કોઈ પણ સંબંધોનો આધાર વિશ્વાસ પર ટકી રહેલ છે. જો તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ કરતા નથી તો તે સંબંધ કમજોર થવા લાગે છે. હંમેશા જોવા મળે છે કે, કપલ્સ એકબીજા સાથે સંબંધો કાયમ કરી લે છે. પરંતુ એકબીજા પર વાત વાત પર શંકા કરેછે. ‘મારો પાર્ટનર મને સાચો પ્રેમ કરે છે કે નહી’. આ સવાલનો જવાબ જાણવાની ઇચ્છા દરેક ને હોય છે. એવામાં આજે અમે તમને તેની એક રીત જણાવવા જઈ રહ્યા છીએ.
આ રીતે જાણો પાર્ટનર સાચો પ્રેમ કરે છે કે નહીં
પહેલો ટેસ્ટ
આ ટેસ્ટમાં તમારે જોવાનું છે કે, તમારો પાર્ટનર તમારી ફીલિંગ ને સમજે છે કે નહીં. મતલબ તમે ખુશ છો, દુઃખી છો કે કોઈ પણ વસ્તુની જરૂર છે. તે તમારા બોલ્યા વગર સમજી જાય. જો તે તમારી આંખો અને બોડી લેંગ્વેજ ની ભાષા સારી રીતે સમજી શકે છે તો તેનો મતલબ છે કે, તમને સાચો પ્રેમ કરે છે. એવા લોકો પ્રેમમાં ક્યારેય પોતાના પાર્ટનરનો વિશ્વાસઘાત કરતા નથી. તેને દગો આપતા નથી. જિંદગી ભર તેને વફાદાર રહે છે.
બીજો ટેસ્ટ
જ્યારે પણ તમે મુસીબતમાં હોવ ત્યારે તમારા પાર્ટનર તમારો ખ્યાલ રાખે છે. તમારા પાર્ટનર ખ્યાલ રાખે છે જેમ કે તમે બીમાર છો તો તમારા દવા પાણી ની દેખરેખ કરે છે કે નહીં કે ફોર્માલિટી નિભાવે છે. તમારા દુઃખી થવા પર તે દુઃખી થાય છે કે નહીં. તમારી ખુશીમાં તેને ખુશી મળે છે કે નહીં. તમારી સમસ્યાનું સમાધાન કરે છે કે તેને ઇગ્નોર કરે છે. આ દરેક વાત નક્કી કરે છે કે, તમારો પાર્ટનર તમને સાચો પ્રેમ કરે છે કે ફોર્માલિટી વાળો.
ત્રિજો ટેસ્ટ
તમારે એ વાત નોટીસ કરવી કે, તમારા પાર્ટનર ને તમારી નાની નાની વાતો થી ખરાબ લાગે છે કે નહી. સાચો પ્રેમ એ છે જે પોતાની સાથીની વાત નું ક્યારેય ખરાબ લગાડતા નથી. જો કોઈ વાત પસંદ ન પણ હોય તોપણ તે ગુસ્સો કરતા નથી. પરંતુ પ્રેમથી સમજાવે છે. એક સાચા પ્રેમની આ આદત તેને બીજાથી અલગ બનાવે છે. જો તમારા પાર્ટનર આ ટેસ્ટમાં પાસ થઈ જાય છે તો તમે તેની સાથે જીવનભર ખુશ રહેશો. તમારા વચ્ચે ક્યારેય લડાઈ-ઝઘડા નહીં થાય.
આશા છે કે, તમને આ ૩ ટેસ્ટ પસંદ આવી હશે. તો વાર ન લગાવતા ફટાફટ આ ટેસ્ટ પોતાના પાર્ટનર પર કરો અને જુઓ કે તમને સાચો પ્રેમ કરે છે કે ટાઈમપાસ જ કરી રહ્યા છે.