પોતાનાં પરિવાર માટે આ અભિનેત્રીઓ એ આપ્યુ પોતાનાં કેરિયર નું બલિદાન ઘણી ફેમસ અભિનેત્રીઓ નો પણ આમાં સમાવેશ થાય છે

પોતાનાં પરિવાર માટે આ અભિનેત્રીઓ એ આપ્યુ પોતાનાં કેરિયર નું બલિદાન ઘણી ફેમસ અભિનેત્રીઓ નો પણ આમાં સમાવેશ થાય છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની સાથે-સાથે ટીવી ઇન્ડસ્ટ્રી ને પણ દર્શકો એટલો જ પ્રેમ કરે છે. આજે ટીવી માં ઘણી એવી સિરિયલો આવે છે કે, જેને દર્શક જોવાનું ચૂકતા નથી. અને ખૂબ જ પસંદ કરે છે. એવામાં આ સીરિયલમાં કામ કરતી અભિનેત્રીઓ એ દર્શકોની વચ્ચે પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. એમાંથી ઘણી ફેમસ અભિનેત્રીઓ એવી છે કે, જે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પૂરી રીતે સક્રિય છે. તો ઘણી અભિનેત્રીઓ એ પોતાનાં પરિવારને નાં કારણે પોતાનું કેરિયર છોડી દીધું છે. આજે અમે આ આર્ટીકલમાં એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓએ પોતાની સફળ કારકિર્દી ફક્ત પોતાનાં પરિવાર માટે છોડી છે. ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ અભિનેત્રીઓ નો સમાવેશ થાય છે.

દિશા વાકાણી

દિશા વાકાણી ને કોઈ ઓળખની જરૃર નથી. તેઓએ ઘણાં લાંબા સમય સુધી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા દયા બેન ભૂમિકા ભજવી છે. દિશા વાકાણી આ ભૂમિકાના લીધે ખૂબજ ફેમસ થયા છે કે, આજે દરેક ઘરે તેને દયાબેન  નાં નામથી ઓળખવામાં આવે છે. તેનાં અભિનયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. અને આ રોલ નાં લીધે તેઓ સફળતાના ટોચ પર હતા. વર્ષ ૨૦૧૫ માં તેઓએ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તેઓએ પ્રેગ્નન્સી ના કારણે મેટરનીટી લીવ લીધી હતી. પરંતુ હજી સુધી તે શો માં પરત ફર્યા નથી. અને આગળ પણ પાછા આવવાની આશા નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ મયુર પંડ્યા નથી ઈચ્છતા કે દિશા વાકાણી ફેમિલીને છોડીને શો મા કામ કરે.

મોહીના કુમારી સિંહ

ટીવીની દુનિયામાં ફેમસ અભિનેત્રી મોહીના કુમારી છેલ્લા ઘણા સમયથી ઘણી સિરિયલોમાં કામ કરી રહ્યા હતા. અને તેઓએ તેમની અલગ ઓળખ બનાવી હતી. મોહીના નું કેરિયર ખુબ જ સારુ ચાલી રહયુ હતું. આ સમય દરમ્યાન તેઓએ ઉત્તરાખંડ નાં કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ ના દિકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા. અને આ લગ્ન પહેલાં જ તેઓએ કહ્યું હતું કે લગ્ન બાદ તે અભિનય નહીં કરે.મોહીના કુમારી સીરીયલ ‘યે રિસ્તા ક્યા કહલાતા હૈ’ માં કીર્તિ ની ભૂમિકા માં જોવા મળ્યા હતા. જેને દર્શકોએ ખુબ પસંદ કર્યા હતા. આજે પણ તેમનાં ફેન્સ તેને ખૂબ જ પસંદ કરે છે.

અદિતિ શિરવાઈકર

અભિનેત્રી અદિતિ શિરવાઈકર પણ ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક ફેમસ નામ છે. તેઓ હાલ જ કોરોનાલોક ડાઉન માં અભિનેતા મોહિત મલિક સાથે લગ્ન કર્યા છે. તેઓએ ઘણી ટીવી સિરિયલમાં શાનદાર એક્ટિંગ કરી છે. અને ખૂબ ફેમસ થયા છે. જો કે લગ્ન બાદ તેઓએ ટીવી ઇન્ડસ્ટ્રી ને હંમેશ માટે છોડી દીધી છે. હાલના સમયમાં તે પોતાના પતિ સાથે એક સુંદર વૈવાહિક જીવન પસાર કરી રહયા છે.

મિહિકા વર્મા

ટીવી ઇન્ડસ્ટ્રી ની ફેમસ અભિનેત્રી મિહિકા વર્મા એ પણ ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. પરંતુ છેલ્લા ૫ વર્ષ થી તે ટીવી દુનિયા થી દુર છે. તમને યાદ અપાવી દઈએ  કે, મિહિકા એ ‘યે હૈ મુહાબતે’ માં દિવ્યંકા ત્રિપાઠી ની ભૂમિકા ભજવી હતી. અને પોતાના અભિનય થી એક અલગ ઓળખ બનાવી હતી.વર્ષ ૨૦૧૬ માં તેઓ એ આનંદ કપાઈ સાથે લગ્ન કરી અને ટીવી ઇન્ડસ્ટ્રી ને હંમેશા માટે છોડી.  જણાવી દઈએ કે, મિહિકા પોતાના પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે. અને એક સુંદર જીવન પસાર કરી રહી છે.

કાંચી કૌલ

સબીર અહલુવાલિયા ના પત્ની કાંચી કૌલ પણ ઘણી સિરિયલો જેમકે, મસલન, એક લડકી અનજાનીસી, ભાભી, માયકા વગેરે માં કામ કર્યું છે. જોકે હવે છેલ્લા ૬ વર્ષથી તે ટીવી દુનિયા થી દુર છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *