નક્ષત્રો દ્વારા જાણો તમારી ચોરી થયેલી વસ્તુ કઈ દિશામાં ગઈ, પરત મળશે કે નહીં મળે ?

ચોરી એ એક એવી વસ્તુ છે જે આપણામાંથી બધાની સાથે ક્યારેક ને ક્યારેક કોઇને કોઇ જગ્યાએ થઈ જાય છે. જ્યારે કોઈ સામાન ચોરી થઈ જાય છે ત્યારે મનમાં એ વિચાર જરૂર આવે છે કે કદાચ આપણી ચોરાયેલી વસ્તુ પાછી મળી જાય એવામાં આ વસ્તુ નું ભવિષ્ય જાણવા માટે તમે જ્યોતિષ નો આધાર લઇ શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં અલગ-અલગ નક્ષત્રો નાં માધ્યમથી તમારી ચોરી થયેલી વસ્તુ ની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
તેનાં માટે તમને બસ એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે, તમારી વસ્તુ કયા નક્ષત્રમાં ચોરી થઈ છે અને તમે જ્યારે તેને છેલ્લી વાર જોઈ હતી ત્યારે કયુ નક્ષત્ર ચાલી રહ્યું હતું. આમ નક્ષત્રો નાં આધાર થી તમને જાણવા મળી શકે છે કે ચોરી થયેલી વસ્તુ કઈ દિશામાં છે અને ક્યાં સુધી જ માં મળી શકશે. કેટલાક નક્ષત્રો એવા હોય છે કે, જેમાં ચોરી થયેલ વસ્તુ ક્યારેય મળતી નથી.
- રોહિણી, પુષ્પ, ઉત્તરાફાલ્ગુની, વિશાખા, પુર્વાષાઢા, ઘનિષ્ઠા અને રેવતી આ દરેક અંધ નક્ષત્રો ની શ્રેણીમાં આવે છે આ નક્ષત્રમાં તમારી વસ્તુ ચોરાઈ ગઈ હોય તો તે પૂર્વ દિશામાં જાય છે અને જલ્દીથી મળી જાય છે. આ નક્ષત્રોમાં ચોરી થયેલી વસ્તુઓ જ વધારે દૂર જતી નથી. તેથી તેને તમારે આસપાસ જ શોધવી જોઈએ.
- મંદ નક્ષત્ર એટલે કે, મૃગશિરા, આશ્લેષા, અનુરાધા, ઉત્તરાષઢા, શતભિષા,અશ્વિની વગેરે નક્ષત્ર માં ચોરી થયેલી વસ્તુ ૩ દિવસની અંદર મળી શકે છે. આ વસ્તુઓ દક્ષિણ દિશામાં મળે છે. તેને છુપાવવાની જગ્યા હંમેશા રસોઈ, અગ્નિ કે જળ સ્થાન હોય છે.
- મધ્ય લોચન નક્ષત્રોની શ્રેણીમાં આદ્રા, મધા, ચિત્રા, જયેષ્ઠા અભિજીત, પૂર્વાભાદ્રપદ, ભરણી આવે છે આ નક્ષત્રો માં ચોરી થયેલ વસ્તી પશ્ચિમ દિશામાં ગઈ હોય છે. ચોરી થયેલી વસ્તુ ની જાણકારી તમને ૬૪ દિવસો સુધીમાં મળી રહે છે . આ સમય દરમિયાન કોઈ ખબર ન આવે તો સમજવું કે તમારી વસ્તુ તમને ક્યારેય પાછી મળશે નહીં. તમારી વસ્તુ તમારી ખૂબ જ દૂર ચાલી ગઈ હોય છે. તેની મળવાની સંભાવના લગભગ પૂર્ણ થઈ જાય છે.
- સુલોચન એટલે કે પુનર્વસુ, પૂર્વાફાલ્ગુની, મુલ, ઉત્તરાભાદ્રપદ, કૃતિકા નક્ષત્ર માં ચોરી થવું ખુબજ ખરાબ ગણાય છે. આ નક્ષત્રમાં ચોરી થયેલ વસ્તુઓ ચોરી થયા બાદ ઉત્તર દિશામાં જાય છે. જોકે તેનાં કોઈ જાણકારી મળતી નથી. અને ચોરી થયેલી વસ્તુ ફરી પરત મળતી નથી. આ નક્ષત્રમાં જો તમે કોઈ વસ્તુ રાખીને ભૂલી જાવ છો તો, તે વસ્તુ મળવાની સંભાવના સમાપ્ત થઈ જાય છે.