પીળા દાંતોને ચમકાવવા માટે અપનાવો આ અસરદાર ૪ ટીપ્સ રીઝલ્ટ જોઇને થઈ જશો હેરાન

સફેદ અને સુંદર દાંત કોને પસંદ ના હોઈ પરંતુ દરેક નાં દાંત ખૂબસૂરત હોયએ જરૂરી નથી. કેટલાક લોકોના દાંત નો રંગ પીળો હોય છે અને તેના કારણે તેઓને હંમેશા શરમ આવે છે. દાંત પીળા હોવાના કારણે તે લોકો હંમેશા કોન્શસ રહે છે અને ખુલીને હસી પણ નથી શકતા. દાંત પીળા હોવાના લીધે ઘણીવાર વ્યક્તિ નો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે. તેવામાં આજે અમે આ સ્ટોરીમાં તમને જરૂરી ટીપ્સ જણાવા જઈ રહ્યા છે. જેને અપનાવી અને તમે તમારા દાંતની પીળાશ દૂર કરી શકો છો એટલું જ નહીં આ ટિપ્સને ફોલો કરવાથી તમારા દાંત મજબૂત પણ થશે.
ધૂમ્રપાન ન કરવું
સિગરેટ પીવાથી તો ઘણા નુકસાન થાય છે પરંતુ કેટલાક લોકોને ખબર નહીં હોય કે અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓની સાથે તેનાથી દાંત પણ પીળા થઈ જાયછે. જે લોકો ધૂમ્રપાન કરે છે તેના દાંત પીળા થવા લાગે છે. એ જ કારણથી તમારા દાંત પીળા થઇ રહ્યા હોય તો ધૂમ્રપાન કરવાનું બંધ કરી દેવું.
બે વાર બ્રશ કરવું
કેટલાક લોકો મોઢાની સફાઈ પ્રત્યે દયાન આપતા નથી જે લોકો એવું કરે છે તેના માટે આગળ જઈને મોટી સમસ્યા ઉભી થઇ શકે છે તેથી ડેન્ટિસ્ટ પણ સલાહ આપે છે કે મોઢું હંમેશા સાફ રાખવું જોઈએ અને દિવસ માં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું જોઈએ. સાથે જ જે લોકો બે વાર બ્રશ કરે છે તેમના દાંત પીળા હોય તો પણ ધીમે ધીમે પીળાશ જવા લાગે છે અને દાંત સ્વસ્થ બને છે.દિવસમાં ઓછામાં ઓછા બે વાર બે મિનિટ સુધી બ્રશ કરવું જરૂરી છે.
સફરજન, કેળા અને સંતરાની છાલથી સફાઈ
દાંતની સફાઈ માટે સફરજન, કેળા અને સંતરા ની છાલ ને ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે. જો તમે કેળા, સફરજન અને સંતરા ની છાલ થી દાંતની સફાઈ કરો છો તો તેનાથી તમારા દાંતની પીળાશ ધીમે-ધીમે દૂર થશે તેના માટે તમારે બ્રશ કરવાની બે મિનિટ પહેલા આમાંથી એક વસ્તુ ની છાલ લઈ તેને બે મિનિટ સુધી તમારા દાંત પર મસાજ કરવું. થોડા દિવસમાં તમને અસર જોવા મળશે.
હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બેકિંગ સોડા ની પેસ્ટ
કહેવામાં આવે છે કે, હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી દાંતની પીળાશ ઓછી થઈ જાય છે. તમારા દાંતની સફાઈ ની સાથે પ્લેગ થવાની સંભાવના ઓછી રહે છે. આ પેસ્ટ ને બે મિનિટ સુધી લગાવીને ત્યારબાદ કોગળા કરી લેવા આમ રોજ કરવાથી તમારા દાંતની પીળાશ દૂર થશે અને દાંત મજબૂત પણ થશે.