પોષ મહિનાની અમાસ ક્યારે છે, જાણો શા માટે તે દિવસે પિતૃતર્પણ કરવાની માન્યતા

પોષ મહિનાની અમાસ ક્યારે છે, જાણો શા માટે તે દિવસે પિતૃતર્પણ કરવાની માન્યતા

હિંદુ પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ મળીને ૧૨ અમાસ આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જેટલી મહત્વપૂર્ણ પૂનમ છે તેટલુ જ અમાસ નું પણ મહત્વ છે તમને જણાવી દઈએ કે, કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ ને અમાસ કહેવામાં આવે છે જ્યારે શુક્લ પક્ષની અંતિમ રાત પૂર્ણિમાની હોય છે. પોષ મહિનાની કૃષ્ણ પક્ષની અંતિમ તિથી ને અમાસ  કહેવાય છે. વર્ષ ૨૦૨૧ આ અમાસ ૧૩ જાન્યુઆરી બુધવાર નાં દિવસે આવી રહી છે. ચાલો જાણીએ તે દિવસ સાથે જોડાયેલ ખાસ વાતો

શા માટે કરવામાં આવે છે પિતૃતર્પણ

જ્યોતિષશાસ્ત્ર નાં વિદ્વાનોનાં કહેવા અનુસાર અમાસ નાં દિવસ પિતૃઓનો દિવસ હોય છે તેથી તે દિવસે પિતૃદોષ માટેના ઉપાયો કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. કહેવામાં આવે છે કે, આ દિવસે પિતૃ માટે ઉપાય કરવાથી ખૂબ જ જલ્દી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. એ પોષ મહીના ની અમાસ ની તિથિ નાં દિવસે દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને દીવગ્ત પિતૃ  માટે પિતૃ તર્પણ કરવામાં આવે છે.

સ્નાન દાન નું મહત્વ

 

અમાસ નાં દિવસે નદીમાં સ્નાન કરવું અને દાન-દક્ષિણા કરવાનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે, સ્નાન અને દાન કરનાર વ્યક્તિને દરેક પાપ દૂર થાય છે નકારાત્મક વિચાર ધોવાઈ જાય છે લોક માન્યતા અનુસાર પોષ મહિનાની અમાસ નાં દિવસે પુજા પાઠ ધાર્મિક અનુષ્ઠાન દાન-પુણ્ય સ્નાન અને મંત્રોનાં જાપ થી સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે.

શું છે મહત્વ

આ દિવસે વ્રત રાખવાની માન્યતા છે કે, તેનાથી પિતૃદોષ અને કાલસર્પ દોષ માંથી મુક્તિ મળે છે. તે સાથે જ કહેવામાં આવે છે કે, આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી ભક્તોને મોક્ષ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે, જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે સંતાનહીન યોગ હોય તે લોકોએ પોષ મહિનાની અમાસ નાં દિવસે ઉપવાસ રાખવાથી પિતૃદોષ માંથી મુક્તિ મળેછે સાથેજ સંતાન સુખ ની પ્રાપ્તિ પણ થાય છે.

શુભ મુહૂર્ત

અમાસ ની તિથિ નો પ્રારંભ મંગળવાર નાં૧૨ જાન્યુઆરી નાં બપોર નાં ૧૨ ને ૨૨ મિનિટ થી અમાસ ની તિથી ની સમાપ્તિ બુધવાર નાં ૧૩ જાન્યુઆરીએ સવારે ૧૦ : ૨૯ મિનિટ પર થશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *