નવ માં ધોરણમાં ડાન્સ કરતાં કરતાં ફિલ્મોમાં પહોંચી ગઈ હતી આ અભિનેત્રી, એરપોર્ટ પર ન્હાતી હતી

ટીવી જગત નો સૌથી લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા’ શો માં આવારનવાર સેલિબ્રિટીઓ આવતી રહે છે. જ્યારે પણ કોઈ સેલીબ્રીટી આવે છે ત્યારે તે પોતાનાં અંગત જીવન ની ઘણી વાતો અને યાદો વિશે જરૂર જણાવે છે. ટીવી નાં આ ફેમસ શોમાં હાલમાં જ ફેમસ એક્ટર્સ જયાપ્રદા તેમની મહેમાન બની હતી. જયાપ્રદાએ આ શો દરમિયાન વાતોવાતોમાં પોતાની ઘણી વાતો શેયર કરી હતી. જેના વિશે આજ સુધી જયાપ્રદા નાં ઘરવાળા ને પણ ખબર ન હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને એ વખતે પહેલી ફિલ્મ માટે દસ રૂપિયા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તે તેમનો ડેબ્યુ પ્રોજેક્ટ હતો અને તેમણે તેલુગુ ફિલ્મ થી શરૂઆત કરી હતી.
આ રીતે મળી હતી પહેલી ફિલ્મ
જયાજી ની ફિલ્મની શરૂઆત સ્કૂલથી થઈ હતી જયાપ્રદા નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા તે સમય દરમિયાન તેમણે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન એક ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું ત્યાં તેની ફિલ્મ નાં ડાયરેક્ટર ઓડિયન્સ નાં રૂપમાં પ્રોગ્રામ જોવા આવ્યા હતા તે જયાજી થી એટલા પ્રભાવિત થયા કે, તેમણે જ્યાજી ને જોઈને તેની ફિલ્મમાં ત્રણ મિનિટ માટે ડાન્સ કરવા માટે ઓફર આપી. બસ ત્યાંથીજ એક સ્કૂલની વિદ્યાર્થિની ની અભિનેત્રી બનવાની સફર શરૂ થઈ ગઈ જયાપ્રદા નું સાચું નામ લલીતા રાણી છે.
એરપોર્ટ પર ન્હાતા હતા
જયાપ્રદા એ દિવસોમાં હિન્દી અને સાઉથ બંને ફિલ્મોમાં એક્ટિવ રહીને કામ કરતા હતા. તેના કારણે તેનું શેડ્યુલ ઘણીવાર ખૂબ જ બીઝી રહેતું જયાજી એ કહ્યું હતું કે માટે ટાઇમ મેનેજ કરવા માટે તે એરપોટ પર જ ન્હાતા હતા અને ફ્લાઈટમાં જ મેકઅપ કરતા હતા. તેના જણાવ્યા મુજબ એ સમયે તે એક દિવસમાં ૫ શિફ્ટમાં કામ કરતા હતા ૩૦ વર્ષ ની ફિલ્મી કારકિર્દીમાં તેઓએ ૮ ભાષાઓમાં ૩૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
જયાપ્રદા અને રાજનીતિ
જયાપ્રદા ની રાજનીતિ કારકિર્દીની વાત કરીએ તો તેઓએ ત્યાં પણ સારું એવું કામ કર્યું ૨૦૦૨ થી ૨૦૧૪ સુધી તેઓ ઉત્તરપ્રદેશ ની રામપુર સીટ નાં સાંસદ રહી ચૂક્યા છે. તે સમય દરમ્યાન પણ તે ચર્ચામાં આવ્યા હતા ત્યારે સમાજવાદી પાર્ટી નાં નેતા આઝમખાને જયાપ્રદા વિશે ખરાબ વાત કરી હતી.
આઝમખાન સમાજવાદી પાર્ટી નાં નેતા છે જે હંમેશા પોતાના કડવા વચનો માટે જાણીતા છે. આઝમખાને ચુનાવ દરમ્યાન જનતાને સંબોધીને કહ્યું હતું કે, તમે લોકોએ ૧૦ વર્ષ સુધી જેને લીડરશીપ આપી તેની સચ્ચાઈ જાણવામાં ૧૭ વર્ષ લાગી ગયા હું ૧૭ દિવસમાં જ ઓળખી ગયો કે તેની નીચેનું અંડરવિયર ખાખી કલર નું છે આઝમ ખાનની આ વાત નો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ સમાજવાદી પાર્ટી એ આ વાત પર કોઈ એક્શન લીધી નહોતી. જ્યાજી નો જન્મ એપ્રિલ ૧૯૬૨માં આંધ્રપ્રદેશ નાં રાજા મુધરે જિલ્લામાં થયો હતો તેમનાં પિતાજી કૃષ્ણ રાવ તેલુગુ ફિલ્મ નાં ફાઈનેસર હતા. જ્યાપ્રદા સુંદર હોવાની સાથે સારા અભિનેત્રી પણ છે.