પિતા સાથે આ પ્રકાર નાં રેખાના હતા સંબંધ, કહ્યું કે મને ખ્યાલ નથી પિતા નો મતલબ શું હોય છે

હિન્દી સિનેમા ની દિગ્ગજ અને સુંદર અભિનેત્રી રેખા પોતાની અંગત લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હંમેશા પોતાની ફિલ્મો અને અભિનય ની સાથે પોતાનાં અંગત જીવનને લઇને પણ તે ચર્ચામાં હોય છે. અમિતાભ બચ્ચન અને વિનોદ મહેરા સાથે અફેર હોય કે મુકેશ અગ્રવાલ સાથે લગ્ન દરેક સંબંધ એ આ એક્ટ્રેસને ચર્ચામાં રાખ્યા છે. રેખા ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવ્યા હતા. તેમજ નાની ઉંમર માં જ રેખા પાસેથી પિતા નો પ્રેમ પણ છીનવાઈ ગયો હતો. જણાવી દઈએ કે, તેમનાં પિતા જૈમીની ગણેશ એક અભિનેતા અને તેમની માતા પુષ્પાવલી અભિનેત્રી હતા.રેખા નાં માતા-પિતા પણ ઘણી ફિલ્મો માં કામ કરી ચૂક્યા છે. એ દરમિયાન જ તે બંને માં પ્રેમ થઈ ગયો હતો. રેખાની માતાને રેખા નાં પિતાએ લગ્ન પહેલા જ ગર્ભવતી બનાવ્યા હતા.
રેખા નાં જન્મ પછી રેખા નાં માતા પિતાએ લગ્ન કર્યા હતા. રે રેખા નાં તેમના પિતા સાથેનાં સંબંધ સારા નહતા. પોતાના પિતાને લઈને ત્યાં સુધી કહેછે કે, ફાધર નાં નામને લઈને તે ફક્ત એક ચર્ચ નાં પાદરીને જ ઓળખે છે. રેખા ની આત્મકથા અન ટોલ્ડ સ્ટોરી માં લખ્યું છે કે, જયારે રેખા નો જન્મ થયો ત્યારે રેખાનાં માતા પિતા પરણિત ન હતા. જૈમીની ગણેશ અને પુષ્પાવલી એ રેખા નાં જન્મ બાદ લગ્ન કર્યા હતા. ત્યારબાદ રેખા નાં પિતા તેની માતા અને તેનાથી અલગ થઈ ગયા.
રેખા ની આત્મકથા માં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, તેના પિતાનાં તેની માતા ઉપરાંત અન્ય ત્રણ સ્ત્રીઓ સાથે પણ સંબંધ હતા. પોતાની પત્ની અને પોતાની દીકરીથી દૂર થયા બાદ ક્યારેય પણ તે તેઓને મળવા પણ આવ્યા ન હતા. જ્યારે કે, તે અને રેખા એક જ શહેરમાં રહેતા હતા. રેખા એ પણ જણાવી ચૂક્યા છે કે, પિતા નો મતલબ જ તે જાણતા નથી.
જણાવી દઈએ કે, એકવાર અભિનેત્રી રેખા અભિનેત્રી અને હોસ્ટ સિમી ગ્રેવાલ નાં શો માં ગયા હતા, તે સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે હું પાછળ વળીને જોવ છું ત્યારે મને લાગે છે કે, મને નથી ખ્યાલ કે પિતા નો મતલબ શું હોય છે ફાધર નાં નામ ફક્ત ચર્ચ નાં પાદરી ને જ ઓળખું છું. મેં બીજા લોકોને જોયા છે તેના પિતા નો પ્રેમ મળતા પરંતુ મને તેનો કોઈ આઈડિયા જ નથી.