પૂજા અને આરતી દરમિયાન શા માટે ઘંટ વગાડવામાં આવે છે, જાણો તેની પાછળનું ધાર્મિક કારણ

પૂજા અને આરતી દરમિયાન શા માટે ઘંટ વગાડવામાં આવે છે, જાણો તેની પાછળનું ધાર્મિક કારણ

હિંદુ ધર્મને માનનાર લોકો દેવી-દેવતાઓની પૂજા કરે છે. પોતાની આસ્થાને લઈને લોકો ઘરની અંદર અને મંદિરમાં જઈ ભગવાનની પૂજા-અર્ચના કરે છે. જ્યારે પણ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે પહેલા દરેક મંદિરમાં એક સામાન્ય વસ્તુ જોવા મળે છે. મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ ઘંટ લોકો ઘંટ વગાડે છે. અથવા તો ઘરમાં પણ પૂજા સમય દરમ્યાન નાની એવી ઘંટડી વગાડવામાં આવે છે. તમે આ વાત પર વિચાર કર્યો હશે કે, આખરે શા માટે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં અને પૂજા દરમિયાન ઘંટ વગાડવામાં આવે છે?

દરેક લોકોનાં મનમાં આ સવાલ ક્યારેક તો જરૂર આવ્યો હશે કે, પૂજા અને આરતી સમયે શા માટે ઘંટ વગાડવામાં આવે છે? તો તમને જણાવી દઈએ કે, સનાતન ધર્મમાં પૂજાપાઠ ખાસ કરીને આરતી નાં સમય દરમ્યાન ઘંટ વગાડવો જરૂરી ગણવામાં આવે છે. ઘરમાં ઘંટ વગાડીયા વગર કરવામાં આવેલી પૂજા આરતી અધૂરી ગણવામાં આવે છે. મંદિરની અંદર પૂજાપાઠ દરમ્યાન ઘંટ વગાડવાની પરંપરા આજથી નહિ પરંતુ ખૂબ જ લાંબા સમયથી ચાલી આવી રહી છે. આજે અમે આ લેખનાં માધ્યમથી આખરે ઘંટ નું  આટલું મહત્વ શા માટે છે અને પૂજા આરતી દરમ્યાન ઘંટ શા માટે વગાડવામાં આવે છે તેની પાછળનું ધાર્મિક અને વાતાવરણ સાથે જોડાયેલું કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

ઘંટ વગાડવા સાથે જોડાયેલ ધાર્મિક કારણ

  • સ્કંદ પુરાણ અનુસાર ઘંટ વગાડતા સમયે જે ધ્વનિ નીકળે છે તે ‘ૐ’ ની ધ્વનિ સમાન હોય છે. તેથી એવી માન્યતા છે કે, જ્યારે કોઈ ઘરમાં ઘંટી વગાડવામાં આવે છે ત્યારે ત્યારે તેનાથી ૐ નાં ઉચ્ચારણ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • હિન્દુ ધર્મમાં મંદિરમાં જ જઇને દેવી-દેવતાઓની પ્રતિકાત્મક મૂર્તિઓ અથવા અન્ય પ્રતીક ચિન્હો ની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, પૂજા દરમિયાન જો ઘંટ વગાડવામાં આવે તો તેનાથી ભગવાનની મૂર્તિઓ માં ચેતના જાગૃત થાય છે અને ઘંટ વગાડવાથી પૂજા નો પ્રભાવ વધે છે.

  • જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં ઘંટ વગાડીએ છીએ તેની પાછળ એ માન્યતા છે કે, આપણે મંદિરમાં મોજુદ દેવી-દેવતાઓની અનુમતિ લઈએ છીએ અને ઘંટ વગાડીને તેનું ધ્યાન આપણી તરફ આકર્ષિત કરીએ છીએ.

ઘંટ વગlડવા પાછળ નું વાતાવરણ સાથે જોડાયેલું કારણ

  • ઘંટ વગાડવા પાછળ નું વાતાવરણ સાથે જોડાયેલ કારણ જાણીએ તો એવું માનવામાં આવે છે કે, ઘંટ વગાડવાથી વ્યક્તિ નાં મનમાં ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે.
  • એવું માનવામાં આવે છે કે, ઘંટ વગાડવાથી જે કંપન ઉત્પન્ન થાય છે તે આપણા શરીરની આસપાસ મોજુદ હાનિકારક જીવાણુઓ, બેક્ટેરિયા, અને સૂક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરે છે અને વાતાવરણ શુદ્ધ કરે છે.
  • ઘંટ વગાડવાથી આપણી આસપાસનું વાતાવરણ પવિત્ર થઇ જાય છે.
  • એવું માનવામાં આવે છે કે, પૂજા અને આરતી દરમ્યાન ઘંટ વગાડવાથી નકારાત્મકતા દૂર થાય છે અને આપણી આસપાસનું વાતાવરણ સકારાત્મક ઊર્જાથી ભરપૂર થાય છે.
  • ઘંટ વગાડતા સમયે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે વ્યક્તિ નાં  મન અને મસ્તક પર ઊંડી અસર કરે છે અને તેનાથી માનસિક તણાવ દૂર થાય છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *