પરણિત સ્ત્રીઓ એ લગ્ન પછી આ ૭ વસ્તુ, ભૂલી ને પણ કોઈ સાથે શેયર ન કરવી જોઈએ.

પરણિત સ્ત્રીઓ હંમેશા પોતાની આસપાસ પાડોશીઓ ની સ્ત્રીઓ સાથે પોતાની વસ્તુ શેયર કરતી હોય છે. જેમ કે કોઈ પાડોશી એ કે સંબંધી એ કહ્યું કે મને તમારી માથા પરની બિંદી ખૂબ જ સારી લાગી છે કે, તમારા હાથની બંગડીઓ ખૂબ સારી છે, તો આ સાંભળીને તે ફટાફટ ઉતારી ને આપશે. આવું કરી ને તે પોતાનો વ્યહવાર સાચવવામાં સફળ રહે છે. પરંતુ પરણિત સ્ત્રીઓ એ પોતાની અમુક ચીજવસ્તુ કોઈ સાથે શેયર કરવી જોઈએ નહીં આવું કરવાથી તમારુ લગ્નજીવન કમજોર થાય છે સાથે સૌભાગ્ય પર ખરાબ દ્રષ્ટિ પડે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સ્ત્રીઓ એ પોતાનાં મિત્રો અને સંબંધીઓ સાથે કઈ વસ્તુઓ શેર કરવી જોઈએ નહીં.
સિંદુર
સિંદૂર પરણિત સ્ત્રીઓ માટે પ્રેમની સૌથી મોટી નિશાની છે. એટલા માટે તમારા સિંદૂર ને કોઈને ન આપવું જોકે તમે નવી સિંદૂર ની ડબી લઈને આપી શકો છો. આ ઉપરાંત કોઈ બીજા સામે તમારા સેથી માં સિંદૂર લગાવવું નહીં.
લગ્ન નું પાનેતર
પરણિત સ્ત્રીઓ એ પોતાનાં લગ્ન ની ઓઢણી કે પીળી સાડી જે કપડાં પોતાનાં લગ્ન નાં દિવસે પહેર્યા હોય તે બીજા કોઈ ને આવવા નહીં. માનવા માં આવે છે કે આવું કરવાથી તેનાં સૌભાગ્ય પર જોખમ આવે છે.
કાજલ
કાજલ ફક્ત આંખો ની સુંદરતા માં જ વધારો નથી કરતું પરંતુ બીજા લોકો ની ખરાબ દ્રષ્ટિ થી પણ આપણ ને સુરક્ષા આપે છે માનવામાં આવે છે કે પરણિત સ્ત્રીઓ ક્યારે પણ ભૂલી ને પોતાનું કાજલ બીજાને આપવું નહીં. આવું કરવાથી તેનાં પતિ નાં પ્રેમને નજર લાગે છે અને ઝઘડા શરૂ થઈ જાયછે.
માથાની બિંદી
પરણિત સ્ત્રીઓ માટે પોતાનાં માથાની બિંદી સૌભાગ્ય ની સૌથી મોટી નિશાની છે. એવામાં પોતાની બિંદી કોઈને આપવી નહીં. માનવામાં આવે છે કે પોતાને બિંદી ઉતારી ને બીજાનાં માથા પર લગાવવા થી તમારા પતિ નો પ્રેમ તમે તેની સાથે વેચો છો. તમે જો કોઈને બિંદી દેવા ઈચ્છો તો નવું પેકેટ ખરીદીને આપવું.
મહેંદી
મહેંદી નો રંગ જેટલો સારો આવે એટલો જ તે સ્ત્રી ને તેનો પતિ વધારે પ્રેમ કરે છે. જો તમે કોઈ ની સાથે તમારી મહેંદી શેયર કરો છો તો તમારા પતિ નો પ્રેમ પણ ઓછો થાય છે. એવામાં તમારા હાથ પર લગાવ્યા પછી વધેલી મહેંદી ક્યારે પણ કોઈ સ્ત્રી ને આપવી નહી.
હાથ ની બંગડી
કહેવામાં આવે છે કે બંગડી અને પાયલ ની ખનક મહિલા નાં જીવન માં ખુશીઓ લાવે છે. હંમેશા જોવા મળે છે કે સ્ત્રીઓ પોતાનાં કપડાં સાથે મેચિંગ નાં ચક્કર માં બીજાની બંગડી અને પાયલ પહેરતી હોય છે. જ્યારે આવું કરવું અશુભ ગણાય છે. કોઈ ને પોતાની બંગડી અને પાયલ આપવી નહીં.
સેથા પર નો ટીકો
પરણિત સ્ત્રીઓ એ પોતાનાં સેથા પર નો ટીકો કોઈ ને આપવો અપશુકન ગણાય છે. કોઈ ને માથા પરનો ટીકો આપવા થી પતિ-પત્ની વચ્ચે દરાર આવે છે.