પહેલા સંતાન ને ગુમાવવાનું દુઃખ શું છે, જાણો આ સ્ટાર્સ પાસેથી જે પસાર થઈ ચુક્યા છે આ દુઃખ માંથી

Posted by

બોલીવુડ સ્ટાર્સ સેલિબ્રેટી હોવાની સાથે જ માતા-પિતા પણ છે. તે પણ પોતાના બાળકને દિલથી પ્રેમ કરે છે. અને તેનું પાલન-પોષણ કરે છે. પોતાના બાળકો સાથે દરેક માતા-પિતા ને લોહીનાં સબંધ ની  સાથે જ આત્માનો પણ સંબંધ હોય છે. બાળક નાં દુનિયામાં આવતા ની સાથે જ તેમના માતા-પિતા તેમની સાથે જોડાઈ જાય છે. અને તેમને તે બાળક સાથે લગાવ થઈ જાય છે. પરંતુ ઘણી વખત એવી ઘટના થાય છે કે, જેમાં તેમણે બાળક ગુમાવવાની પીડા સહન કરવી પડે છે.

ગોવિંદા

બોલીવુડ નાં મોટા અભિનેતાઓ માંથી એક ગોવિંદા પણ આ દુઃખ સહન કરી ચૂક્યા છે. ગોવિંદા પોતાના પહેલુ સંતાન ગુમાવ્યા ની પીડા માંથી પસાર થયા છે, ગોવિંદા અને તેની પત્નીને પોતાની પુત્રીને માત્ર ચાર મહિનામાં જ ગુમાવી હતી. ગોવિંદા સુનીતા ની પુત્રી પ્રિમેચ્યોર જન્મી હતી જેના લીધે તે માત્ર ચાર મહિનામાં જ આ દુનિયાને અલવિદા કહી ગઈ.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ને આ સમયમાં બે બાળકો એક પુત્ર અને પુત્રીના માતા-પિતા છે. આ કપલ પણ તેના પહેલાં બાળક ને ગુમાવવાની પીડામાંથી પસાર થઈ ચુક્યું છે. લગ્ન નાં  થોડા સમય પછી શિલ્પા માં બનવાની હતી. પરંતુ તેનું મિસકેરેજ થઈ ગયું હતું.

શેખર સુમન

શેખર સુમન નાં ઇન્ડસ્ટ્રી થી ખુબ જ શાનદાર કલાકાર છે. તેમના પુત્ર અધ્યન સુમન વિશે દરેકને ખબર છે. પરંતુ તેમનો એક બીજો પુત્ર પણ હતો. જે અધ્યયનથી મોટો હતો. તેમના મોટા પુત્રનું નામ આયુષ હતું. આયુષ નો જન્મ ૪ એપ્રિલ ૧૯૮૩ માં થયો હતો. પરંતુ શેખર સુમન ને ૧૯૯૦ માં ખબર પડી કે, તેના પુત્રને હૃદયરોગ છે. ત્યારબાદ ૨૨ જુન ૧૯૯૪ માં આ દુનિયા છોડી હતી.

મોહમ્મદ અઝરુદ્દીન

મોહમ્મદ અઝરુદ્દીન ભારત ક્રિકેટ ટીમનાં કેપ્ટન રહી ચૂક્યા છે. મોહમ્મદ અઝરુદ્દીન એ એક દર્દનાક સડક ઘટનામાં પોતાના જુવાન પુત્રને ગુમાવ્યો છે. મોહમ્મદ અઝહરૂદ્દીને પોતાના પુત્ર ને જન્મદિવસ પર એક સુપર બાઈક ગિફ્ટ આપી હતી. આજ બાઈક થી દુર્ઘટના થતાં તેના પુત્ર નું નિધન થયું હતું.

આશા ભોંસલે

આશા ભોંસલે ભારતની સૌથી મોટી સિંગર માંનાં એક છે. આશા ભોંસલે એ આઠ વર્ષ પહેલાં પોતાની પુત્રી વર્ષા ને ગુમાવી હતી. તેની ઉંમર ૫૬ વર્ષની હતી.

કિરણ રાવ

આમિર ખાનની પત્ની પણ આ દુઃખ માંથી પસાર થઈ ગઈ છે. લગ્ન પછી જ્યારે કિરણ રાવ પહેલી વખત માં બનવા જઈ રહી હતી ત્યારે તેનું કોઈ કારણોસર મિસકેરેજ થયું હતું. ત્યાર બાદ આમિર અને કિરણ રાવ સેરોગેસી દ્વારા માતા-પિતા બન્યા. અને તેમની લાઇફમાં આઝાદ આવ્યો.

કાજોલ

કાજોલ પણ લગ્ન પછી પહેલા સંતાન ને મિસકેરેજ માં ગુમાવી ચુક્યા છે, વર્ષ ૨૦૦૧માં કાજોલ પહેલી વખત માતા બનવાની હતી પરંતુ નસીબ ના લીધે કઈ કોમ્પ્લિકેશન આવી ગયું. અને તેના લીધે તેમનુ મિસકેરેજ થઈ ગયું.

પ્રકાશ રાજ

સાઉથ નાં સુપર વીલન પ્રકાશ રાજ પણ તેનો શિકાર થઈ ચૂક્યા છે. અભિનેતા પ્રકાશ રાજ એ પોતાના પાંચ વર્ષનાં પુત્ર સિંધુને ગુમાવ્યો હતો. પતંગ ચગાવતી વખતે તેની સાથે એક દુર્ઘટના થઈ હતી. ત્યારબાદ તેનું નિધન થઈ ગયું. આ સ્ટાર્સ સિવાય સલીના જેટલી, અને અંકિતા ભાર્ગવ અને તેનો પતિ કરણ પટેલ પણ સહન કરી ચૂક્યા છે આ દુખ ને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *