પોતાના અપમાન નો બદલો લેવા માટે રાજાએ એકીસાથે ખરીદી લીધી હતી સાત રોલ્ર્સ રોયસ કાર પછી તેમાં ઉચક્યો કચરો

મહારાજા જયસિંહ પ્રભાકર નું નામ ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે રાજસ્થાન નાં અલવર નાં મહારાજા ખૂબ જ અમીર હતા અને તેમને લોકો તેની અમીરી નાં લીધે ઓળખતા હતા. તેના સાથે એક ધટના અનુસાર કહેવામાં આવે છે કે, સન ૧૯૨૦ માં મહારાજા જયસિંહ લંડન ફરવા માટે ગયા હતા. એક દિવસ રાજાની નજર રોલ્ર્સ રોયસ નાં શોરૂમ પર પડી શોરૂમ માં એક લક્ઝરી ગાડી રાજાને ખૂબ જ પસંદ આવી. અને તેમણે તે ખરીદવાનો નિર્ણય કર્યો. ગાડી ખરીદવા માટે રાજા જયસિંહ પ્રભાકર શોરૂમની અંદર ગયા. રોલ્ર્સ રોયસ શોરૂમ નાં કર્મચારીઓએ તેને ગરીબ સમજી લીધા અને તેને શો રૂમની બહાર જવાનું કહ્યું. કર્મચારીએ રાજાને કહ્યું કે, આ ગાડી તમારા બજેટ ની બહાર છે તમે તેને ખરીદી શકશો નહીં સાથે જ કર્મચારી એ રાજા ની મજાક કરી. રાજાને આ વાતથી ખૂબ દુઃખ થયું.
મહારાજા જયદીપ પ્રભાકર પાછા હોટલ ગયા અને તેમણે તેમના નોકરો ને આદેશ આપ્યો કે, કાલે આપણે શાહી અંદાજમાં તે શોરૂમ પર જશું. રાજા નો આદેશ માનીને રોલ્સ રોયલ નાં શોરૂમ માં રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું. શોરૂમમાં પહોચીને રાજાએ તેના મેનેજર ને કહ્યું કે, તમારી પાસે જેટલી પણ કાર હોય તે ખરીદવા ઇચ્છુ છુ. પરંતુ સેલ્સ મેન પોતે તે કાર ઇન્ડિયા પહોચાડશે. મેનેજરે રાજાની વાત માની લીધી અને રાજા ની ૭ કાર બુક કરી દીધી.
રાજા એ એકીસાથે ગાડી નું પેમેન્ટ કરી દીધું. રાજા તરફથી અટલો મોટો ઓર્ડર મળવાથી શોરૂમ નાં દરેક કર્મચારીઓ ખુશ થઈ ગયા પરંતુ રાજા પોતાનું અપમાન ભૂલ્યા ન હતા. તેથી રાજાએ આ ગાડી નો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો. તેમ જ ગાડીઓ ભારત આવી ત્યારે રાજાએ આ ગાડીમાં બેસવા થી મનાઈ કરી અને ગાડીઓ નગરપાલિકા ને આપી દીધી અને નગરપાલિકાને આદેશ કર્યો કે, આ ગાડીનો ઉપયોગ કચરો ઉપાડવા માં કરવો. રાજા નો આદેશ માનીને આ ગાડીઓનો ઉપયોગ કચરો ઉપાડવા માં થવા લાગ્યો એટલું જ નહીં પરંતુ આ ગાડી ની આગળ ઝાડું પણ લગાવવામાં આવ્યું. તેથી જ્યારે પણ ગાડી રસ્તા પર ચાલે ત્યારે રસ્તો સાફ થતો જાય.
ધીરે ધીરે આ વાત આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને લોકોએ આ ગાડીને ખરીદવાનું બંધ કરી દીધું. કંપની ની ખૂબ જ બેઇજ્જતી થવા લાગી. કંપની એ રાજા પાસેથી માફી માંગી અને રાજાને કહ્યું કે તે ગાડીઓનો ઉપયોગ કચરો ભરવા માટે ના કરે. કંપનીની તરફથી રાજાને એક પત્ર લખવામાં આવ્યો આ પત્રમાં રાજા જયસિંહ સાથે કર્મચારીએ કરેલ વ્યવહાર ની માફી માંગવામાં આવી અને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, આ ગાડીઓનો ઉપયોગ કચરો ઉઠાવવામાં બંધ કરી દે તેનાથી ગાડીની ઇમેજના ખરાબ થઈ રહી છે. રાજા જયસિંહ કંપની તરફથી માંગવામાં આવેલ માફી સ્વીકાર કરીને ગાડીમાં કચરો ઉઠવાનું બંધ કરી દીધું.