પીપળા નાં ઝાડ નું પૂજન કરવું અને પીપળાનાં ઝાડની પૂજા કરતી વખતે તેને દૂધ અર્પણ કરવું ત્યારબાદ ઘીનો દીવો કરવો અને પીપળાનાં ઝાડની ૭ પરિક્રમા કરવી આ ઉપાય સતત ૫ શુક્રવાર સુધી કરવો તેનાથી ધન સાથે જોડાયેલ દરેક પરેશાનીઓને દૂર થશે.

  • વાસ્તુશાસ્ત્ર મુજબ પરિવારમાં શાંતિ અને ખુશી બની રહે માટે તમારા ઘરનાં નળનો  પાણીનો પ્રવાહ હંમેશા ઉત્તર દિશા તરફ રાખવો આ ઉપરાંત છોડને દરરોજ પાણી આપવું શાસ્ત્ર અનુસાર વૃક્ષને રોજ પાણી આપવાથી ધન પ્રાપ્તિ નાં યોગ બને છે.
  • સૂતી વખતે તમારી દિશા નું ધ્યાન રાખવું શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ સૂતી વખતે પોતાનું મસ્તક દક્ષિણ અને પગ ઉત્તર દિશાની તરફ રાખીને સુવું જોઈએ કહેવામાં આવે છે કે, આ દિશામાં સૂવાથી ધન, ખુશી અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે ઘરમાં ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવું જોઇએ. પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી સંપન્નતા આવે છે. દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઇએ નહીં.

  • ઘરમાં પૂજાનું સ્થાન હંમેશાં ઇશાન ખૂણામાં હોવું જોઈએ આ ખૂણો સૌથી શુભ માનવામાં આવે છે. આ ખૂણામાં મંદિર બનાવવાથી પૂજા હંમેશા સફળ રહે છે અને ઘરમાં ખુશી અને સમૃદ્ધિ બની રહે છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાં ક્યારેય મંદિર બનાવવું જોઈએ નહીં જે ઘરમાં ખોટી દિશામાં મંદિર હોય છે ત્યાં બરકત રહેતી નથી.

  • પૂજા ઘરમાં હંમેશા શંખ જરૂર રાખવો જોઈએ માન્યતા છે કે, પૂજા ઘરમાં શંખ રાખવાથી અને તેની રોજ પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને ખુશહાલી બની રહે છે.
  • દરરોજ પૂજા બાદ ઘરમાં ગંગાજળ છાટવું તેનાથી ઘર માં રહેલ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ બની રહે છે.

  • હંમેશા ઝાડુ કાઢતા પહેલા ઘરમાં જળ છાંટવું ત્યારબાદ ઘરમાં ઝાડું કાઢવું એવું કરવાથી ધન ની બરકત રહે છે અનેબિનજરૂરી ખર્ચાઓ દૂર થાય છે

 

  • ઘરની સાફ-સફાઈ રાખવી કારણ કે ગંદા ઘરમાં લક્ષ્મી નિવાસ કરતા નથી અને ઘર નાં સભ્યો નું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે માટે ઘર ની સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવું ઘરની દરરોજ સફાઈ કરવી.

  • રાત નાં સૂતા પહેલા રસોઈ ઘર સારી રીતે સાફ કરવું અને વાસણો ધોઈને રાખવા કેટલાક લોકો રાતનાં જમ્યા બાદ વાસણ સાફ કરતા નથી અને સીધા સૂઈ જાય છે જે વસ્તુ યોગ્ય નથી એવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરેથી ચાલ્યા જાય છે.
  • સાંજનાં સમયે ક્યારેય પણ ઘરમાં અંધારું ન રાખો આ ઉપરાંત જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની રોજ પૂજા કરવી અને તુલસી સામે દીવો જરૂર કરવો એવું કરવાથી ઘરમાં બરકત બની રહે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *