પિતૃદોષ લાગવા પર વ્યક્તિ નું જીવન કષ્ટો થી ભરાઈ જાય છે, પિતૃ દોષ માંથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

પિતૃદોષ થવા પર વ્યક્તિનું જીવન કષ્ટો થી ભરાઈ જાય છે અને દરેક ક્ષેત્રમાં તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. દરેક પ્રકાર નાં માંગલિક કાર્યોમાં વિઘ્ન આવી જાય છે. જે પણ કામ શરૂ કર છે તેમાં ફક્ત નિરાશા જ હાથ લાગે છે. કેટલાક લોકોને સંતાનસુખની પ્રાપ્તિ થતી નથી. માટે કહેવામાં આવે છે કે, પિતૃ દોષ હોવા પર તેને નજર અંદાજ ન કરવો જોઈએ. જલ્દી થી જલ્દી તેનું નિવારણ કરવું જોઈએ. આજે અમે તમને આ આર્ટીકલ ના માધ્યમથી પિતૃદોષ દૂર કરવાના કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જે ઉપાય કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળી શકે છે. એટલું જ નહીં તમારા પિતૃઓ તમારાથી ખુશ થઇ જાય છે અને તેમને તેમનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
શા માટે લાગે છે પિતૃદોષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોના પૂર્વજોની આત્મા ને શાંતિ મળતી નથી અથવા જે લોકો પોતાના માતા-પિતા, દાદા-દાદી, કે અન્ય વડીલ લોકોને દુઃખી કરે છે અને કષ્ટ આપે છે તેની કુંડળીમાં પિતૃદોષ આવી જાય છે. તેનો સંકેત પણ મળવા લાગે છે. જેમ કે પરિવારમાં બાળકનો જન્મ ન થવો, દરેક કાર્યમાં અસફળતા મળવી અને ભારે નુકસાન થવું. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સમજવું કે, તમને પિતૃદોષ લાગી ગયો છે.
કરો આ ઉપાય
લાલ કિતાબ અનુસાર પિતૃદોષ અને પિતૃઋણ થી પિડીત કુંડળી ને શાપિત કુંડળી કહેવાય છે. એવામાં ખૂબ જરૂરી છે કે, આ દોષ નું નિવારણ કરવા માટે ઉપાય કરવામાં આવે લાલ કિતાબમાં પિતૃદોષ દૂર કરવા માટે ૫ અસરકારક ઉપાયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આ પ્રકારે છે.
- ૫ ગુરૂવાર સુધી પરિવાર નાં દરેક સભ્ય એ સિક્કાઓનું દાન મંદિરમાં જઈને કરવું. એ વાતનું ધ્યાન રાખવું કે, દરેક સભ્યોએ એક જ માત્રામાં સિક્કા નું દાન કરવું. એટલે કે, પરિવારનો એક સભ્ય ૧૦ સિક્કા નું દાન કરે છે તો પરિવાર નાં અન્ય સભ્યો એ પણ ૧૦ સિક્કા નું જ દાન કરવું. તેમજ તમારા દાદી, દાદા હોય તો તે પૈસાનું દાન તેને આપી શકો છો.
- કપૂર કરવાથી દેવદોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે તેથી રોજ તમારા ઘરમાં પૂજા દરમ્યાન કપૂર કરવાનું ના ભૂલવું. કપૂર કર્યા બાદ આખા ઘરમાં તેને ફેરવો અને તેનો ધુમાડો આપો. રોજ સવારે અને સાંજે ઘરમાં સંધ્યા વંદન સમયે કપૂર કરવાથી પિતૃદોષ દૂર થાય છે.
- પિતૃ દોષથી ગ્રસ્ત લોકો એ કાગડા, ચકલી, કુતરા અને ગાયને રોટલી જરૂર આપવી. ગાય ને રોટલી આપવાથી પિતૃ દોષ દૂર થાય છે. તમે કાગડા અને કુતરા ને સરસવ નાં તેલમાં બનાવેલી રોટલી આપી શકો છો. ચકલીઓને ચણ નાખી શકો છો. તેમજ ગાયને ગોળ વાળી રોટલી આપવી અથવા તો લીલું ઘાસ આપવું. આ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર થાય છે.
- જે લોકોને પિતૃદોષ લાગેલો હોય તેમણે પીપળા નાં વૃક્ષ ને શનિવાર નાં દિવસે જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર થાય છે.
- વિષ્ણુ ભગવાન ભગવાન નાં મંત્ર નાં જાપ કરવા અને શ્રીમદ ભાગવત ગીતાનાં પાઠ કરવા એકાદશીનું વ્રત રાખવું અને દરેક નિયમોનું પાલન કરવું. અમાસ નાં દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે.