એનસીબી કેસ : ભારતી સિંહ અને તેના પતિ ને આ શરત પર મળ્યા જામીન, એનસીબી એ ઘરે પણ કરી તપાસ

મુંબઈ ડ્રગ્સ બાબતમાં ગિરફતાર થયેલ ફેમસ કોમેડિયન ભારતી સિંહ અને તેનાં પતિ હર્ષ લીમ્બાચીયા ને જામીન આપી દેવાયા છે. જણાવવામાં આવે છે કે, શનિવાર નાં નારર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એ ભારતી સિંહ અને હર્ષ નાં ઘરે તપાસ કરી હતી. ત્યારબાદ ભારતી ને રફતાર કરવામાં આવ્યા હતા. જ્યારે હર્ષ ને રવિવારની સાંજે અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કપિલ ને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે તેઓને જામીન પર છોડવામાં આવીયા છે.
પહેલા જામીન થવાની સંભાવના ન હતી
અગાઉ ભારતી ની જામીન અરજી વિશે કહેવામાં આવ્યું હતું કે, તેની જામીન અરજી મંજૂર થવામાં વિલંબ થઈ શકે છે. સમાચાર એજન્સી એન આઇ નાં વિશેષ સરકારી વકીલ અતુલ સરપાંડે એ જણાવ્યું હતું કે હું આજે અન્ય કામોમાં વ્યસ્ત છું. અમે કોઈ અન્ય તારીખ માટે અરજી કરીશું. જોકે હવે જામીન મળ્યા બાદ હર્ષ અને ભારતી પોતાનાં ઘરે પાછા ફર્યા છે.
ભારતી સિંહ ની પાંચ કલાક પુછપરછ થઈ હતી
ભારતી સિંહ ની શનિવારે એનસીબી ની ટીમે પાંચ કલાક પુછપરછ કરી હતી. એ સમય દરમિયાન ભારતી એ તેનાં પતિ હર્ષ સાથે ગાંજો લેવાની વાત પણ કબૂલી હતી. પુછપરછ બાદ ભારતી સિંહ ને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રવિવારના દિવસે હર્ષ ને પણ અરેસ્ટ કરવામાં આવ્યા હતા.જણાવી દઈએ કે શનિવાર નાં સવારે એનસીબી ની ટીમે ભારતી નાં મુંબઈ સ્થિત ઘર પર કાર્યવાહી કરી હતી. જાણકારી મુજબ ટીમ ની કાર્યવાહી સમય દરમિયાન હર્ષ અને ભારતી સિંહ ઘરે હાજર હતા.
કાર્યવાહી સમય દરમિયાન એનસીબી ને તેમનાં ઘર પરથી ૮૫.૫ ગ્રામ ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો.ભારતી અને હર્ષ ની ગિરફ્તારી ની સાથે જ હવે બોલિવૂડ ની સાથે-સાથે જ ટીવી ઇન્ડસ્ટ્રી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતી નાં લીધે લોકો કપિલ શર્મા નાં શો પર પણ નારાજગી બતાવી રહ્યા છે. જણાવી દઈએ કે ભારતી કપિલ નાં ‘ઘ કપિલ શર્મા શો’ નો હિસ્સો છે.