પત્ની અને સાસુ નાં કારણે અક્ષય કુમાર ને મજબૂરીમાં કરવું પડેછે આ કામ, કહ્યું ખૂબ જ મુશ્કેલ છે

૩૦ વર્ષોથી હિન્દી સિનેમા પર પોતાની શાનદાર એકટીગ અને કોમેડી થી રાજ કરી રહેલ સુપર સ્ટાર અક્ષય કુમાર વર્ષ નાં ૩ થી ૪ ફિલ્મો કરવા માટે જાણીતા છે. એના જેટલું કામ કોઈ બીજા અભિનેત્રા કરી શકતા નથી. દરેક સમયે અક્ષય કુમાર ચર્ચામાં બની રહે છે. હાલમાં જ તેની આવનારી આ વર્ષની ચાર ફિલ્મો રિલીઝ ની ડેટ જણાવવામાં આવી હતી. તેમાંથી બહુપ્રતિક્ષિત ફિલ્મ સૂર્યવંશી પણ સામેલ છે. મહત્વની વાત છે કે, અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં હિન્દી સિનેમાં નાં પહેલા સુપરસ્ટાર રહી ચૂકેલ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા ની દીકરી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. અક્ષય કુમારે હાલમાં જ પોતાની સાસુ અને પત્ની સાથે જોડાયેલ એક કિસ્સો વાયરલ કર્યો હતો.
જેમાં ખેલાડી કુમારે જણાવ્યું હતું કે, પત્ની અને સાસુને લીધે તેણે એક કામ માં સહન કરવું પડે છે. આ વાતનો ખુલાસો કર્યો હતો કે, પોતાની પત્ની ટ્વિંકલ અને સાસુ ડિમ્પલ કાપડિયા ખુબજ સ્ટાઈલીશ છે. એવામાં પોતાને પણ તેની સ્ટાઈલની બરાબર પોતાની સ્ટાઈલ રાખવાની હોય છે. અક્ષય કુમાર કહે છે આ જ કારણે મારે સ્ટાઇલિશ કપડાં પહેરવા પડે છે. પરંતુ મને તે પસંદ નથી. જો કે પત્ની અને સાસુ નાં કારણે એવું કરવું પડે છે. પોતાની એક વાતમાં જણાવ્યું હતું કે, તે પોતાની પત્ની ડિમ્પલ ની દરેક વાત માને છે. મારે શું પહેરવું, એ પણ ડિમ્પલ જ નક્કી કરે છે. પત્ની અને સાસુને કારણે મારે પણ તેમની સ્ટાઇલ સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે છે.
અક્ષયકુમાર મુજબ તેમનાં માટે આ ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. મહત્વની વાત છે કે, અક્ષય કુમારે હિન્દી સીનેમા માં પોતાની કારકિર્દી ની શરૂઆત વર્ષ ૧૯૯૧ માં આવેલી ફિલ્મ ‘સૌગંધ’ થી કરી હતી. પોતાના ૩૦ વર્ષ નાં ફિલ્મી કરિયરમાં આજ સુધી તે ઘણી શાનદાર ફિલ્મ આપી શક્યા છે. અક્ષય કુમાર આ સમય નાં સૌથી મોટા સુપરસ્ટાર માંના એક છે. એક પછી એક સતત તેમની ફિલ્મો હિટ જઈ રહી છે.
વર્ક ફન્ટ ની વાત કરીએ તો, અક્ષય કુમાર છેલ્લીવાર ‘લક્ષ્મી’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમની આ ફિલ્મ ૨૦૨૦ માં દિવાળી નાં ટાઇમ પર પ્રદર્શિત થઇ હતી. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલ આ ફિલ્મ માં અક્ષયકુમાર એક ટ્રાંસ જેન્ડર નાં રોલમાં જોવા મળ્યા હતા. જોકે હાલમાં તે ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન માં ચાલી રહ્યું છે. બચ્ચન પાંડેમાં તેની સાથે મહત્વ નાં રોલમાં અભિનેત્રી કીર્તિ સેનન અને અભિનેતા અરશદ વારસી જોવા મળશે.