પોતાનાં બોલ્ડ ફોટો નાં કારણે હલચલ મચાવે છે “ચંદ્રમુખી ચોટાલા”, સોશિયલ મીડિયા ક્વિન તરીકે ઓળખાય છે

કવિતા કૌશિક નાના પડદાની મશહૂર અભિનેત્રી છે. તે એફઆઈઆર સીરીયલ માં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચોટાલા ની ભૂમિકા થી દરેક ઘર માં પ્રખ્યાત થઈ ગઈ હતી. આ એક કોમેડી શો હતો અને તેમાં કવિતાનો બોલવાનો અંદાજ બધાને ખૂબ જ પસંદ આવતો હતો.આ સિવાય તે કહાની ઘર ઘર કી, જલક દિખલાજા, અને કુમકુમ- એક પ્યારા સા બંધન જેવા શોમાં પણ કામ કરી ચૂકી છે. કવિતાએ પ્રખ્યાત બિઝનેસમેન રોનિત વિશ્વાસ સાથે લગ્ન કર્યા છે. આ દિવસો માં કવિતા બિગબોસ ૧૪ માં કન્ટેન્ટ તરીકે જોવા મળે છે. કવિતા એ થોડા દિવસો પહેલા જ બિગ બોસ નાં ઘરમાં વાઈલ્ડ કાર્ડ થી એન્ટ્રી કરી છે. કવિતા ની એન્ટ્રી સાથે જ બિગ બોસ નાં ઘરનો માહોલ તદ્દન બદલાઈ ગયો છે. કવિતા કૌશિક નાં આવવાથી આ શો ની ટીઆરપીમાં ઉછાળો તો આવ્યો જ હતો સાથે જ તેનાં ચાહકો તેને બિગ બોસનાં ઘરમાં જોઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા.
ટીવી શો એફઆરઆઈ માં પોલિસ ઇન્સ્પેકટર ની ભૂમિકા થી કવિતા કૌશિકે લોકો નાં દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હંમેશા તમે શો માં કવિતા કૌશિક ને પોલિસ નાં પોશાકમાં જોયા હશે. જોકે તે પોલિસ નાં પોશાક માં પણ ખૂબજ હોટ દેખાય છે. કવિતા કૌશિક મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. અને તેને લાખો લોકો ફોલો કરે છે. કવિતા કૌશિક જ્યારે બિગ બોસ નાં ઘરમાં એન્ટ્રી લઇ રહી હતી ત્યારે સલમાન ખાને કહ્યું હતું કે તેનો શો એફઆઈઆર સલમાનખાન નાં પરિવારને પણ બહુ જ પસંદ હતો. સલમાન ખાન નાં પરિવારને કવિતા ની એક્ટિંગ એટલી પસંદ હતી કે, તેઓ એ કવિતા ને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું.
કવિતા કૌશિક બહેતરીન એક્ટ્રેસ તો છે જ સાથે જ તેની પર્સનાલીટી પણ ખૂબ જ સ્ટ્રોંગ છે. કવિતાની સ્ટ્રોંગ પર્સનાલિટી બિગબોસ નાં ઘરમાં જોવા મળે છે. કવિતાનો આત્મવિશ્વાસ જ તેની તાકાત છે.