નવા વર્ષમાં તમારી રાશિ મુજબ કરો આ અચૂક ઉપાય, આખું વર્ષ થશે નહીં ધનની કમી

નવા વર્ષમાં તમારી રાશિ મુજબ કરો આ અચૂક ઉપાય, આખું વર્ષ થશે નહીં ધનની કમી

નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને દરેક એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યું છે નવું વર્ષ તમારા માટે ઉત્તમ રહે તે માટે તમારી રાશિ અનુસાર નીચે બતાવેલ ઉપાય કરવા આ ઉપાયો કરવાથી આખું વર્ષ તમને દરેક વસ્તુ મળી શકે છે જે તમે મેળવવા ઈચ્છો છો સાથે જ આર્થિક પરેશાની પણ દૂર થઇ શકે છે.

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોએ નવા વર્ષમાં સૂર્યદેવની પૂજા કરવી અને સૂર્યદેવ ની રોજ પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને આ ઉપરાંત અઠવાડીયા નાં એક દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી અને ગોળ વાળી ખીરનો પ્રસાદ ધરાવવો.

વૃષભ રાશિ

આ રાશિ વાળા લોકો એ શિવજી ની પૂજા કરવી અને દર શુક્રવારે શિવલિંગ પર ચોખા અર્પણ કરવા આ ઉપાય કરવાથી નવા વર્ષમાં તમને આર્થિક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે તેમજ સાચા જીવનસાથી મેળવવા માટે ગૌરી માતાની પૂજા કરીને લાલ રંગની વસ્તુઓ અર્પણ કરવી.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોએ બુધવાર નાં દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી આ ઉપરાંત દેવી દુર્ગા અને ગણપતિની પૂજા કરીને લાલ ફૂલ અર્પણ કરવા આ ઉપાય કરવાથી આર્થિક પરેશાનીઓને દૂર થશે અને તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકોને નવા વર્ષમાં કોઇ આર્થિક મુશ્કેલી ના રહે માટે સવારે ભગવાન કૃષ્ણની પૂજા કરવી પૂજા કરતી વખતે તુલસીપત્ર અને માખણ મિસરીનો પ્રસાદ ધરાવવો

સિંહ રાશી

આ રાશિવાળા લોકોએ ભગવાન સૂર્યનારાયણ ની પૂજા કરવી અને તેને અર્ધ્ય આપવું  અર્ધ્ય આપવાનાં પાણીમાં લાલ રંગના ફૂલ અને ચોખા, સિંદૂર જરૂર નાખવા અર્ધ્ય આપતી વખતે સૂર્યદેવ નાં મંત્રનાં જાપ કરવા અને મંત્રનાં જાપ ૧૧ વાર કરવા ઉપરાંત મંગળવાર નાં દિવસે લાલ ગુલાબનું ફૂલ હનુમાનજીને અર્પણ કરવું. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોએ સંપત્તિમાં વૃદ્ધિ મેળવવા માટે રોજ ગણેશજીની પૂજા કરવી અને સફેદ ચોખા અર્પણ કરવા સાથે જ દર શુક્રવારે લક્ષ્મીજીને કમળ નું ફૂલ અર્પણ કરવું આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધન સાથે જોડાયેલી દરેક પરેશાનીઓનો અંત આવે છે.

તુલા રાશિ

હનુમાનજી ને પાંચ ગુંદી નાં લાડુનો પ્રસાદ પાંચ મંગળવાર સુધી ધરાવવો. શુક્રવાર નાં દિવસે પીપળા નાં વુક્ષ ની અને માં લક્ષ્મીની આરતી કરવી. આ ઉપાય કરવાથી પૈસા સાથે સંબંધિત પરેશાનીઓ દૂર થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકોએ દરરોજ વિષ્ણુની પૂજા કરવી અને તેને તુલસીપત્ર અર્પણ કરવા આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને ધનલાભ માટે અને પરિવારમાં શાંતિ બનાવી રાખવા માટે શ્રી રામજી ની સ્તુતિ નાં પાઠ કરવા.

ધન રાશિ

આ રાશિના જાતકોએ હનુમાનજી નાં દર્શન દરરોજ કરવા અને ગુરુવાર નાં દિવસે પીપળા નાં વૃક્ષ નીચે મીઠાઈ નો પ્રસાદ ધરાવવો. ગુરુવાર નાં દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા અને તે દિવસે કેળાના વૃક્ષની પણ પૂજા અવશ્ય કરવી અને ગરીબો ને કેળા નું દાન કરવું.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોએ રોજ સવારે ગાયત્રી મંત્રનાં જાપ કરવા અને જ્યારે પણ કોઈ જરૂરી કામ પર બહાર જાઓ ત્યારે સફેદ રંગનું ફૂલ લઈને જવું આ ઉપાય કરવાથી જે કાર્ય માટે તમે જઈ રહ્યા હશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

કુંભ રાશિ

ગુરુવાર નાં દિવસે ભગવાન વિષ્ણુ ને કેસરનું તિલક કરવું અને તમારા માથા પર પણ તિલક કરવું. સાંજ નાં સમયે તુલસી માતાજીની પૂજા કરવી અને તુલસીજી ની સામે સરસવનાં તેલ નાં બે દીવા કરવા. ઉપરાંત માં લક્ષ્મીને પેંડા નો પ્રસાદ ધરાવવો આ ઉપાય કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોએ ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુ નાં પાઠ કરવા અને તેની સાથે જોડાયેલ મંત્રજાપ કરવા આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહે છે અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *