પરણિત મહિલાઓ વાળ ઓળતી વખતે ભૂલથી પણ ના કરે આ ભૂલ નહિતર પતિ થઇ જશે કંગાળ

લગ્ન પછી દરેક સ્ત્રીનાં જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે છે અને તેનું ભાગ્ય તેના પતિ સાથે જોડાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર પત્ની ઘરની લક્ષ્મી હોય છે અને દરેક પતિએ પોતાની પત્નીને ખુશ રાખવી જોઈએ. એજ રીતે પત્નીએ પણ ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ઘરની સ્ત્રી જે કાર્ય કરે છે તેની અસર ઘરના દરેક સભ્યનાં જીવન પર થાય છે. શાસ્ત્રોમાં સ્ત્રીઓનાં વાળની સાથે જોડાયેલ થોડી વાતો જણાવેલ છે, જેનું પાલન દરેક સ્ત્રીએ લગ્ન પછી જરૂર કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ આ નિયમોનું પાલન નથી કરતી તેઓએ જીવનમાં હંમેશા દુઃખનો સામનો કરવો પડે છે.
ઉભા રહીને તમારા વાળ ના ઓળવો, સૌભાગ્યનો નાશ થાય છે
સ્ત્રીઓનાં વાળનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં કરાયો છે અને કહેવામાં આવ્યું છે કે તેઓએ હંમેશા બેસીને વાળ ઓળવા જોઈએ. ક્યારેય પણ ઉભા ઉભા વાળ નાં ઓળવા. ઉભા રહીને વાળ ઓળવા થી સૌભાગ્ય નો નાશ થાય છે. સાથે જ પતિનાં આયુષ્ય પર પણ અસર પડે છે. તેથી લગ્ન પછી દરેક સ્ત્રીએ બેસીને પોતાના વાળ ઓળવા જોઈએ.
સૂર્યાસ્ત પછી વાળ ના ઓળવા
વાળને ઓળવા માટે સવારનો સમય ખૂબ જ ઉત્તમ હોય છે. સવારનાં સમયે વાળ ઓળવાથી ભાગ્ય સારું બની રહે છે. જે સ્ત્રીઓ રાતના સમયે વાળ ધોવે છે તથા ઓળાવે છે તેના ઘરમાં હંમેશા દુઃખનો વાસ થઈ જાય છે. એટલા માટે હંમેશા દિવસના સમયે જ વાળમાં કાંસકો કરો અને ક્યારેય પણ રાતના સમયે વાળ ને અડો પણ નહિ.
એક હાથેથી જ માથું ખંજવાળો
માથાની ખંજવાળ હંમેશા એક હાથે જ કરવી જોઈએ. જે મહિલાઓ બંને હાથથી વાળને ખંજવાળે છે તેમને ધનની હાનિ થઈ જાય છે. વિષ્ણુપુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે ક્યારેય પણ સ્ત્રીઓએ બંને હાથે વાળ ના ખંજવાળવા જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ધનનું નુકસાન થાય છે અને દરિદ્રતાનો વાસ થાય છે.
યોગ્ય દિશામાં બેસીને સિંદૂર લગાવો
સ્ત્રીઓએ પોતાના વાળ ઓળતી વખતે દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય પણ ખોટી દિશા તરફ મોઢું રાખી વાળ ના ઓળવા જોઈએ. શાસ્ત્રો અનુસાર ઉત્તર દિશામાં બેસીને જ વાળ ઓળાવો અને આ દિશા તરફ મોઢું રાખીને જ સિંદૂર લગાવો. ઉત્તર દિશા શિવ-પાર્વતીની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં બેસીને સિંદૂર લગાવવાથી શિવ-પાર્વતીનો આશીર્વાદ મળે છે. તે માટે હંમેશાં આ દિશા તરફ મોં કરીને સિંદુર લગાવો અને ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ મોં કરીને સિંદૂર લગાવવાની ભૂલ ના કરો.
સૂતી વખતે ના રાખો ખુલ્લા વાળ
રાત્રે સૂતી વખતે તમારા વાળને હંમેશા બાંધીને રાખો ક્યારેક વાળને ખુલ્લા રાખીને સૂવાની ભૂલ ના કરો. રાત્રિના સમયે વાળ ખુલ્લા રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને જીવનમાં ધનની કમી થવા લાગે છે એટલું જ નહીં પતિ-પત્નીનાં સંબંધોમાં પણ અણબનાવ થાય છે.
આડી પાથી ના પાડો
સ્ત્રીઓએ હંમેશા સીધી પાથી પાડવી જોઈએ. આડી પાથી પાડવાથી પરિવારમાં હંમેશા લડાઈ થતી રહે છે અને પતિ-પત્ની વચ્ચે તણાવ બની રહે છે. સમુદ્ર્શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ કરતાં જણાવવામાં આવ્યું છે કે આડી પાથી પાડવાથી સંબધમાં અંતર આવી જાય છે અને તણાવ વધે છે. તેથી પાથી હંમેશા સીધી જ પાડો.
હંમેશા વાળ ખુલ્લા ના રાખો
શાસ્ત્રો અનુસાર મહિલાઓએ લગ્ન પછી હંમેશા વાળ બાંધીને રાખવા જોઈએ. જે સ્ત્રીઓ હંમેશા વાળ ખુલ્લા રાખી છે તેમના પતિનાં આયુષ્ય પર તેની અસર થાય છે.