નેહા કક્કડ બાદ આદિત્ય નારાયણ લગ્ન કરવા જઈ રહ્યા છે, સગાઈ ની ફોટોસ થયા વાયરલ

ટેલિવિઝન જગત માં અત્યારે લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે. નેહા કક્કડ અને રોહન પ્રીત સિંહ પછી હવે ઉદિત નાંરાયણ નાં દિકરા આદિત્ય નાંરાયણ પણ લગ્ન કરવા જઈરહયા છે. આદિત્ય નાં લગ્ન અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે થવાનાં છે. બન્ને નાં લગ્ન ૧ ડિસેમ્બર નાં થશે. કોરોનાં મહામારી નાં લીધે બંનેએ લગ્ન માં ફક્ત પોતાનાં નજીક નાં સંબંધીઓ અને ખાસ મિત્રો ને જ આમંત્રિત કર્યા છે. આદિત્ય નારાયણ નાં ઘરે લગ્ન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ બંને ની સગાઇ થઇ છે. એવામાં બંને ની સગાઈ સેરિમની નાં ફોટાઓ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સગાઈ માં બંને પરિવારો નાં સભ્યો આ ક્ષણ ને માણતા દેખાય છે.
પોતાની સગાઈ સેરીમની માં આદિત્ય એ ગ્રે શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. જ્યારે તેની થનાર પત્ની શ્વેતા સલવાર સુટ માં જોવા મળી છે. બંને નાં હાથ માં શગુન પણ જોવા મળેછે. તેમનાં ફ્રેન્સ ને આ જોડી ખૂબ જ પસંદ આવી છે. તમને જણાવી દઈએ કે આદિત્ય થોડા સમય પહેલા શ્વેતા સાથે નાં પોતાના સંબંધ વિશે સોશિયલ મીડિયા પર જણાવી ચૂક્યા હતા. તેઓએ કહ્યું હતું કે તે લગ્ન ની તૈયારીઓ માં વ્યસ્ત રહેવાનાં છે તેથી થોડા દિવસો માટે સોશિયલ મીડિયા પર થી બ્રેક લે છે.
આદિત્ય અને શ્વેતા એકબીજા ને છેલ્લા ૧૦ વર્ષ થી ડેટ કરી રહ્યા હતા. તેઓની મુલાકાત ‘શાપિત’ ફિલ્મ નાં સેટ પર થઈ હતી. ત્યાંથી જ તે બન્ને ની મિત્રતા પ્રેમમાં પરિવર્તન થઈ હતી. આદિત્ય એ ઈન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે શ્વેતા જેન મોંક ની જેમ છે, જેને મુશ્કેલીઓ થી કોઇ ડર નથી લાગતો. તેમને શ્વેતા ની આજ વાત જ ખૂબ ગમી હતી. શ્વેતા