પત્ની એ પતિ નાં લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે કરાવ્યા, પતિ નાં પ્રેમ માટે પોતે આપ્યા છૂટાછેડા

પત્ની એ પતિ નાં લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે કરાવ્યા, પતિ નાં પ્રેમ માટે પોતે આપ્યા છૂટાછેડા

તમે બધા એ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ જોઈએ હશે. આ ફિલ્મ માં અજય દેવગણ નાં લગ્ન એશ્વર્યા રાય સાથે થાય છે. જોકે જ્યારે તેને ખબર પડે છે કે એશ્વર્યા સલમાન ખાન ને પ્રેમ કરે છે. ત્યારે તે પોતે જ તેનાં પ્રેમ ને ગોતવા અને લગ્ન કરાવવા જાય છે. જો આ વસ્તુ રિયલ લાઇફ માં એક પત્ની પોતાનાં પતિ નાં લગ્ન તેની પ્રેમિકા સાથે કરાવીયા. એ વાત કહેવામાં આવે તો ઘણા લોકો તેનાં માટે રાજી નહીં થાય. જો કે મધ્યપ્રદેશ માં આવો જ કિસ્સો બન્યો છે.હકીકત માં મધ્યપ્રદેશ માં ભોપાલ શહેર માં એક ખૂબ જ અજીબ બાબત બની છે. અહીં એક સ્ત્રી એ પોતાનાં પતિ ને એટલા માટે છૂટાછેડા આપ્યા કે તેની પ્રેમિકા સાથે લગ્ન કરી શકે. આ સ્ત્રી નાં લગ્ન ને ત્રણ વર્ષ થઇ ગયા હતા. પતિ તેની પત્ની અને ગર્લફ્રેન્ડ બંને સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. તે કોઈ એક ને પણ છોડવા માંગતો ન હતો. જોકે ભારતીય કાયદા કાનુન માં આને અપરાધ ગણાય છે. એવામાં પત્ની એ સમજદારી અને મોટપ બતાવી અને પતિ ને છુટાછેડા આપી અને તેની પ્રેમિકા ની સાથે તેનાં લગ્ન કરાવ્યા.

Advertisement

જ્યારે સોશિયલ પર મીડિયા પર આ અનોખી અને દિલદાર પત્ની ની વાત ની ખબર પડી ત્યારે લોકો એ તેની ખૂબ જ પ્રશંસા કરી. લોકો એ કહ્યું કે આ એક પત્ની ની મહાનતા છે.  તેણે તેનાં પતિ નાં દિલ ની વાત સમજી અને આ નિર્ણય લીધો. ત્યાં જ બીજા ઘણા લોકો એ પત્ની ને બીબી નંબર વન કહ્યું. જોકે ઘણા લોકો એ પણ કહ્યું કે જ્યારે પતિ કોઈ બીજી છોકરી સાથે પ્રેમ કરતો હતો તો સ્ત્રી એ તેની સાથે લગ્ન શું કામ કર્યા. કદાચ જબરજસ્તી થી અરેન્જ મેરેજ કરવામાં આવ્યા હશે. ભારત માં ઘણા એવા કિસ્સા છે, જેમાં છોકરા અને છોકરીઓ ને માતા પિતા ના દબાવ માં આવી ને લગ્ન કરવા પડે છે. પછી થી તેઓનું તેનું અફેર તેની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે ચાલુ રહે છે. તેનાં લીધે તેનું લગ્નજીવન પણ બરબાદ થાય છે. ઘણીવાર મારપીટ જેવી પરિસ્થિતિ સર્જાય છે. જોકે ભૂતકાળ માં આ કેસ માં પત્ની સમજદાર નીકળી અને પતિ ને આસાની થી તેની પ્રેમિકા મળી ગઈ. આપણે

સમજી શકીએ કે આ મહિલા નાં હૃદય પર શું વિતીયું હશે. જ્યારે તેને ખ્યાલ આવ્યો હશે કે તેનો પતિ બીજી કોઈ છોકરી ને પ્રેમ કરે છે. સ્ત્રી જે રીતે આ પરીસ્થિતિ ને સંભાળી છે તે  પ્રશંસનીય છે. તમને શું લાગે છે કે, આ સ્ત્રી એ તેનાં પતિ નાં બીજા લગ્ન કરાવી ને બરાબર કર્યું કે નહીં ?

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *