પૂજા બાદ શા માટે કરવામાં આવેછે આરતી, જાણો તેને કરવાની સાચી રીત અને તેનું મહત્વ

પૂજા બાદ શા માટે કરવામાં આવેછે આરતી, જાણો તેને કરવાની સાચી રીત અને તેનું મહત્વ

આપણે બધા પૂજા ઉપરાંત પ્રભુની આરતી જરૂર કરીએ છે. શ્રધ્ધા ભાવથી કરવામાં આવેલ આવેલ પૂજા અને ત્યારબાદ કરવામાં આવેલી આરતીમાં એટલી શક્તિ હોય છે કે,તે ભક્તો ની દરેક મનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે, કોઈપણ પુજા અનુષ્ઠાન આરતી વગર સંપન્ન થતું નથી તેથી પૂજા બાદ આરતી કરવાનું વિશેષ મહત્વ છે. આરતીને નિરંજન કહેવામાં આવે છે નિરંજન નો અર્થ છે વિશેષ રૂપથી પ્રકાશિત કરવું એટલે કે દેવપૂજન દ્વારા પ્રાર્થના કરી સકારાત્મક રૂપે પ્રકાશિત કરી આપણા વ્યક્તિત્વને ઉજ્જવળ કરે છે.

શું કહે છે શાસ્ત્રો

પ્રકાશ અને જ્ઞાનનું પ્રતિક ગણવામાં આવે છે. ભગવાન પ્રકાશ અને જ્ઞાન રૂપમાં દરેક જગ્યાએ વ્યાપક છે. જ્ઞાન પ્રાપ્ત થવાથી અજ્ઞાનરૂપી મનોવિકાર દૂર થાય છે. જીવનના દરેક કષ્ટ દૂર થાય છે. આરતી નાં માધ્યમથી પ્રકાશ ની પૂજાને પરમાત્માની પૂજા ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે, અગ્નિ એ પૃથ્વી પર સૂર્યનું બદલતું રૂપ છે. માન્યતા છે કે, અગ્નિ દેવ ની સાક્ષી માં કરવામાં આવેલ પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. સ્કંદ પુરાણ અનુસાર પરમેશ્વર વિષ્ણુએ કહ્યું હતું કે જે વ્યક્તિ અનેક દીવાઓથી યુક્ત અને ઘી થી ભરેલા દિપક થી મારી આરતી કરશે તેનાં સંકલ્પો હું પૂર્ણ કરીશ અને તેને સ્વર્ગ લોકમાં નિવાસ આપીશ. જે મારી આરતી નાં દર્શન કરશે તેને પણ પરમ પદની પ્રાપ્તિ થશે.

આ રીતે કરવી આરતી

આરતી એ સુગમ માધ્યમ છે જેના દ્વારા દેવી-દેવતા નું પૂજન કરી તેમનાં સુધી પહોંચવાનો માર્ગ મળે છે. પૂજા ઉપરાંત જો તમે નિયમોનુસાર આરતી કરો છો તે પૂજાનું ફળ જલદીથી પ્રાપ્ત થાય છે. આરતી કરતા પહેલા થાળીને સારી રીતે સજાવી તાંબા, પિત્તળ અથવા ચાંદીની થાળીમાં આરતી સજાવી ત્યારબાદ થાળીમાં ચોખા, કંકુ અને ફૂલો રાખવા અને પ્રસાદ ધરાવવો. માટીના, ચાંદીના કે તાંબા નો  શુદ્ધ ઘીનો કે કપૂરનો દીવો કરવો. લોટ નો દિપક કરીને પણ આરતી કરવાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે, આરતીને દિવસમાં ૧ થી ૫ વાર કરી શકાય છે. પરંતુ મુખ્યત્વે ઘરો માં સવારે અને સાંજ નાં સમયે આરતી કરવામાં આવે છે. અલગ અલગ દેવી દેવતાઓની સ્તુતિ કરીને તેમની કૃપા મેળવવા માટે સ્તુતિ બાદ આરતી કરવામાં આવે છે.

કેટલીવાર આરતી ફેરવવી જોઈએ

 

આરતી કરવા માટે દિપક ને થાળી માં રાખીને ભગવાનની સમક્ષ સાચી રીતે ફેરવો ખૂબ જ આવશ્યક છે. સૌથી પહેલા તેને ભગવાન નાં ચરણ તરફથી ૪ વાર ફેરવો ત્યારબાદ નાભિ તરફ ૨ વાર છે અને મુખ તરફ લઈ જઈ ૧ વાર આમ કૂલ આ ૭ વાર આરતીને ફેરવવી જોઈએ. આરતી બાદ બંને હાથોથી આરતી ગ્રહણ કરવી જોઈએ આરતી ગ્રહણ કરવા પાછળ તર્ક છે કે, આ જ્યોતિ માં રહેલી શક્તિ ભક્તો પોતાના મસ્તક પર ધારણ કરી અને ધન્ય બની જાય છે. આરતી બાદ શંખમાં રાખેલ જળનો છંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે, તેનાથી જીવન નાં દરેક કષ્ટ દૂર થાય છે અને પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે.

વાસ્તુ દૂર દોષ દૂર કરે છે આરતી

કોઈપણ પૂજા અથવા તહેવાર પર ઘી, કપૂર કે તેલનો દીવો કરી આરતી કરવાથી વાતાવરણ સુગંધિત થાય છે જેનાથી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તેમજ ઘર નાં સભ્યો ને પ્રસિદ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *