પરેશાનીમાં મૂકી શકે છે આ પ્રકાર નાં લોકો ની મિત્રતા, જાણો શું કહે છે વિદુરજી

જે પ્રકારે ચાણક્ય નીતિમાં આચાર્ય ચાણક્ય નાં વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે જ પ્રકારે વિદુર નીતિમાં મહાત્મા વિદુર દ્વારા જણાવવામાં આવેલ વિચારો નો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદુરજી ને બુદ્ધિજીવી ગણવામાં આવતા હતા તેથી આજે પણ લોકો તેમનાં વિચારો જાણવાનું પસંદ કરે છે. દાસી નાં પુત્ર હોવાના કારણે તે રાજા બની શક્યા ન હતા. તેમ છતાં પણ હસ્તિનાપુર પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો ન હતો. ફક્ત પાંડવો જ નહિ રાજા ધુતરાષ્ટ્ર અને કૌરવો પણ તેમની સલાહ માનતા હતા. તેનામાં એટલી સમજદારી હતી કે પિતામહ ભીષ્મ પણ મહત્વ ની વાતો ની ચર્ચા તેમની સાથે કરતા હતા.
મહાત્મા વિદુર દ્વારા આ વાત જણાવવામાં આવી છે કે, જો મનુષ્ય પોતાની ભલાઈ ઈચ્છતો હોય તો તેણે અમુક પ્રકાર નાં લોકો થી દૂરી બનાવી રાખવી જોઈએ. આ લોકો ફક્ત પોતાના માટે નહિ પરંતુ બીજા માટે પણ પરેશાનીનું કારણ બની શકે છે. ચાલો જાણીએ આ પ્રકાર નાં લોકો વિશે વિસ્તારપૂર્વક
પરિશ્રમથી ભાગવાળા લોકો
કહેવામાં આવે છે કે, જે લોકો મહેનત થી દૂર ભાગે છે તેઓ બીજાને પણ મહેનત કરવા દેતા નથી. એવા લોકો ખુદ તો પોતે સફળતાનો સ્વાદ નથી ચાખી શકતા અને બીજાને પણ સફળ થવા દેતા નથી. તેથી કોશિશ કરવી કે, આવા લોકોથી દૂર રહેવું જોઈએ. કારણકે તે તમને સફળ થવા દેશે નહીં એટલું જ નહીં કામચોર લોકોથી માં લક્ષ્મી પણ પ્રસન્ન થતી નથી.
સ્વાર્થી વ્યક્તિ
વિદુરજી એવા લોકોથી દૂર રહેવાની સલાહ આપે છે કે, જે ફક્ત પોતાના વિશે જ વિચારે છે એવા લોકો પોતાનાં સ્વાર્થ માટે કંઈપણ કરી શકે છે. પોતાની નજીક નાં લોકોનો પણ તે ફાયદો ઉઠાવવાનો ચૂકતા નથી વિદુરજી અનુસાર કહેવામાં આવે છે કે, આ લોકો ફક્ત પોતાનું જ હિત ઈચ્છે છે ભલે પોતાના હિત પાછળ બીજાનું ખરાબ થઈ જાય તે વાતથી તેને કોઈ ફરક પડતો નથી. જે લોકો સ્વાર્થમાં આંધળા બની ગયા હોય તેને દરેક સંબંધ ખોટા લાગે છે.
લાલચી લોકો
વિદુરનીતિ માં જણાવવામાં આવ્યું છે કે, લાલચી લોકો સાથે મિત્રતા રાખવી જોઈએ નહીં. તે પોતાની ખોટી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે સંબંધોનો ફાયદો ઉઠાવી શકે છે આ જ કારણે તેવા લોકો વિશ્વાસપાત્ર હોતા નથી. લાલચ ના કારણે તે લોકો ની આંખો પર એવો પડદો પડી ગયો હોય છે કે, જેના કારણે તે લોકો સાચા ખોટાનો ફરક પણ ભૂલી જાય છે.