પીઠ ની નીચેનાં ભાગમાં દુખાવો રહેતો હોય તો કરી જુઓ આ ૪ ઉપાયો ચપટી વગાડતા જ મળશે આરામ

શરીરમાં દુ:ખાવો થવો એ સામાન્ય વાત છે. ક્યારેક ખોટી રીતે સુવાનાં કારણે અથવા કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસવાથી પણ દુખાવો થવા લાગે છે. ઘણા લોકો ખંભાનો, કમર નો કે પીઠ ની નીચેનનાં ભાગ માં દુખાવાથી પરેશાન રહે છે. આ સમસ્યા શરૂઆત નાં દિવસોમાં તો વધારે પ્રોબ્લેમ કરતી નથી. પરંતુ આગળ જતાં તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે.આજની બદલતી જીવનશૈલીને કારણે લોકો કમર દર્દ કે પીઠનાં દર્દ જેવી સમસ્યા સામે લડી રહ્યા છે. નોકરી કરતા લોકોને કલાકો સુધી ઓફિસમાં એક જગ્યા પર બેસવું પડે છે જેના કારણે તેની માંસપેશીઓ પર દબાણ વધે છે અને તે જકડાઈ જાય છે. એવામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એક જગ્યા પર બેસીને સતત કામ ના કરવું જોઈએ થોડા થોડા અંતરે બ્રેક લેતા રહેવું જોઈએ. સાથે જ કામ કરવાની જગ્યા આરામદાયક હોવી ખૂબ જ જરૂરી છે. કલાકો સુધી બેસી રહેવાના કારણે ઘણીવાર પીઠ નાં નીચેના ભાગમાં દુખાવો શરૂ થઇ જાય છે. જો તમને પણ આ સમસ્યા હોય તો તમને આ ઉપાયોથી જરૂર આરામ મળશે.
આદુ
કમર નાં દુખાવા માટે આદુ ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવે છે. એટલા માટે ચારથી પાંચ તાજા આદુનાં ટુકડા ને લઈ તેમાં દોઢ કપ પાણી ઉમેરી અને ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળવું પાણી ઉકળી જાય પછી ઠંડું થયા બાદ તેમાં થોડું મધ ઉમેરીને પીવું જો તમે રોજ તેનું સેવન કરશો તો પીઠ નાં નીચેના ભાગમાં થતા દુખાવામાં આરામ મળશે. તે ઉપરાંત દુખાવા વાળી જગ્યા પર આદુ ની પેસ્ટ બનાવીને લગાવવાથી પણ આરામ મળે છે.
તુલસી
તુલસી થી પણ કમર નાં દુખાવા અને પીઠ નાં નીચેના ભાગના દુખાવામાં રાહત મળે છે. ૮ થી ૧૦ તુલસીનાં પાન લઈને તેને પાણીમાં ઉકાળી ત્યારબાદ તે પાણી અડધું થાય પછી ઠંડુ કરી તેમાં એક ચપટી નીમક ઉમેરીને સેવન કરવાથી પણ કમરનાં દુખાવામાં લાંબા સમયે રાહત મળે છે.
રામબાણ ઔષધી ખસખસ નાં બીજ
કમર અથવા પીઠનાં દુખાવા માટે ખસખસના બીજ રામબાણ ઔષધિ ગણાય છે. તેનાં માટે એક કપ ખસખસ નાં બીજ લઇને તેમાં એક કપ સાકર નો પાવડર ઉમેરી તેમાંથી રોજ સવાર-સાંજ ૨ ચમચી એક ગ્લાસ દૂધમાં પીવાથી કમરનાં દુખાવામાં જલ્દીથી રાહત મળે છે.
લસણ
લસણમાં એન્ટી ઇફ્લેમેટરી ગુણ હોય છે તેથી તેને શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે. જો તમે તેનો ઉપયોગ કરશો તો કમરનાં દુખાવા અને પીઠના દુખાવાથી રાહત થશે તેનાં માટે ત્રણ-ચાર લસણની કળીને લઈ સરસવ નાં તેલમાં ઉકાળવી ત્યાં સુધી ઉકાળવી જ્યાં સુધી તે કાળી ન પડે તેલ ઠંડુ થયા બાદ દુખાવા વાળી જગ્યા પર મસાજ કરવાથી તુંરતજ આરામ મળે છે.