પરિવારનો સાથ અને સહયોગ શા માટે જરૂરી છે, જાણો શું કહે છે જયા કિશોરીજી

જયા કિશોરીજી કહે છે કે, દરેક વ્યક્તિએ પોતાનાં પરિવારની સાથે જ રહેવું જોઈએ તેઓ જણાવે છે કે, જિંદગીનાં ઉતાર-ચડાવ ભરેલા સફર માં જે સાથ, પ્રેમ અને પોતાપણું તમને પરિવાર દઈ શકે છે તે કોઈ બીજું દઈ શકતું નથી. જયા કિશોરીજી એક પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ ઓરેટર અને કથા વાંચીકા છે. તેમના લાખો અનુયાયીઓ છે. સોશિયલ મીડિયા પર પણ તેમનાં લાખો ફોલોઅર્સ છે. તેમના અનુયાયીઓ તેમની અલગ અલગ વિષય પર ની કથાઓ, પ્રસંગો અને વિચારો ખૂબ જ પસંદ કરે છે. કહેવામાં આવે છે કે, જયા કિશોરીજી જટિલ માં જટિલ વિષયો ને પણ એટલી સરળતાથી સમજાવી છે કે, વ્યક્તિને પરેશાનીમાંથી નીકળવાનો માર્ગ સરળતાથી મળી શકે છે. એ જ વિષયોમાં થી એક વિષય છે પરિવારનો સાથ જયા કિશોરીજી કહે છે કે, દરેક વ્યક્તિએ પોતાના પરિવારની સાથે જ રહેવું જોઈએ.
એ વિષય પર રામાયણ નો એક પ્રસંગ સંભળાવતા તેઓ પરિવારનું મહત્વ જણાવે છે. પ્રસંગ શરૂ કરતા જય કિશોરીજી કહે છે કે, રાવણ પર વિજય મેળવ્યા બાદ રાવણ શ્રી રામ ને કહે છે કે, હું તમારાથી ઉંમરમાં મોટો છું અને ખૂબ જ જ્ઞાની પણ છું મારી પાસે સોનાની લંકા પણ હતી હું તમારા પર વિજય મેળવી શક્યો હોત પરંતુ મારી હારનું કારણ ફક્ત એ છે કે, યુદ્ધમાં તમારા ભાઈ લક્ષ્મણ તમારી સાથે છે અને મારો મારો ભાઈ મારાથી વિરુદ્ધ હતો. આ પ્રસંગને સંભળાવતા કિશોરીજી કહે છે કે, જીવનમાં કોઈપણ નાના મોટી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે તેમાંથી તેજ સફળતાપૂર્વક પસાર થઈ શકે છે જેનો પરિવાર તેની સાથે હોય.
પરિવાર ની એકતામાં બળ હોય છે જે વ્યક્તિ સાથે તેનાં પરિવારનો સાથ હોય તે વ્યક્તિ જીવનમાં કોઈ પણ પરેશાનીથી હારી શકતો નથી. એવા વ્યક્તિ ને અવશ્ય જીત પ્રાપ્ત થાય છે. કિશોરીજી પરિવાર નું મહત્વ બતાવે છે તે કહે છે કે, કોઈપણ વૃક્ષ કાપવાની ઘટના ન બને જો કુહાડી પાછળથી લાકડા નાં હિસ્સાની બનેલી ના હોય જ્યાં સુધી પરિવાર તમારી વિરુદ્ધ નહીં હોય ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. જયા કીશોરીજી આગળ જણાવે છે કે, જો આ આદર્શ પર ચાલવામાં આવે તો કોઈપણ પરિવાર નાં વ્યક્તિઓ એકબીજાથી અલગ નહીં થાય.