નીતા અંબાણી નાં ડ્રાઈવર પણ જીવે છે લક્ઝરી લાઇફ, મહિનાની મળે છે આટલી સેલેરી

રિલાયન્સ નાં માલિક મુકેશ અંબાણી દેશ દુનિયામાં એક જાણીતું નામ છે. ભારતમાં તેમનું નામ દરેક લોકો જાણે છે. તેમનું નામ જેટલું મોટું છે તેટલી જ તેમની જાહોજલાલી છે. મુકેશ અંબાણી નો પૂરો પરિવાર પુરી જાહોજલાલી થી પોતાનું જીવન પસાર કરે છે. જણાવી દઈએ કે, અંબાણી ફેમિલી દુનિયાની સૌથી મોંઘી રેસિડેન્સીયલ પ્રોપર્ટી માં રહે છે. જેમાં ૨૭ફ્લોર છે. મુકેશ અંબાણી જેટલા પોપ્યુલર છે તેટલા જ તેમનાં વાઈફ પણ ફેમસ છે. મુકેશ અંબાણી નાં પત્ની નીતા અંબાણી હંમેશા ચર્ચામાં હોય છે. નીતા અંબાણી ન તો ફક્ત પોતાની સુંદરતા નાં કારણે પરંતુ તે એક પાવરફુલ બિઝનેસ વુમન પણ છે.
જણાવી દઈએ કે, નીતા અંબાણી આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ નાં માલકીન પણ છે. જે તે સારી રીતે સંભાળે છે. તેઓં હમેંશા ગરીબોની મદદ પણ કરતા જોવા મળે છે. તેઓએ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ મદદ કરી છે. આ ઉપરાંત અંબાણી પરિવાર દ્વારા ખોલવામાં આવેલ કંપનીઓમાં લાખો લોકો કામ પણ કરી શકે છે. સાથે જ તેમના ઘરે લગભગ ૬00 લોકો કામ કરે છે. કહેવામાં આવે છે કે, અંબાણી પરિવાર પોતાના ઘરમાં કામ કરનાર લોકોનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે.
અંબાણી પરિવાર માં કામ કરવા માટે આપવો પડે છે ટેસ્ટ
મીડિયા રિપોર્ટ અનુસાર અંબાણી નાં ઘર માં કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે. તેમને ત્યાં કામ કરનાર લોકોને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. જેના માટે એક પ્રણાલી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં નીતા અંબાણી નાં ડ્રાઇવર બનવા માટે પણ લોકોએ ઘણાં ટેસ્ટ પાસ કરવા પડે છે. જેના માટે કાયદેસર રીતે કંપનીઓને કોન્ટ્રેકટ આપવામાં આવે છે. અંબાણી પરિવાર નાં ડ્રાઇવર બનાવવા માટે ઇચ્છુક લોકો નાં કંપની ઘણા ટેસ્ટ લે છે એવામાં જે લોકો તે પરીક્ષામાં પાસ થાય છે તેઓને આગળ ટ્રેનિંગ આપવામાં આવે છે. કંપની નક્કી કરે છે કે, ડ્રાઇવિંગ ઉપરાંત ડ્રાઇવર દરેક વસ્તુમાં સક્ષમ હોવો જોઈએ. જેથી રસ્તામાં આવનારી પરેશાનીઓ ને તે હેન્ડલ કરી શકે. મતલબ છે કે, અંબાણી પરિવાર નાં ડ્રાઇવર બનવા માટે લોકોએ ધણા પાપડ વણવા પડે છે. એ જ રીતે અન્ય કામો માટે પણ ટ્રેનિંગ અને ટેસ્ટ આપવા પડે છે. ત્યારે જ જઈને અંબાણી પરિવારમાં એન્ટ્રી મળે છે. જોકે અંબાણી પરિવાર પોતાના સ્ટાફ નું ખૂબ જ ધ્યાન રાખે છે.
નીતા અંબાણી નાં ડ્રાઈવર ની સેલેરી
નીતા અંબાણી નાં ડ્રાઈવર ને દર મહિને ૨ લાખ રૂપિયા સેલેરી આપવામાં આવે છે એટલે કે, નીતા અંબાણી નાં ડ્રાઈવર ની સેલેરી નું પેકેજ ૨૪ લાખ રૂપિયા છે. ફક્ત સેલેરી જ નહિ અંબાણી પરિવાર પોતાના સ્ટાફને એજયુકેશન એલાઉન્સ અને ઇન્સોરીય્નસ જેવી સુવિધા પણ આપે છે. જેથી તે લોકો સારું જીવન જીવી શકે એટલું જ નહીં તેને રહેવાની વ્યવસ્થા પણ અંબાણી પરિવાર કરે છે.
ખબર અનુસાર અંબાણી અંબાણી પરિવાર નાં સ્ટાફ નાં બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે તેમનો ખર્ચો પણ અંબાણી પરિવાર ઉઠાવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, નીતા અંબાણીની ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જેને તેમનાં ફ્રેન્સ ખૂબ જ પસંદ કરે છે. એટલું જ નહીં, ઉંમરની સાથે-સાથે નીતા અંબાણી ની સુંદરતા પણ વધતી રહે છે.