પૂજા કરતી વખતે અગરબત્તી કરવામાં આવે છે, જાણો તેનાથી થતા ફાયદા અને નુકશાન

ભગવાન ની પૂજા કરતી વખતે આપણે અગરબત્તી કરીએ છીએ. આ પરંપરા વર્ષો થી ચાલી આવી છે. માનવામાં આવે છે કે અગરબત્તી કરવાથી ઘર માં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. પહેલા નાં સમયમાં ઘી નો દીવો પણ કરતા હતા. આજે અમે અગરબત્તી સાથે સંકળાયેલી ઘણી ખાસ વાતો જણાવવાના છીએ.અગરબત્તી કરવાનાં બે કારણો છે પહેલું તમે દેવતાઓ ને અગરબત્તી કરો છો અને તેને પ્રસન્ન કરો છો બીજું કે તમારા ઘરનું વાતાવરણ સુગંધિત થશે. અને મનમાં શાંતિ અનુભવશો. અગરબત્તી કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. તેની વિશેષ સુગંધ થી માથા નાં દુ:ખાવા માં રાહત મળે છે. તેની સુગંધ થી હૃદયની બીમારી માં પણ રાહત થાય છે. કહેવામાં આવે છે કે અગરબત્તી કરવાથી પિતૃદોષ માં પણ રાહત મળે છે અને ઘરમાં સુખ અને શાંતિ બન્યા રહે છે. જો તમે કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ અનુભવતા હોવ તો ને ચિંતા થતી હોય તો ઘર માં પ્રવેશતા ની સાથે જ સુગંધવાળી અગરબત્તી કરો. જેનાથી તમને શાંતિ અનુભવશો અને રાત્રિ નાં સારી ઉંધ પણ આવશે. અગરબત્તી કરવાથી દેવી શક્તિ ઓ આકર્ષિત થાય છે અને વ્યક્તિ ને તેનાથી મદદ મળે છે
અગરબત્તી થી થતું નુકસાન
સંશોધનકર્તાઓ અનુસાર અગરબત્તી નો ધુમાડો સિગરેટ નાં ધુમાડા કરતા પણ ખતરનાક હોય છે તે આપણા ફેફસામાં જઈને ફેફસા ખરાબ કરી નાખી કરી દે છે. બાળકો માટે ખૂબ જ નુકશાનકર્તા છે. સુગંધવાળી અગરબત્તી ઘર માં કરવાથી વાયુ પ્રદુષણ ફેલાય છે અને વિશેષ રૂપમાં કાર્બન મોનોક્સાઈડ ઉદભવે છે.
સંશોધનકર્તા મુજબ આ ધુમાડા થી કેન્સર અને બ્રેઈન ટ્યુમર જેવા રોગોનું પણ જોખમ રહે છે. સાઉથ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી માં સંશોધન કરાયું હતું તેમાં રહેલા કેમિકલ ડીએનએ માં પરિવર્તન ની સાથે શરીર માં બળતરા અને કેન્સર નું જોખમ વધારી શકે છે. આ અધ્યાન વિશે ટિપ્પણી કરતા બ્રિટિશ લંગ ફાઉન્ડેશન નાં તબીબી સલાહકાર એ કહ્યું હતું કે ધૂપ, ધુમ્રપાન સહિત ઘણા પ્રકારના ધુમ્રપાન ઝેરી હોઈ શકે છે. બીજા સંશોધન મુજબ અગરબત્તી માં ધુપ લાકડીઓ મળી આવી. પોલી આરોમેન્ટિક હાઇડ્રોકાર્બન અસ્થમા, કેન્સર માથાનો દુખાવો અને ઉધરસ ની સંભાવના ને વધારે છે.ઘણા પ્રકાર નાં તેલ, , લાકડા નકલી સેન્ટ અને અન્ય વસ્તુઓ નો ઉપયોગ ધૂપ લાકડીઓ બનાવવામાં કરવામાં આવે છે. અગરબત્તી માં વધુ માત્રા માં બેન્ઝીન અને બેન્જો પેરીન હોય છે. આ રસાયણો ફેફસાં, ત્વચા અને કેન્સર નું કારણ બની શકે છે.
ભારતીય સનાતન પરંપરા માં વાંસને બાળવું નિષેધ ગણાય છે. એવું કહેવામાં આવે છે કે જો ચુલો વાસનાં લાકડા થી સળગાવા માં આવે તો કોઈપણ વંશ નષ્ટ થતો અટકાવી શકાય નહીં. અગરબત્તી બનાવવા માટે વાસ ની લાકડીઓ નો ઉપયોગ થાય છે જોકે ઘણા લોકોનું માનવું એ છે કે પ્રાચીન સમયમાં વાસ ખૂબ ઉપયોગી હતો તેથી તેને બાળવાની મનાઈ હતી. જોકે વૈજ્ઞાનિકો નાં જણાવ્યા મુજબ વાસને બાળવા થી આપણા આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડે છે. અગરબત્તી વાસના સિક્ કેમિકલ નાં ઘટકો નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તેમાં નકલી સેન્ટ મેળવવામાં આવે છે. જેથી અગરબત્તી કરવાથી વાસ પણ સળગે છે અને સેન્ટ પણ સળગે છે બંને પદાર્થો સાથે સળગવા થી તેમાંથી હાનિકારક તત્વ શ્વાસ માં અને શરીર માં પ્રવેશ કરે છે જે ખૂબ જ નુક્સાનદાયક છે.