પોતાના પિતાનાં કારણે એકતા કપૂર ન કરી શક્યા લગ્ન, ૩૬ વર્ષની ઉંમરે સરોગેસી ની મદદથી બન્યા માં

પોતાના પિતાનાં કારણે એકતા કપૂર ન કરી શક્યા લગ્ન, ૩૬ વર્ષની ઉંમરે સરોગેસી ની મદદથી બન્યા માં

એકતા કપૂર ટીવી જગતમાં એક ફેમસ નામ છે. એકતા કપૂરે તેના દ્વારા ઘણી સિરિયલો બનાવવામાં આવી. ૪૫ વર્ષની ઉંમરમાં એકતા કપૂર આજે જે સફળતા પર પહોંચ્યા છે. તેના માટે તેમણે રાત દિવસ મહેનત કરી છે. તેજ કારણે તેમણે ફોર્ચુય્ન ઇન્ડિયા નાં ૫૦ પાવર ફૂલ વુમન નાં લિસ્ટમાં ૨૦૧૯ માં પોતાનું સ્થાન મેળવ્યું હતું. જો વાત તેમના અંગત જીવનની કરવામાં આવે તો તેમના પરિવાર માં  તેના માતા-પિતા ઉપરાંત એક દીકરો છે. જેનું નામ રવિ  છે.

લગ્ન વગર એકતા કપૂર માં બન્યા માં

એકતા કપૂર ને હંમેશા તેના લગ્ન વિશે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે એક જ વાત કહે છે કે, તે સલમાન ખાન ના લગ્ન નાં ૨-૩ વર્ષ પછી લગ્ન કરશે. પરંતુ એકતા કપૂરે નાં લગ્ન ન કરવા પાછળનું કારણનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમના પિતાના કારણે તે લગ્ન નથી કરી શક્યા. એકતા કપૂરે જણાવ્યું હતું કે, તેમના પિતા અને એક્ટર જીતેન્દ્ર એ તેની સામે એક શરત રાખી હતી. જેના કારણે તે લગ્ન કરી શક્ય નથી. એકતા કપૂર અનુસાર તેમના પિતાએ  તેને કહ્યું હતું કે, તેમણે કામ અને લગ્નજીવન બેમાંથી એકને જ પસંદ કરવાનું છે. ત્યારબાદ એકતા કપૂરે કામને પસંદ કર્યું હતું.

કારણ કે તે લગ્ન કરવા ઇચ્છતા ન હતા. જો કે એકતા કપૂર માં બનવા ઇચ્છતા હતા. માટેજ એકતા કપૂરે ૩૬ વર્ષની ઉંમરમાં પોતાના ઇગ ફ્રીઝ કર્યા હતા. એકતા કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ૩૬ વર્ષના હતા ત્યારે તેને ઈગ સ્ટોર કર્યા હતા. મને ખ્યાલ ન હતો કે હું લગ્ન કરું કરીશ કે નહી. કદાચ ન પણ કરું. એક બાળક માટે હું લગ્ન ક્યારેય નહી કરું. માટે એકતા કપૂરે ૨૭ જાન્યુઆરી ૨૦૧૯ માં બન્યા હતા. એકતા કપૂર સરોગેસીની મદદથી માં બન્યા હતા. તેમજ પોતાના દીકરા સાથે વધારે સમય પસાર કરી શકે તે માટે એકતા કપૂરે ઓફિસમાં ક્રેચ ની શરૂઆત કરી હતી. મહત્વની વાત છે કે, એકતા કપૂરે કહાની ઘર ઘર કી, ઘર એક મંદિર, ક્યુ કી સાસ ભી કભી બહુથી, કસોટી જિંદગી કી, કુટુંબ, નાગીન, જેવી ફેમસ સિરિયલ બનાવી છે. આ ઉપરાંત તેમણે ઘણી હિટ ફિલ્મો પણ બનાવી છે. તેમને ટીવી જગતની રાણી કહેવામાં આવે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *