પેટ પરની ચરબી દૂર કરવા માટે, આ ખાસ વસ્તુઓનો તમારી ડાયટ માં કરો સમાવેશ

પેટ પરની ચરબી દૂર કરવા માટે, આ ખાસ વસ્તુઓનો તમારી ડાયટ માં કરો સમાવેશ

વજન ઘટાડવું એક દિવસનું કામ નથી તેના માટે લાઈફ સ્ટાઇલ માં થોડા ઘણા ફેરફારો કરવા પડે છે અને તેને બરાબર ફોલો કરવા પડે છે જેમ કે નિયમિત કસરત જોગીગ વગેરે નો તમારી દિનચર્યામાં સમાવેશ કરવો પડે છે. કમરની ચરબી ઘટાડતી વખતે તમારે વાત નું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તમારો આહાર કેવો હોવો જોઈએ તમારા આહારમાં એવી વસ્તુઓ ના હોવી જોઈએ જેનાથી કેલરી બને કારણ કે તેનાથી તમારું વજન વધી શકે છે. તમારું ભોજન સંતુલિત હોવું જોઈએ જેનાથી તમારા શરીરમાં વસાની માત્રા વધારે ન બને તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એવામાં ક્યા પદાર્થો તમારા માટે ફાયદાકારક બની શકે છે. ચાલો જાણીએ તેના વિશે

ગ્રીન ટી

ગ્રીન ટી વજન ઓછુ રવા માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. તે ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ કરે છે તેનાથી મેટાબોલિઝમ સિસ્ટમ ઝડપી બને છે અને તમને ખાવાનું પણ જલદીથી પચી જાય છે. સવારમાં ગ્રીન ટી પીવાની સાથે રાતનાં સૂતા પહેલાં પણ ગ્રીન ટી નું સેવન કરી શકો છો તેનાથી તમારું વજન ઝડપથી ઘટશે.

નવશેકુ પાણી

 

 

પાણી વજન ને સંતુલિત કરવામાં અને વજન ઘટાડવામાં મહત્વનું માધ્યમ છે. આ વાત ઘણા સંશોધનમાં સાબિત થઇ ચૂકી છે. તેથી રોજ સવારે ઉઠીને નવશેકુ પાણી પીવાની આદત રાખવી જોઈએ. જો તમે તેમાં લીંબુનો રસ ઉમેરીને પીઓ છો તો તેનાથી પણ તમને લાભ મળશે. માટે રોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવા નો તમારી દિનચર્યામાં સમાવેશ કરવો.

લીલા શાકભાજી અને સુપ

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે તેનો તમારા આહારમાં જરૂર સમાવેશ કરવો તેનાથી તમારા શરીરને પોષણ ની સાથે શરીરમાં વધતી વસા ની માત્રાને બહાર નીકાળે છે. શાકભાજી બનાવતી વખતે ખૂબ જ વધારે મસાલા નો ઉપયોગ કરવો નહીં. તમે બ્રોકલી, કોબી કે કાચું પપૈયું જેવી શાકભાજીઓને બાફીને પણ ખાઈ શકો છો.સાથે જ આ શાકભાજીનું સૂપ પણ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે જ્યારે પણ તમને ઓછી ભૂખ હોય ત્યારે થોડું સલાડ ખાઈ લેવાથી વધારે કેલરી લેવાથી બચી શકો છો.

 

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *