પેટ્રોલ અને વધતી મોંઘવારી વચ્ચે તમને રાહત નો શ્વાસ અપાવી શકે છે આ ૫ સસ્તા ઈલેક્ટ્રીક સ્કૂટર

કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર સતત પેટ્રોલ-ડીઝલ નાં ભાવમાં વધારો થતો જાય છે. તેનાથી સામાન્ય વ્યક્તિનાં રોજબરોજ નાં ખર્ચાઓ પણ વધી ગયા છે. પેટ્રોલ-ડીઝલ નાં ભાવ વધવાને કારણે પરિવહન અને ટ્રાન્સપોર્ટ પણ મોંઘુ થઈ ગયું છે. જેના કારણે બીજી અન્ય વસ્તુઓ નાં ભાવ પણ વધી ગયા છે. તેની સીધી અસર સામાન્ય વ્યક્તિ નાં ખિસ્સા પર પડી રહી છે. લોકો માટે પોતાની ગાડી ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ નાં ભાવ ૯૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. સાથે જ કાચા તેલ ની કિંમત માં પણ સતત વધારો થઈ રહ્યો છે. બેન્ચમાર્ક કાચા તેલ બેંટ બેન્ચમાર્ક ક્રૂડનોનો ભાવ ૬૫ ડોલર પ્રતિ બેરલ થી ઉપર પહોચી ગયો છે. મધ્યપ્રદેશની પરીસ્થિતિ તો તેનાથી પણ ખરાબ ચાલી રહી છે. ત્યાં પ્રીમિયમ પેટ્રોલ બાદ પેટ્રોલ નાં ભાવ ૧૦૦ થી ચૂકયા છે.
આ વધતી મોંઘવારી નાં વચ્ચે અમે તમારા માટે એવી ખબર લઈને આવ્યા છીએ. જે તમને વધતાં પેટ્રોલના ભાવની વચ્ચે આરામ નો શ્વાસ અપાવી શકે છે. અમે તમને ભારતમાં રહેલ એવા ઇલેક્ટ્રિક વાહનોને વિશે જણાવવા જઈ રહ્યો છીએ, જે સસ્તા પણ છે અને મજબૂત પણ છે.
Okinawa Ridge
Okinawa નું Ridge એક ખૂબ જ શાનદાર ઇલેક્ટ્રિક સ્કુટર છે. આ સ્કુટર ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રસ્તા પર દોડી શકે છે. હાલમાં બજારમાં તેની કિંમત ૪૪,૯૯૦ રૂપિયા છે. આ સ્કુટર નું વજન ફક્ત ૯૬ કિલોગ્રામ જ છે.
Ampere V48 LA
આ સ્કૂટર પણ તમારા માટે ખૂબ જ સારું ઓપ્શન સાબિત થઇ શકે છે. આ સ્કૂટર ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રસ્તા પર દોડી શકે છે. ફૂલ ચાર્જ કર્યા બાદ તે એક વારમાં ૪૫ થી ૫૦ કિલોમીટર નું અંતર સુધી ચાલી શકે છે. ભારતીય બજારમાં ૨૮,૯૦૦ થી ૩૭,૪૮૮ રૂપિયા આપીને ખરીદી શકો છો. તે બ્લેક રેડ અને ગ્રે કલર માં ઉપલબ્ધ છે. આ સ્કુટર ની બેટરીને ચાર્જ થવામાં લગભગ ૮ થી ૧૦ કલાકનો સમય લાગે છે.
TVS ઈલેક્ટ્રીક સ્કૂટર
ટીવીએસ નું ઈલેક્ટ્રીક સ્કૂટર ખૂબ જ શ્રેષ્ઠ છે. ભારતીય બજારમાં તેની કિમત લગભગ ૧,૧૫ લાખ રૂપિયા રાખવામાં આવેલ છે. આ સ્કૂટર ૪.૨ સેકન્ડમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. સ્પીડ ની વાત કરીએ તો તેની ટોપ સ્પીડ ૭૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લેછે. અને એકવાર ફૂલ ચાર્જિંગ માં આ સ્કૂટર લગભગ ૭૫ કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમાં તમને ૪.૪ KW ની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર મળે છે. તે ૬ બીએચપીનો પાવર અને ૧૪૦ NM નો ટોર્ક જનરેટ કરે છે.
Bajaj Chetak
બજાજ ભારતની વિશ્વાસપાત્ર અને જૂની કમ્પની છે. બજાજ ચેતક ફરીથી માર્કેટમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનાં રૂપમાં પરત ફરી છે.બજાજા ચેતકમાં 3KW લીથીયમ બેટરી નો ઉપયોગ કરવામાં આવેલ છે. બજાજ ચેતક અત્યારે દેશનાં અમુક શહેરોમાં જ ઉપ્લબ્ધ છે. કંપની નાં જણાવ્યા મુજબ આ સ્કૂટર સિંગલ ચાર્જમાં ૯૫ કલોમીટર સુધી નું અંતર કાપી શકે છે. તેની કિંમત ૧ લાખ રૂપિયા થી શરૂ થાય છે.
Hero Optima
Hero નું Optima સ્કુટર બજારમાં ત્રણ રંગમાં ઉપલબ્ધ છે. આ સમયે તમે મૈટ રેડ, સિયાન અને ગ્રે કલર માં ખરીદી શકો છો. સિંગલ ચાર્જ કર્યા બાદ આ સ્કૂટર ૫૦ કિલોમીટર સુધી ચાલે છે. ફૂલ ચાર્જિગમાં ૮ થી ૧૦ કલાક નો સમય લાગે છે. તેની સ્પીડ૨૫ કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમાં ૨૫૦W ની ક્ષમતા વાળી BLDC ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવેલ છે. તેની કિંમત ૪૧,૭૭૦ રૂપિયા છે.